________________
શારદા સુવાસ
૬૩૫
શ્રીફળ આપ્યું. તે લઇને કૃષ્ણજી તુ ભેર દ્વારકા નગરીમાં આવ્યા. સમુદ્રવિજય રાજા પણ રાહ જોતા હતા કે મારા કૃષ્ણ કયારે આવશે? ત્યાં કૃષ્ણજી આવી પહાંચ્યા, એમના મુખ ઉપર આનંદ હતા. કૃષ્ણજીએ સમુદ્રવિજયના ચરણમાં નમન કરીને કહ્યું - કાકા! આપની કૃપાથી કામ સફળ કરીને આવ્યા છેં. ત્રણ ખંડના સ્વામી છે છતાં નમ્રતા કેટલી છે ! એમ ન કહ્યું કે હું જાતે ગયા તા કામ સફળ થયું.
કાકા ! સગાઈનું શ્રીફળ લાગૈા છું અને લગ્ન માટે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસ નક્કી કર્યાં છે માટે હવે ઝટ લગ્નની તૈયારી કરો. આપણે જાન જોડીને મથુરા જવાનું છે. બધી વાત કરી અને રાજેમતીના રૂપ ગુણુની પણ ખૂબ પ્રશ`સા કરી. સમુદ્રવિજય રાજા, શીવાર્દેવી રાણી આદિ સર્વને ખૂબ આનંદ થયા. આખા યાદવકુળમાં આનંદનું વાતાવરણુ છવાઈ ગયું, અને રમઝટ લગ્નની તૈયારીઓ થવા લાગી. માતા પિતા વિગેરે સંસારના મેહમાં મૂંઝાયેલા છે. એમને નેમકુમારને પરણાવવાના કોડ છે, ત્યારે તેમકુમાર વિરક્ત દશામાં મસ્ત છે. માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ત્રણુ જ્ઞાન સાથે લઈને આવ્યા છે. પાતે જાણે છે કે હું તીર્થંકર થવાનો છું, રાજેમતી સાથે મારા લગ્ન થવાના નથી, છતાં માતા પિતાનો વિનય સાચવવા એક શબ્દ પણ ખેલતા નથી. મૌનપણે અનાસક્ત ભાવે થાય છેતે જેવે છે. આવા તીર્થંકરના આત્માએ પણ વડીલેાનો કેટલા વિનય સાચન્યા છે ! જ્યારે આજના કરાઓ કેટલા ઉદ્ધૃત હાય છે તે દૃષ્ટાંત દ્વારા સમજાવું',
તે
એક નાના ગામડામાં ચાર માણુસનું કુટુંબ હતું. તેમાં એ માણસ અને દીકરા–દીકરી હતા. દીકરીનુ નામ સદ્ગુડ્ડા હતુ. જેવું નામ તેવા તેનામાં ગુણ હતા. તે ખૂખ શાણી ને ડાહી હતી. તે પરણીને સાસરે ગઈ. તેનો વિનય-વિવેક, ગુજી, પ્રેમાળ સ્વભાવ ઇત્યાદિ સદ્ગુણાથી તે આખા ઘરમાં સૌને વહાલી થઈ ગઈ. તેના ગુણ જોઈ ને તેના કાકાજીને થયુ' કે સદ્ગુણા આવી ગુણીયલ છે તે એનો ભાઇ મનેજ પણ આવા જ ગુણીયલ હશે ને? તા તેની સાથે આ ણી દીકરી પરણાવીએ. મનેજ અમદાવાદ કાલેજમાં ભણતા હતા તેથી સદ્ગુણાએ તેના માતા પિતા ઉપર આ બાબતને પત્ર લખ્યા. મા-ખાપે દીકરાને જણાવ્યું પણ મનેાજ જવાબ આપતે નથી. ત્રણ ચાર પત્રા ગયા ત્યારે તેણે જવાખ આપ્યા કે તમારે મારા લગ્નની ચિંતા ન કરવી. હું' મારું કરી લઈશ. આથી મા-બાપને ખૂબ આઘાત લાગ્યા ને તેને ઉપરાઉપરી પત્રો લખી રૂબરૂ તેડાવ્યે.
મનોજના મનમાં થયું કે આ લેાક મારુ' માથું ખાઈ જાય છે તે હું એક વાર જઈને રોકડો જવાબ આપી આવુ તે કટકટ કરતા બંધ થાય, એટલે મનેાજ માતાપિતાને મળવા માટે જવા તૈયાર થયેા. આ ખેડીગના સંચાલક ગૃહપતિ એક બાપ દીકરી હતા. મનોજને અચાનક જવા તૈયાર થયેલા જોઈને સંચાલક બહેને અચાનક જવાનું કારણુ પૂછ્યું' તેવી મનોજે વાત કરી એટલે સ`ચાલક બહેને કહ્યુ་-મનોજ! લગ્નની ખાખતમાં