________________
શારદા સુવાસ ચાલે છે. તેમાં કરૂણાના સાગર નેમનાથ ભગવાન સંસારાવરથામાં પરણવા માટે જઈ રહ્યા છે. માતાપિતાને પુત્રને પરણાવીને રાજેમની પુત્રવધૂ લાવવાને ઉમંગ છે. પુત્રને પરણાવીને વહુ લાવવી એ જ એમને ઉદ્દેશ છે જ્યારે કેમકુમારને ઉદ્દેશ એથી જુદો જ છે. લગ્નની ક્રિયા એક છે પણ એક તરફ માતા-પિતા, કૃષ્ણ વાસુદેવ આદિ વડીલેને અને બીજી તરફ નેમકુમારનો એ બંનેને ઉદેશમાં મોટું અંતર છે. ચાહે તમારા સંસારની ક્રિયા હોય કે અમારા સાધુપણાની ક્રિયા હોય પણ દરેકમાં ઉદ્દેશ તે હોય છે. સાધુ-સાધ્વીએ શાસ્ત્ર ભણે, સ્વાધ્યાય કરે, વાંચન અને મનન કરે, એને ઉદ્દેશ શું હોય તે જાણે છે? એમને મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્મામાં સમ્યગુજ્ઞાનને પ્રકાશ કેમ આવે, જ્ઞાન કેમ વધે અને જ્ઞાન કેમ ટકે. એનાથી આત્મકલ્યાણને માર્ગ કેમ ખુલે થાય અને એ આરાધના માટેને સમ્ય પુરૂષાર્થ ચાલુ રહે. આવા ઉદ્દેશથી શાસ્ત્ર ભણવા, સ્વાધ્યાય, ચિંતન, મનન આદિ ક્રિયાઓ કરવી જોઈએ. તે સ્વાધ્યાય તપ કહેવાય અને એનાથી કર્મોની નિર્જરા થાય. નહિતર એ સ્વાધ્યાય સ્વને અધ્યાય ન બને. સ્વાધ્યાયમાં સ્વને અનુલક્ષીને કામ કરવાનું છે. જે શાસ્ત્રાધ્યયન લેકપ્રસિદ્ધિ, વિદ્વતા, ઉત્કર્ષ, માન-સન્માન વિગેરે ઉદ્દેશથી થાય તે તે સ્વાધ્યાય નામના અત્યંતર તપમાં નહિ ગણાય, કારણ કે એમાં તે માત્ર લેકપ્રસિદ્ધિ અને વિદ્વતાનું લક્ષ રહેલું છે. તે કંઇ આત્મહિત રૂપ બનતા નથી. એ તે લેભષાય અને માનકષાય આદિ દ્વારા આત્માનું અહિત થાય છે. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે માત્ર ક્રિયા ઉપર જ ફળને આધાર નથી પણ સાથે ઉદ્દેશ પણ ભાગ ભજવે છે. જુઓ, હું તમને એક ન્યાય આપીને સમજાવું. - પેટમાં છરી ખેસવાની કિયા તે ખૂની પણ કરે છે ને ડોકટર પણ કરે છે, છતાં એકને
દેશ મનુષ્યના પ્રાણને નાશ કરવાનું છે જ્યારે બીજાને ઉદ્દેશ મનુષ્યનું દર્દ મટાડી પ્રાણની રક્ષા કરવાનું છે. એક જ કિયા હોવા છતાં આટલે બધે ફરક કેમ? બંનેનો ઉદ્દેશ જુદ છે માટે એવી શાસાયનની ક્રિયા સમાન હોવા છતાં જે આશય જુદે હેય તે ફળ જુદું મળે છે. શાસ્ત્રનું અધ્યયન અને સ્વાધ્યાયની સાધના મહાન છે પણ એને ઉદ્દેશ દુન્યવી માનપાન મેળવવા માટે ન હેવે જોઈએ અને એ સાધના કરતી વખતે આહારાદિ સંજ્ઞા કે અમેત્રી આદિ ભાવ મનમાં ન આવ જોઈએ. ખરાબ ભાવ એટલે મલીન આશય. મલીન આશય ઉંચી ધર્મસાધનાને મલીન બનાવી દે છે.
આપણે જેમકુમારની વાત ચાલતી હતી. જેમકુમારને પરણવાને આશય જુદો છે. દ્વારકા નગરીના મુખ્ય મુખ્ય માર્ગો ઉપરથી તેમની જાન રૂમઝુમ કરતી પસાર થઈ રહી છે.
આગે ચતુરંગી સેના ચાલે, પાછળ ઝુલતા હાથી આવે, ને મકમાર અંબાડીએ શોભે, દ્વારકા નગરી ચઢી હિલોળે, એદશ દશાર રાજા યાદવ સાથે જેની શોભા અપરંપાર મકમારની જાન આજે જાય છે રે લોલ