________________
૬૩૬
શારા સુવાસ
તે માતા-પિતા કે સગા સ્નેહીની પસંદગી પ્રમાણે કરવું જ નહિ. પિતાની પસંદગી પ્રમાણે કરવું. મા-બાપની ઈચ્છા મુજબ કરવાથી હું દુઃખી થઈ ગઈ છું. મનેજને જોઈતું હતું તે મળી ગયું, અને વિચાર્યું કે તેઓ જે કન્યા પસંદ કરે તેની સાથે મારે પરણવું નથી. મને જે કન્યા ગમશે તેની સાથે હું લગ્ન કરીશ. એમ મગજમાં પાકું નક્કી કરીને ઘેર જવા નીકળે.
હવે ગાડીમાંથી ઉતરી બસમાં પિતાને ગામ જવાનું હતું તેથી બાકડા ઉપર બેઠે ને વિચારે છે કે મારે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું છે કે ફરીથી કકળાટ ન રહે. આમ વિચારમાં મગ્ન છે ત્યાં બસ આવીને ચાલી ગઈ પછી ભાઈને ખબર પડી એટલે નિરાશ થઈ ગયે. હવે શું કરું? ત્યાં એક પવિત્ર પ્રાગજીભાઈ નામે માણસ આવ્યું. એણે મને જને ચિંતાતુર જઈને પૂછ્યું કે ભાઈ! તું કેણ છે? મને જે બધી વાત કરી, એટલે પ્રાગજી ભાઈએ કહ્યું એવા કયા ઉંડા વિચારમાં પડી ગયું હતું કે બસ આવીને ગઈ તેની પણ ખબર ન રહી! મને જે પિતાના મનની વાત કરી, ત્યારે પ્રાગજીભાઈએ કહ્યું –ભાઈ ! તારા માતા પિતા તારા દુશમન થેડા જ છે? એ તે તારા હિત માટે જ કરે છે ને? જો તું તારા માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ પરણશે ને પછી કંઈ થશે તે તારા માતા-પિતા તારી વાત નહીં સાંભળે અને જેની સાથે તું પરણીશ એ પણ તારાથી દબાશે નહિ ત્યારે તું શું કરીશ! બરાબર વિચાર કર. જે માતા-પિતાએ દુઃખ વેઠીને તને ભણા, તારા હિત માટે સારા ઘરની કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છે છે ત્યારે તું એમની આટલી જ કદર કરે છે? પ્રાગજીભાઈની વાત સાંભળીને મજકુમારનું મન જરા ઢીલું પડ્યું. પ્રાગજીભાઈ એને પિતાને ઘેર લાવ્યા અને ચા પાણું પીવડાવ્યા, જમા ને પ્રેમથી પિતાને ઘેર રાખે.
“પ્રાગજીભાઈની શિખામણથી મનેજના સુધરેલા વિચારે - પ્રાગજીભાઈને ઘરમાં એમના વૃદ્ધ માતા-પિતા હતા. પ્રાગજીભાઈ એમના માતાપિતાની ખૂબ સેવા કરતા હતા. એમના પડયા બેલ ઝીલતા હતા. આ જોઈને મને જના મનમાં થયું કે આ પ્રાગજીભાઈ માતા-પિતાની કેટલી સેવા કરે છે ત્યારે હું કેટલે ઉદ્ધત છું કે માતા પિતાની સેવા કરવાની વાત તે દુર રહી પણ એમની લાગણીની પણ કદર કરી શકતું નથી. પ્રાગજીભાઈ રાત્રે બાર વાગ્યા સુધી આ મને જકુમાર સાથે બેઠા ને માતા-પિતાને આપણું ઉપર કે ઉપકાર છે, એમને માટે આપણે શું શું કરવું જોઈએ તે બધી વાત સમજાવી અને માતા પિતા પ્રત્યેનું પ્રાગજીભાઈનું વર્તન નજરે જોયું એટલે તેનું હૃદય પલ્ટાઈ ગયું ને બીજે દિવસે બસમાં પિતાને ગામ આવી પહોંચે.
આ તરફ તેના માતા-પિતાએ ખૂબ રાહ જોઈ કે આપણે મને જ આજે આવશે, અને જે મને જ આપણું કહ્યું ન કરે અને બીજી કેમની કન્યા પરણે તે આપણે બંને ઝેર પીને મરી જશું. આ રીતે બંને વાત કરે છે તે બારણે ઉભેલે મને જ સાંભળે છે.