________________
શારદા સુવાસ અચલ, ધરણ, પૂરણ, અભિચંદ તથા વસુદેવ આદિ દશ દશાઓં વિગેરે સર્વ યાદના પરિવારથી ચારે બાજુ વીંટળાઈ રહ્યા હતા. જેમકુમારને એવી સુંદર રીતે શણગારવામાં આવ્યા છે કે કૃષ્ણજીના ગંધહસ્તિ ઉપર બેઠેલા મહારાજાના મુગટ ઉપર માણી શોભી ઉઠે છે તેના કરતા પણ તે અધિક શોભતા હતા. આ તે શણગાર સજાવ્યા છે પણ ભાવિના તીર્થકર તે વગર શણગારે સાદાવેશમાં પણ શોભી ઉઠે છે, કારણ કે આથી ત્રીજા ભવમાં એવી લગની લાગી હતી કે “સવિજીવ કરું શાસનરસી. સર્વજને શાસનરસી બનાવું તેમજ જન્મ-જરા અને મરણને દુઃખમાંથી મુક્ત કરાવીને હું તેમને શાશ્વત સુખના અધિકારી કેમ બનાવું એવી લગની લાગી હતી, તેથી તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. તીર્થંકરના પુણ્યમાં શું કમીના હેય ! એમના તેજમાં પણ શું ખામી હોય!
ભગવાનને તે સારાયે જગતના જીવેનો ઉદ્ધાર કરવાની લગની લાગી હતી, પણ તમને તે તમારા આત્માને ઉદ્ધાર કરવાની લગની લાગે તેય સારું. મીરાંબાઈને આત્મકલ્યાણ કરવાની કેવી લગની લાગી હતી ! એ મીરાં વેત સાડી પહેરતી હતી. બીજા વસ્ત્રા ભૂષણે પહેરતી ન હતી, છતાં કેવી શોભતી હતી! એને ભગવાનની ભક્તિમાં કેવી શ્રદ્ધા અને લગની હતી કે લેકે એને ગાંડી કહેતા પણ પ્રભુભક્તિમાં મસ્તાની બનેલી મીરાંને જગતની પરવા ન હતી. એને માટે ભક્તો પણ કહે છે કે
ગાંડીરે ગાંડીરે મીરાં એવી ગાંડી, ઝેરના કટોરા પીવા માંડી હે હે... હાથે પગે ઘુંઘરું બાંધી નાચવા લાગી. એના હૃદિયામાં શ્યામની લગની લાગી...હે... , નાચી નાચી રાતભર, શ્યામ મારું કામ કર (૨) મને રાખ તારા ચરણેની દાસી રે....એ...એ...ગાંડી રે.
મીરાને એના ભગવાન શ્યામ સુંદર ઉપર કેવી અતૂટ શ્રદ્ધા હતી કે પગે ઘૂઘરા બાંધીને એની ભક્તિમાં દિવાની બનીને રાતની રાત નાચતી હતી. એ મીરાને પિતાની બનાવવા માટે રાણાએ કેટલા વાના કર્યા, છેવટે મીરાંને મારી નાંખવા માટે સર્પના કરંડીયા મોકલ્યા. તે એની ભક્તિના પ્રતાપે સર્પ ફીટી ફૂલની માળા બની ગઈ. ઝેરના પ્યાલા મોકલ્યા તે શ્યામસુંદરની ભક્તિમાં તરબળ બનેલી મીરાં ઝેરને અમૃતની જેમ ગટક ગટક પી ગઈ તે ઝેરનું અમૃત બની ગયું. મીરાંની કેવી શ્રદ્ધા ને ભક્તિ હશે ! જો તમને પણ આવી શ્રદ્ધા જાગે તે બેડો પાર થઈ જાય. માણસ કંઈક તપ, જપ કે નિયમ કરે છે ત્યારે તેને કસોટી તે આવે જ છે, પણ કસેટીમાં સ્થિર રહેવાય તે કામ થઈ જાય. મીરાંએ કટીમાં પણ ભગવાનની ભકિત ન છોડી તે એની કેવી અખૂટ શ્રદ્ધા હશે!
આપણુ વીતરાગ શાસનમાં વિચરતા સંતની પણ કટી થઈ છે તેમને મરણત