________________
६७०
શારદા સુવાસ
પાપે તારે જવાની જરૂર નથી. એ દુષ્ટાને હવે હું રાખવા માંગતે નથી પણ તું અને તારી માતા ના કહે દો એટલે વાત છેડી દીધી પશુ મારે તને જવા દે નથી. જે તું અમને છેડીને જવાની વાત કરે છે તે તેના કરતા રત્નાવતીને કાઢવી સારી છે. જિનસેન કહે છે ના, પિતાજી! એ વાત કરશે જ નહિ. હું લાંબે ટાઈમ નહિ રહે. ચેડા સમયમાં જ પાછો આવી જઈશ આપને જરૂર પડશે તે હું તરત પાછો આવીને આપની સેવામાં હાજર થઈશ. કુંવરની જવાની વાતથી બધાને ખૂબ આઘાત લાગે છે. હવે શું બનશે તે અવસરે.
*
વ્યાખ્યાન નં. ૭૨ આ મુદ ૩ ને બુધવાર
તા. ૪-૧૦-૭૮ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે જગતના
ના ઉદ્ધાર માટે આગમની વાણુનું નિરૂપણ કર્યું. આગમ એ અરિસે છે. આજને માનવી પળેપળે અરિસામાં દષ્ટિ કરે છે. તેમાં પોતાનું મુખડું જોઈને હરખાય છે કે હું કે સુંદર દેખાઉં છું પણ જ્ઞાની પુરુષે તે કહે છે કે હે દેડના સૌદર્ય જોવામાં પાગલ બનેલા માનવી! આ અરિસો તે તને દેહના સૌદર્યનું જ દર્શન કરાવશે પણ જે તારે તારા આત્માના સૌંદર્યનું દર્શન કરવું હોય તે આગમ રૂપી અરિસામાં દષ્ટિ કર. જે દેહનું સૌન્દર્ય નીરખી નીરખીને તું હરખાય છે, સૌંદર્ય વધારવા માટે કેટલા ઉપાય કરે છે તે દેહ તે આજે રૂડે છે ને કાલે કરચલીઓ પડીને કદરૂપ બની જશે. અનેક રેગથી ઘેરાઈ જશે. એ દેડનું સૌંદર્ય જોઈને હરખાવું, મલકાવું, સૌંદર્યની વૃદ્ધિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું અને અરિસા સામે ઉભા રહીને મલક મલક હસવું તે તે એક પ્રકારનું ગાંડપણ છે.
જે આત્મા સદાકાળ ટકવાને છે, શાશ્વત છે, એના સૌન્દર્ય તરફ બેદરકાર બની જે સૌંદર્ય એક દિવસ મશાનમાં રાખની ઢગલીમાં જ સમાઈ જવાનું છે એવા દેહના સૌંદર્ય તરફ મશગુલ બનવું તે કેટલી અજ્ઞાનતા છે ! મહાપુરૂષે કહે છે કે હું ભાન ભૂલેલા માનવ! તું દર્પણમાં તારું રૂડું ને રૂપાળું મુખડું જોઈને શું હરખાઈ રહ્યો છે? દેહ ઉપરથી દષ્ટિ ઉઠાવીને આત્મા ઉપર દષ્ટિ કર તો તને પિતાને જ ખ્યાલ આવશે કે આટલા વર્ષો મેં દેહની સાફસુફી કરવામાં જ ખેયા છે. આત્મા સામે દૃષ્ટિ કરી જ નથી. પરિણામે મારે આત્મા કર્મના કાટથી કેટલે મલીન બની ગયો છે. એ કાટને કાઢવા માટે કેટલે સતત પુરૂષાર્થ કરે પડશે? દેડને નિહાળવા રેજ દર્પણમાં દષ્ટિ કરનારા મનુષ્ય કદી આત્માના ડાઘ ધોવા માટે કઈ સ્થળે ગયા છે ખરા? ના. દેડના અને કપડાના ડાઘ દૂર કરવા માટે જેટલી સાવધાની છે તેટલી આત્માના ડાઘ દૂર કરવાની નથી.