________________
શારદા સુવાસ
પીતાં પીતાં એ તમારા કપડા ઉપર ઢળાય છે તેમાં જે કિંમતી મેંઘા વસ્ત્રો ઉપર ઢોળાય ને ડાઘ પડે છે ત્યારે તમે શું એક મિનિટ પણ બેસી રહે ખરા? ના. ત્યારે તે જલ્દી જલ્દી ઉઠે છે. અને સ્વાદ છેડીને કપડાને ડાઘ જોવા લાગી જાએ છે, શા માટે રહેવા દે ને એ ડાઘ ! આરામથી ચહા પી લે પછી ડાવ કાઢવા જાઓ તે? પણ એમ નથી કરતા, કારણ કે ડાઘ જ્યાં સુધી તાજો છે ત્યાં સુધી જલદી નીકળી જશે. સૂકાઈ ગયા પછી નીકળવું મુશ્કેલ બને છે. અરે ! કોઈ કઈ વાર તે નીકળતું જ નથી. તમારા ભારે કપડા ઉપર તમને આ ડાઘ ગમે ખરે? ના. તેથી જ ગરમ ગરમ હાને સ્વાદ છેડીને ડાઘ કાઢવા જાઓ છે ને? મહાપુરૂષે કહે છે તારા કપડાની તું આટલી સંભાળ રાખે છે તેથી ડાઘ કાઢવા જરી ઉઠે છે જયારે તારા જીવનમાં ડાઘ લાગે છે ત્યારે આળસુ થઈને બેસી રહે છે. જે આમ બેસી રહીશ તે પછી તારું જીવન ડાઘથી ખરડાઈ જશે અને એ ડાઘવાળું જીવન પછી કેઈને નહિ ગમે. બધા તારાથી દૂર ભાગશે, માટે હે માનવ ! ઉઠ, સજાગ બન. જ્યાં કોઈ ડાઘ લાગ્યું હોય તે જલદી સાફ કરી નાંખ. હેલના ડાઘને પ્રેમના પાણીથી ધોઈ નાંખ, વાસનાને ડાઘ લાગે તે સંયમના સાબુથી સાફ કર, અસત્યના ડાઘને સત્યથી સાફ કરી દે અને કેઈપણ પાપના ડાઘ લાગ્યા હોય તેને ધર્મના નીરથી નિર્મળ બનાવી દે આત્મા ઉપરના ડાઘ સાફ કરવા માટે બાહ્ય અરિસામાં જોવાની જરૂર નથી. તે માટે આગમ રૂપ અરિસામાં દષ્ટિ કરવાની જરૂર છે. આગમ એ આત્મા ઉપર રહેલા ડાઘને દૂર કરાવનાર અરિસે છે. આગમના વચનામૃતનું વાંચન, શ્રવણ, તેના ઉપરની શ્રદ્ધા અને તે પ્રમાણેનું આચરણ જીવને શુદ્ધ બનાવનાર છે.
આગમમાં અલૌકિક ભાવ ભરેલા છે. આપણે બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. જેમકુમારની જાન મથુરા નગરીની બહાર બગીચામાં આવી ગઈ નગરજને તે ટેળે ને ટેળા જાન જોવા માટે ઉમટયા. રાજુલની સખીઓ પણ ઉભી થઈ થઈને ગેખમાંથી જાનની રાહ જોઈ રહી છે ને રાજુલને ખીજવે છે કે કેમકુમાર જ્યારે આવશે? રાજુલા લજજાવશ બેલતી નથી પણ અંતરમાં તે નેમકુમારને જોવાની અધીરાઈ છે, એટલે ગેખે આવીને સખીઓ સાથે ઉભી છે.
રાજલ બેની ગેખે ઉભી છે, સરખી સાહેલી સો ટોળે મળી છે મનમાં રાજુલ બહુ હરખાયે, કયારે આવશે તેમનગીના
સૌના દિલમાં હર્ષને પાર નથી. રાજુલા અને તેની સખીઓ પણ રાહ જોઈ રહી છે. આ તરફ સમાચાર મળતાની સાથે ઉગ્રસેન રાજા પિતાના કુટુંબીજને સંબંધીઓ અને સૈન્યને લઈને મટી ધામધૂમથી ઠાઠમાઠ સહિત જાનનું સામૈયું કરવા ચાલ્યા. આ તે બધે તમારે વ્યવહાર છે એટલે મારે વધુ સમજાવવું નહિ પડે. તત્વની ઊંડી વાત મારે સમજાવવી પડત. મથુરાના નરેશ મેટા પરિવાર સાથે જાતનું સામૈયું કરવા ગયા. બંને