________________
શારદા સુવાસ જિનસેનની પત્નીઓ ખૂબ કરિયાવર લાવી છે અને રામસેન તે સામંતની પુત્રીને પર છે એટલે સામાન્ય છે. આ સમાચાર સાંભળીને રનવતીના પેટમાં તે તેલ રેડાઈ ગયું. જિનસેનકુમાર તેની બંને પત્નીઓ સાથે પિતાની માતા જિનસેને મહારાણીના મહેલ તરફ ચાલે. એ ચાલે એટલે તેની પાછળ કરિયાવરની ગાડીઓ પણ જવા લાગી. રનવતી કહે છે માલની ગાડીઓ ક્યાં લઈ જાઓ છે? એ તે મારા શમસેનકુમારને કરિયાવરમાં આવી છે. એને બગીચામાં કયાં લઈ જાઓ છે? પણ એનું કેણ સાંભળે? એતે બકબક કરતી રહી ને જિનસેનની પાછળ બધું ગયું. જિનસેનકુમાર અને પુત્રવધૂ અને કરિયાવર સહિત બગીચામાં જિનસેના રાણીના બંગલે આવ્યું ને માતાના ચરણમાં પડે, પછી બંને પુત્રવધૂઓ મદનમાલતી અને ચંપકમાલા સાસુજીના ચરણમાં પડયા. સાસુએ અને પુત્રવધૂઓના માથે હાથ મૂકીને અંતરના આશીર્વાદ આપ્યા ને કહ્યું બેટા ! તમે બંને સુખી થાઓ. તમારું સૌભાગ્ય અખંડ રહે. પિતાના પુત્રની પુન્નાઈ અને આવી દેવકન્યા જેવી વહુઓને જોઈને જિનસેના રાણીનું હૈયું હરખાઈ ગયું. જિનસેનને પિતાની બંને વહુઓ પુત્રીઓ જેવી વહાલી લાગે છે. વહુઓ પગમાં પડી પણ તેની પાસે આપવાનું કંઈ ન હતું કારણ કે રાજાએ પહેરેલા કપડે કાઢી છે. કંઈ આપ્યું નથી, તેથી બંને વસ્તુઓને અંતરના આશીર્વાદ આપ્યા ને બધા આનંદથી રહેવા લાગ્યા.
ખુશી મેં ખુશી એક ઓર હુ, આયે જયમંગલ સરકાર, - નરનારી સબકે મન ભાયા, આનંદ હુઆ અપાર. * રનવતીના કલેશથી કંટાળીને ચાલ્યા ગયેલા જયમંગલ રાજા ઘણાં વખતે પિતાના નગરમાં પધાર્યા એટલે આખા નગરની જનતાને તેમજ બંને રાણીઓને ખૂબ આનંદ થયે. અને તેમનું ભવ્ય સાગત કરીને કંચનપુરમાં લાવ્યા, પિતાની ગેરહાજરીમાં પણ રાજ્યની વ્યવસ્થા બરાબર છે. જાણે રાજાને ખૂબ આનંદ થયે. તેમજ બને રાણીના પુત્ર પરણ્યા તે જાણીને વિશેષ આનંદ થયે અને પ્રધાનને શાબાશી આપીને કહ્યું પ્રધાનજી! તમારી બુદ્ધિ ઘણી તીવ્ર છે ને તમને ધન્યવાદ છે કે મારી ગેરહાજરીમાં પણ તમે આટલી સુંદર રાજ્યની વ્યવસ્થા કરી છે. તમારે જેટલે ઉપકાર માનું એટલે ઓછો છે. રાજાએ પ્રધાનને મોટું ઈનામ આપ્યું.
ઈર્ષાળુ રત્નાવતી:- આ તરફ જિનસેનકુમારના લગ્ન થયા અને થડા દિવસ પછી બંને કુમારીઓને પિયરથ તેડવા આવ્યા, તેથી તે પિયર ગયા. હવે જિનસેનકુમાર અવારનવાર પિતાજી પાસે જતે અને રાજ્ય સબંધી કાર્યો પણ કરતે, તેથી રાજાને તેના ઉપર ખૂબ પ્રેમ વળે, ને રાજ્યમાં જિનસેનકુમારની ખૂબ પ્રશંસા થવા લાગી. સાથે જિનસેના રાણીની પણ પ્રશંસા થવા લાગી. પણ રનવતી કે રામસેનની કઈ પ્રશંસા કરતું નથી, એટલે તે ઈર્ષાની આગમાં બળવા લાગી અને રાજાને કહે છે નાથ ! આ રાજ્યમાં રહેવું મને ગમતું નથી, કારણ કે હું તમારી પટ્ટરાણું છું, છતાં કઈ મને ચાહતું નથી. સૌ જિનસેના અને જિનસેનને ચાહે છે. આ મારાથી કેમ સહન થા?