________________
રૂપ૨
શારદા સુવાસ
પણાના નિર્વાહ કરવા માટે ગૃહસ્થના ઘરેામાંથી વહેારી લાવીએ છીએ, એટલે સંસારીની પાસેથી લાવેલી ચીજ પાછી સ`સારીને ન આપી શકીએ, હા, અમારા જે સાધુ ખની જા તે તને ખાવું હાય તેટલુ આપીએ. ખેલા, કબૂલ છે?
દુમકે કહ્યું ગુરૂદેવ ! ભૂખના દુઃખને શમાવવા આપ કહેા તે સાધુ થવા તૈયાર છુ. મારા સાધુ બનવાના ભાગ્ય જાગ્યા. ગુરૂદેવ ! મને આપના શિષ્ય બનાવે. ભૂખનું દુઃખ મટાડવા સાધુ બનવા તૈયાર થયા. ગુરૂએ એને વિધિપૂર્વક સાધુનો વેશ પહેરાવ્યેા. જ્યાં ભિખારીને વેશ ઉતારી સાધુના વેશ પડે ત્યાં રકના હાથમાં રત્ન આવ્યુ. હાય તેમ તેનું હૃદય નાચી ઉઠયુ, દ્રુમક ન્યાલ થઈ ગયા. એના મનના મારા થૈ થૈ નાચવા લાગ્યા. દીક્ષા વિધિ પતી ગઈ એટલે ગુરૂએ નવદીક્ષિત સાધુની સામે ગૌચરીના પાત્રા મૂકી દીધા ને કહ્યું તારાથી જેટલુ ખવાય તેટલું ખાઈ લે ને તારા પેટની આગ બૂઝાવ. હવે તું સાધુ બન્યા. બિલકુલ સ`કોચ ન રાખીશ, આણે ભૂખ મટાડવા જ દીક્ષા લીધી હતી. એક તા કદી મિષ્ટાન્ન ખાધુ ન હતું. બીજી ત્રણ દિવસના ભૂખ્યા હતા તેમજ ઘણા વિસાની ભૂખ ભેગી થઈ હતી તેથી ખૂબ ખાધુ એટલે ગભરામણ થવા લાગી, પેટમાં દુઃખવા લાગ્યું. આહાર કરીને માંડ માંડ ઉઠયા, પછી તેા ઉઠવા બેસવાની તાકાત ન રહી. આચાય ભગવત મધુ દૃશ્ય શાંતપણે નિહાળી રહ્યા હતા.
જ્ઞાની ગુરૂએ એનુ ભાવિ જોઈ લીધુ હતુ. એટલે એમને સૂવાડી દીધા. એમની અકળામણુ વધતી જતી હતી. ગુરૂએ સત્તાને કહ્યું નવદીક્ષિતની સેવા કરો. ગુરૂદેવની આજ્ઞાથી 'વિનયવ'ત સતા એમની સેવામાં લાગી ગયા. આચાય તેની પાસે બેસી પ્રેમથી તેના શરીરે હાથ ફેરવતા હતા તે કહેતા હતા કે હે શિષ્ય ! આ શરીર સાથે આ1વાનુ નથી. આ સસારમાં અરિહંત પ્રભુ સિવાય ખીજુ` કાઈનું શરણુ સાચું નથી. જીવન વીજળીના ચમકારા જેવુ' ક્ષણિક છે. આ કાયાની માયા કરવા જેવી નથી. એની છાયા યારે 'કેલાઈ જો એની ખબર પડતી નથી. તારા મહાન પુણ્યદયે તને આવું ઉંચું સાધુપણું મળ્યું છે. માટે સાવધાન રહેજે. ખીન્નુ કઇ ન આવડે તે નમા અરિહંતાણું' આટલુ મેલ્યા કરજે, આ પ્રમાણે દેવ મીઠી ને મધુરી વાણીથી એને સમજાવતા હતા.
આ સાધુતે ખેલવાની શક્તિ ન હતી પણ એની નજર સમક્ષ તેા ઉત્તમ ગુરૂદેવ અને ઉત્તમ સાધુપણું જ દેખાતું હતું. અહા ! મા ગુરૂદેવે મને સાધુપણું ન આપ્યું હોત તે મારી શી દશા થાત? આવા જ્ઞાની સતા મારી ખડે પગે સેવા કરે છે, શ્રીમતા શાતા પૂછે છે. આ બધે સાધુપણાના પ્રતાપ છે. ધન્ય છે સાધુપણાને ! અને મારા ઉપકારી ગુરૂદેવને ! મેં તે પેટની આગ બૂઝાવવા જ સાધુપણું લીધું છે છતાં કેટલા લાભ ! તે જેણે સમજીને લીધું છે તેનું તેા કલ્યાણ થઈ જાય. હવે એને ખાવાની