________________
શારદા મુવા મારા દુખનો તે પાર નથી. આવા જીવને જીવવા કરતાં ઝેર પીને મરી જવું સારું છે. બીજું જિનસેનકુમાર જ્યાં સુધી જીવતે રહેશે ત્યાં સુધી મારો રામસેન કેવી રીતે રાજ્ય કરી શકશે ? માટે એને તમે કઈ પણ રીતે મારી નાંખે. તે જ હું જીવીશ, બાકી મારે જીવવું નથી.
આ સાંભળીને મંગલ રાજા ક્રોધમાં આવીને કહે છે તમારે જીવવું હોય તે છે ને મરવું હોય તે ઝેર લાવી આપું. તમારા કલેશથી કંટાળીને તે હું ચા ગયે હિતે છતાં તમને ભાન થતું નથી ? મેં તમારું કહ્યું ઘણું કર્યું. મેં તમારા કહેવાથી ઈનામમાં આપેલી ચીજો પણ પાછી લઈ લીધી, અને નિર્દોષ જિનસેના રાણીને મહેલમાંથી કાઢી. હવે હું તમારું કહ્યું કરવાનું નથી. જિનસેન તે મારે રત્ન જે દીકરે છે. ભવિષ્યમાં એ રાજ્ય ચલાવશે. તારે રામસેન શું કરવાનું છે? એને રાજ્ય અપાવવા માટે જિનસેનને મરાવી નાંખવા તૈયાર થઈ છે પણ રામસેનને પૂછ તે ખરી કે એનામાં રાજ્ય ચલાવવાની ત્રેવડ છે? એક કન્યા પરણે તે પણ જિનસેનના પ્રતાપે પર છે, બાકી એને કેણે કન્યા પરણાવે તેમ છે ?
રાજાના વચન સાંભળીને રત્નાવતી તે ધ્રુજી ઉઠી. એના મનમાં થઈ ગયું કે હવે મહારાજા મારા ઉપર વિર્યા છે એટલે બેલતી જ બંધ થઈ ગઈને વાત બદલાવી નાંખી, પછી રાજાના ચરણમાં પડીને કહે છે સ્વામીનાથ ! આપની વાત સાચી છે. મારી ભૂલ થઈ ગઈ. જિનસેનકુમાર ઉપર તે આપણે બધો આધાર છે. મેં એના માટે આ વિચાર કર્યો ? નાથ ! હવે હું તેના ઉપર બિલકુલ દ્વેષ નહિ કરું. મારે જિનસેન દીર્ધાયુષ બને તેમ કહીને ખૂબ ગુણ ગાવા લાગી, આથી જયમંગલ રાજાના મનમાં થયું કે રત્નાવતી હવે સુધરી જશે. મહારાજાને ખૂબ આનંદ થયો. રત્નાવતી અવારનવાર જિનસેનને પિતાના મહેલે બેલાવીને મીઠી મીઠી વાત કરવા લાગી. આ જોઈને રાજાને વિશેષ આનંદ થયે, ઉપરથી પ્રેમ બતાવતી રત્નાવતી હવે શું કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૯ ભાદરવા વદ અમાસ ને રવીવાર
તા. ૧-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી, પરમ તારક, અરિહંત ભગવંતે જગતના સર્વ જીવોના કલ્યાણ માટે શાસ્ત્રમાં ધર્મનું શુદ્ધ સ્વરૂપ બતાવ્યું છે. તેમાં પણ સર્વ ત્યાગમય શમણુધર્મની પ્રધાનતા બતાવી છે. અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે, અને તે ધર્મનું સંપૂર્ણ પ્રકારે સાધુ મહાત્માઓ પાલન કરી શકે છે, અહિંસા અને સંયમના પાલન સાથે