________________
શારદા સુવાસ
(૩૭ તેનું અંતર લેવાઈ ગયું. પિતાની ભૂલ સમજાણી. તેણે બારણું ખખડાવ્યું. દરવાજે ખુ. મા-બાપ વિચાર કરતા હતા ત્યાં દીકરે આવી ગયે. મને જે માતા પિતાના પગમાં પડી આંસુની ધાર વહાવી થયેલી ભૂલ અને પિતાની ઉદ્ધતાઈની માફી માંગી. છેવટમાં સત્યના પંથે વળતા મા-બાપને સંતોષ થશે.
નેમકુમારના લગ્નની તૈયારીઓ થઈ રહી છે, બધાને આનંદ છે. જ્યારે નેમકુમાર અનાસકતભાવે બધું જોયા કરે છે. હવે જાન કેવી રીતે જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ગઈ કાલે સવારે વ્યાખ્યાન પૂરું થયા બાદ મુળચંદભાઈ સંઘવી એક સમાચાર લઈને આવ્યા. તે સમાચાર આપતા પહેલા તેમના મુખ ઉપર કંઈ અઘટિત વાત હશે એમ છાયા તરવરતી હતી. દુખિત દિલે તેમણે કહ્યું , મહાસતીજી! શ્રીયુત રસીકલાલ હરીલાલ ઝવેરી આજ સવારે પણ દશ વાગે સ્વર્ગવાસ થયાના સમાચાર આવ્યા છે. આ સાંભળતા એમ થયું કે શું જીવનદીપક આમ જ બૂઝાઈ જાય છે? મારા બંધુઓ ! હું તમને વધુ શું કહું? રસીકભાઈને આત્મા ખૂબ સરળ અને ભદ્રિક હતે. તેઓ જૈન ધર્મમાં ચુસ્ત શ્રદ્ધાવાળા હતા. દરરોજ સામાયિક કરવાને તેમને નિયમ હતે. કંદમૂળને સદંતર ત્યાગ હતું. સાધુ સાધ્વીને દેખે ત્યાં તેમનું હૈયું હર્ષથી નાચી ઉઠતું હતું. તેઓ દાનમાં ગુપ્ત દાનેશ્વરી હતા. એમની પાસે ગયેલ માનવ કયારે પણ પાછો ફર્યો નથી દુખીના આંસુ લૂછનાર હતા. તેઓ પાંચ ભાઈનું કુટુંબ છે. ખરેખર એ પવિત્ર માતા એ પાંચે પુત્રોને જન્મ આપીને ધન્ય બની છે, કારણ કે પાંચે ભાઈઓમાં ખૂબ સં૫, એકતા અને ધર્મલાગણી છે. તેઓની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને લાગણીનું જેટલું કહું તેટલું ઓછું છે. એ મારા જાત અનુભવની વાત છે. તા. ૧૭–૯-૭૮ ના રોજ ચાર મહાસતીજીના પારણા હતા ત્યારે રસીકભાઈ અને અ. સૌ. સુભદ્રાબહેન બંને આવ્યા હતા. કહ્યું છે ને કે ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે? તે રીતે રસીકભાઈ તા. ર૭મી ના સવારમાં ઉઠયા ત્યારે કોઈ ન જાણતું હતું કે હમણું શું બનશે? પિતાનો નિત્ય નિયમ બધે રજની માફક કર્યો અને એકાએક સવારે પોણાદશ વાગે બે મિનિટમાં હાર્ટના હુમલાથી રસીકભાઈ સમૃદ્ધ અને ભરેલા કુટુંબ પરિવારને રડતા કકળતા મૂકીને પળવારમાં સ્વર્ગના પંથે ચાલ્યા ગયા. ખરેખર, આવા મૃત્યુ દરેકને જાગૃત કરે છે કે ક્ષણનો ભરોસે રાખ્યા વિના જીવન સાધના કરી લેવી, કારણ કે ઘડી પછી શું થવાનું છે તે આપણને ખબર નથી રસીકભાઈની જૈન સમાજમાં ખૂબ ભારે પેટ પડી છે. # શાંતિ,