________________
૨૭૪
શારદા સુવાસ બીજી કોણ સ્ત્રી હશે ! આવા પ્રકારના મનમાં મને રથ કરતી રાજેમતી આનંદ પામતી હતી, પણ એના ભાવિમાં કંઈ જુદું જ લખ્યું હતું.
બંધુઓ ! આજે માણસ ગમે તેટલા મનમાં અનેરના મિનારા ચણે પણ કાલે સવારે શું થવાનું છે તેની ખબર પડતી નથી. આપણે બેલીએ છીએ. કે. “ન જાણ્યું જાનકીનાથે, કાલે સવારે શું થવાનું છે” રામચંદ્રજીને બીજે દિવસે રાજ્યાભિષેક થવાને છે એટલે સારી અધ્યા નગરીમાં આનંદની છોળો ઉછળે છે. દરેકના હૈયા આનંદની ઉમિએથી હિંળે ચઢયા છે. પ્રભાતના પ્રહરમાં રામચંદ્રજી સ્નાન આદિ કાર્ય કરીને હર્ષભેર પિતાજીને વંદન કરવા આવ્યા, ત્યારે પિતાજીના મુખ ઉપર આનંદને બદલે આંખમાં આંસુ જોયા. રામચંદ્રજીએ પૂછયું પિતાજી! આજે આનંદને બદલે આંખમાં આંસુ કેમ? શું મારાથી કોઈ અપરાધ થયે છે? અગર આપને કેઈ ચિંતાનું કારણ આવી પડયું છે? જે હોય તે કહે. ત્યારે દશરથરાજાએ કહ્યું-બેટા! બીજું કઈ કારણ નથી, પણ તારી માતા કૈકેયીનું એક વચન મારી પાસે બાકી હતું, તેની એણે આજે માંગણી કરી છે કે મારા ભરતને રાજ્ય આપે અને રામને ચૌદ વર્ષ વનવાસ આપે. આટલું બોલતાં દશરથ રાજાની આંખમાં ધાર આંસુ વહેવા લાગ્યા, ત્યારે રામચંદ્રજીએ કહ્યું પિતાજી! આપ બિલકુલ ચિંતા ન કરે. મારી માતાનું વચન બરાબર પાળે. હું આપની આજ્ઞાનું પાલન કરવા જવા તૈયાર છું, અને રામચંદ્રજી તે જ દિવસે વનમાં ગયા. શું રામચંદ્રજીને ખબર હતી કે જે દિવસે રાજમુગટ પહેરવાનું છે તે જ દિવસે મારે વનમાં જવાનું થશે ! તે જ રીતે રાજેમતીને હૃદયસાગરમાં અનેકવિધ આનંદના મોજા ઉછળતા હતા પણ બન જાણ્યું રાજેમતીએ કે હમણું શું થવાનું છે” રાજેમતી યાદવકુળ જેવું ઊંચું કુળ અને નેમકુમાર જેવા પતિને પ્રાપ્ત કરીને મનમાં પિતાના ભાગ્યની પ્રશંસા કરતી નેમકુમારની સામે જોઈ રહી હતી ત્યાં જ તેની જમણી આંખ ફરકી ને સાથે જમણું અંગ પણ ફરકવા લાગ્યું. કુંવારી કન્યાની જમણી આંખ ફરકે એ અપશુકન ગણાય છે. આ અપશુકનથી એને આનંદ ઉડી ગયે. આનંદથી ખીલેલું મુખ કરમાઈ ગયું. મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ અને મનમાં ચિંતવવા લાગી કે શું મારી આશાઓ અધૂરી રહેશે? શું મારા વિચાર સ્વપ્નસુખ જેવા જ બનશે? શું હું કેમકુમારની પત્ની નહિ બની શકું? અત્યાર સુધી રાજેમતીની સખીઓ તેની ગમે તેવી મજાક ઉડાવતી હતી છતાં તેનું મુખ આનંદમાં હતું. તેની સખીએ એના આનંદમાં વૃદ્ધિ કરવા માટે કઈ ને કઈ વાત કાઢીને તેના સામું જોતી હતી પણ આ વખતે રાજમતીના સામું જોયું તો તેમણે
જેમતના મુખ ઉપર આનંદને બદલે ચિંતાનું સામ્રાજ્ય જોયું, એટલે સખીઓ આશ્ચર્ય પૂર્વક પૂછવા લાગી કે હે અમારી પ્રાણપ્રિય વહાલી સખી રાજેમતી ! કેમકુમારને જોઇને વધુ આનંદિત બનવાને બદલે તું એકદમ ઉદાસ કેમ થઈ ગઈ? શું અમારી મજાકથી