________________
શારદા સુવાસ
૨૭૫ તને ક્રોધ તે નથી આવ્યું ને? રાજેમતીએ કહ્યું-સખીઓ ! તમારી મજાકથી હું કદી પણ કોધિત થઈ નથી ને આજે સારા પ્રસંગે શા માટે ક્રોધિત થાઉં ? તે પછી તું એકદમ ઉદાસ કેમ થઈ ગઈ ? અમને વાત કર. અમને નહિ કહે તે કેને કહીશ? સખી! મારા અંતરમાં તે અલૌકિક ઉર્મિઓ ઉછળે છે પણ એકદમ મારી જમણી આંખ અને જમણું અંગ ફરકે છે. એ ફરકીને મને કંઈ બીજું જ કહે છે. હે અભાગિની જેમતી ! તું જે કાંઈ ધારે છે તે ભૂલી જા. તારી આશાઓ બધી નિરર્થક છે.
- “રંગમાં પડેલ ભંગ” :- સખીઓ કહે છે બહેન ! જમણી આંખ અને જમણું અંગ ફરકયું એમાં તું આટલી બધી ચિંતાતુર બની ગઈ ? અંગ ફરકવું તે શરીરને સ્વભાવ છે. ઘણી વાર વાયુ થાય તે પણ અંગ ફરકે છે, એથી તારે આટલી બધી ચિંતાતુર કે ઉદાસ બનવાની જરૂર નથી. જે તે ખરી! કેમકુમાર કરે તારાઓમાં ચંદ્રની માફક કેવા શેભે છે? આ જાન તે રૂમઝુમ કરતી નજીક આવી રહી છે. હમણું જ તેરણ દ્વારે આવી પહોંચશે અને જેમકુમાર સાથે તારા લગ્ન પણ થઈ જશે. આજે તારે આવી ચિંતા કરવાની ન હોય. ચિંતા છોડીને આનંદમાં આવી જા. બહેન ! જે કંઈ બનવાનું હોય તે પહેલાં જ બને. હવે તે લગ્નની તૈયારી છે. આમ સખીઓ રાજેમતીને ખૂબ સમજાવે છે પણ કઈ રીતે રાજેમતીનું મન પ્રફુલ્લિત થતું નથી. એણે સખીઓને કહ્યું તમે મને ગમે તેમ કહે પણ મારું મન માનતું નથી. મારું હૃદય તે એમ જ કહે છે કે તેઓ મને છેડીને ચાલ્યા જશે. મારા રંગમાં ભંગ પડશે. આ તરફ કેમકુમારની જાન આગળ વધીને ક્યાં આવી?
अह सो तत्थ निजतो, दिस्स पाणे भयदुए ।
वाडे हि पंजरेहि च, संनिरुध्धे सुदुक्खिए ॥१४॥ નેમકુમાર લગ્ન મંડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતા વાડામાં અને પાંજરામાં પૂરાએલા દુખિત અને મરણના ભયથી ત્રાસ પામેલા પ્રાણીઓને તેમણે નજરોનજર જોયા.
મહાન પુરૂષોની વિશેષતા” :- વાડામાં અને પાંજરામાં પૂરવામાં આવેલા પ્રાણીઓની કરૂણ ચીચીયારીઓ નેમકુમારના કાને અથડાઈ. મહાનપુરૂષની મહાનતાનું આપણને અહીં દરન થાય છે. જેમકુમારના હાથીની આગળ તે ઘણુ માણસે હતા. આગળ કેનિશાન, ચતુરંગી સેના, પછી ઘેડે બેઠેલા યાદવકુમારે આટલા બધા આગળ હતા પણ કેઈનું ધ્યાન પશુઓના કરૂણરૂદન સામે ખેંચાયું નહિ. સૌ પોતપોતાની ધુનમાં મસ્ત હતા, પણ આ જાનના નાયક સામાન્ય પુરૂષ ન હતાં પણ મડાનપુરૂષ હતા. મહાપુરૂષ ભલે કઈ પણ કાર્ય માં પ્રવૃત્ત હોય અને ગમે ત્યાં બેઠા હોય પણ તેમની દષ્ટિ તે હંમેશાં દુઃખીજને પર હશે. તેઓ એ બાબતનું હંમેશાં ધ્યાન રાખે છે કે મારા કેઈપણ કાર્યથી, વાતથી કે વિચારથી કોઈને દુઃખ ન થાય. તેઓ દીન દુઃખીજનેનું દુઃખ દૂર કરવામાં