________________
શારદા અવાય પિયર જાય પણ મારા મહેલમાં એ દુષ્ટ રનવતી ન જોઈએ. મહારાજાનું ફરમાન સાંભળીને જિનસેના કહે છે સ્વામીનાથ ! આપ અમારી ખાતર એને મહેલમાંથી કાઢી ન મૂકશે. એમાં એ બિચારી રત્નાવતીને શું દેષ છે ! પૂર્વભવમાં અમે એવા વૈર બાંધ્યા હશે તેથી એને અમારા ઉપર ઈર્ષ્યા આવે છે. બાકી એને દોષ નથી. ગમે તેમ તે ય એ આપની પટ્ટરાણું છે ને મારી નાની બહેન છે, માટે આપ એને આવી શિક્ષા ન કરે. આપના પુણ્ય પ્રતાપે શાસનદેવની કૃપાથી મારો લાલ બચી ગયે છે, પછી એને દુઃખી કરવાથી શું લાભ? જુએ, રત્નાવતીએ જિસેના રાણી અને જિનસેનકુમાર ઉપર કેટલી ઈર્ષ્યા કરી છે છતાં એની કેટલી ઉદારતા છે ! જાત અને કજાતની આવા સમયે જ પરીક્ષા થાય છે. જિનસેનાએ મહારાજાને સમજાવીને શાંત કર્યા, પછી જિનસેનકુમાર કહે છે પિતાજી ! મારી વાત સાંભળે.
“મરજીની કરેલી અરજી” :- મારી માતા રનવતીને મારા કર્મના ઉદયથી મારા પર દ્વેષ છે. જોકે મારે મન તે જિનસેના માતા અને રત્નાવતી માતા બંને સરખા છે. મને એના પ્રત્યે બિલકુલ ઠેષભાવ નથી કે એ મારી ઓરમાન માતા છે ને આ મારી સગી માતા છે, છતાં એને મારા ઉપર દ્વેષ આવે છે તો મને હમણાં પરદેશ જવાની રજા આપે. હું પરદેશ જાઉં તે મારું ભાગ્ય કેવું છે તેની પણ મને ખબર પડે. મારું ભાગ્ય અજમાવીશ અને બીજું પરદેશ ખેડવાથી મારામાં હિંમત આવશે, મને નવા અનુભવ મળશે, અને મારી માતાનું મન શાંત થશે. મારા નિમિત્તે કર્મબંધન કરતી અટકશે. જિનસેનકુમારની વાત સાંભળીને રાજા અને રાણી કહેવા લાગ્યા બેટા! તું આ શું બોલે છે? આવા શબ્દ નું મુખમાંથી કાઢીશ નહિ. તારી પરદેશ જવાની વાત અમને આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ વાત અમને સાંભળવી પણ ગમતી નથી. જિનસેનાના મનમાં થયું કે આ તે સાચે ક્ષત્રિયને બચ્ચે છે. એ જવાનું નામ લે છે એટલે રહેશે નહિ. એને સમજાવે મુશ્કેલ છે, એટલે રડતી રડતી આંખમાંથી ચોધાર આંસુ વહાવતી કહે છે.
તુઝ વિરહ સહન નહિ હોય, તું મારે એકાકી લાલ,
તેરે જાનેસે ચારે બેટા, કિસકા દેખું ભાલ અરેરે... બેટા ! તું મારી આંધળાની આંખ છે. તું જાણે છે ને કે તું અડધો કલાક મેડે આવે છે તે મારા જીવને ઉત્પાતનો પાર રહેતા નથી. તને હું એક કલાક ન જેવું તે મને કંઈક થઈ જાય છે. તું મારે એકને એક લાડકવા પુત્ર છે. તું મને મૂકીને પરદેશ જઈશ તે હું તારે વિયોગ કેવી રીતે સહન કરી શકીશ? તારું મુખ જોઈને હું મારું બધું દુઃખ ભૂલી જાઉં છું. બેટા! તારા વિના હું ઘડીએ ઘડીએ કોનું મુખ જોઈશ? તારા સિવાય મારે બીજા કેને આધાર છે? માટે તું રનવતની ઈર્ષાના કારણે જવાની વાત છેડી દે, તારા માતા-પિતા સામું છે. મહારાજા કહે છે બેટા ! એના