________________
થર સુવાસ ઘણી માતાના દીકરાઓ પરદેશ ગયા છે, અને સમય થતાં માતા પિતાની સેવામાં હાજર થયા છે, તેમ હું પણ થોડા સમયમાં પાછો આવી જઈશ, પણ કઈ રીતે હવે મારે અહીં રહેવું નથી. રાજા રાણીએ જાણ્યું કે હવે કુંવરનું મન ઉપડ્યું છે એટલે તે કઈ રીતે રેકાવાને નથી, તેથી રાણીએ કહ્યું- બેટા ! ભલે, તારી ખૂબ ઈચ્છા છે તે તું પરદેશ જા અને સુખી થા પણ આ તારી દુઃખીયારી માતાની ખબર લેવા વહેલો આવજે. તું તે ગુણવાન છે, હોંશિયાર ને શૂરવીર છે એટલે તું જયાં જઈશ ત્યાં પૂજાવાને છે. તારું માન વધવાનું છે. તેને ત્યાં ઘણાં મિત્રો, સ્નેહીઓ મળશે પણ એ બધાની સાથે રહેતાં અમને ભૂલતે નહિ. રાજા કહે છે બેટા ! તું એક રાજકુમાર થઈને નેકરી કરશે, વહેપાર કરશે એ મને બિલકુલ પસંદ નથી. કુમારે કહ્યું-પિતાજી! આપના આશીર્વાદથી સહુ સારા વાના થશે. કુંવરની તીવ્ર ઈચ્છા જેઈને રાજાએ પણ રજા આપી, એટલે જિનસેનકુમાર જવા માટે તૈયાર થઈ ગયા. માતા પિતાને વંદન કરી તેમના આશીર્વાદ લઈને એ રવતી માતાને વંદન કરવા ગયે.
બંધુઓ! જે માતાએ આટલી બધી ઈર્ષ્યા કરી હોય, મારી નાંખવા માટે ઝેર દીવા હોય તેના સામું જોવાનું મન થાય? પણ જિનસેનકુમાર કેટલે સજજન છે ને એની માતા પણ કેટલી સજજન છે કે એને ત્યાં જવા દીધે. બાકી આજની માતા અને પુત્ર હોય તો એના સામું પણ જોવા જાય નહિ. જિનસેનકુમાર રનવતી માતાના ચરણમાં પડીને કહે છે હે માતા ! તને મારા નિમિત્તે બહુ દુઃખ થયું છે તે હું તારી ક્ષમા માંગું છું, મને માફ કરજે.
સુખ સે રહિ માતા મેરી, હમ પરદેશ સિધાવે,
મુ દેખ આપ દુઃખ પાઓ, યહ ન મુઝે સુહાવે. હે માતા ! તને મને દેખીને ખૂબ દુઃખ થાય છે, મારા નિમિત્તે તેને ખૂબ કર્મબંધન થાય છે તેથી મને દુઃખ થાય છે હવે તું સુખપૂર્વક આનંદથી રહેજે. હું પરદેશ જાઉં છું. કુંવરે એની પાસે ક્ષમા માંગી, નમ્રતાપૂર્વક આવા શબ્દો કહ્યા પણ રત્નાવતી કંઈ બેલી શકી નહિ. પિતે પાપ કર્યું હોય પછી શું બેલી શકે ? એ ન બેલી પણ જિનસેનકુમારે તે એની ફરજ બરાબર બજાવી, અને માતાને પગે લાગીને નીકળી ગયે ને સભામાં આવ્યું. રાજાની સભા ઠઠ ભરેલી છે ત્યાં આવીને પ્રધાન આદિ દરેક સભાજનને પગે લાગે ને સહુની માફી માંગી જિનસેનકુમારને વિનય અને નમ્રતા જોઈને આખી સભા રહી ઉઠી. અહો ! આપણા રાજપના રત્ન સમે કુમાર ચાલ્યા જશે! બધાએ કુંવરને રોકવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ ગયા. છેલ્લે જિનસેનકુમારે મહારાજા અને સમાજને ઉદ્દેશીને કહ્યું કે હે પિતાજી! હે સભાજનો ! હું તે જાઉં છું પણ