________________
શારદા સુવાસ
૬૩૧ નકર ચાકર અને રઈને રજા આપવી પડી. છોકરાઓ પણ છૂટા થઈ ગયા. એક નાનકડી ભાડૂતી રૂમમાં રહેવાનો વખત આવ્યું. માંડ માંડ પેટ પૂરતું ખાવા મળે છે. કેઈ વખત ભૂખ્યા પણ રહેવું પડે છે. આવા દુઃખના સમયે કેઈ તમને પૂછે કે ભાઈ! કેમ છે? તે તમે શું કહેશે? અરેરે....શું વાત કરવી? માથે દેવું ખૂબ વધી ગયું છે. જ્યાં જાઉં છું ત્યાં લેકે મને આંગળી ચીંધે છે, હડધૂત કરે છે. ઘરમાં કંઈ નથી ને બહાર પણ કંઈ સત્કાર સન્માન નથી. મરેલા જેવું જીવન જીવી રહ્યા છીએ, આ સંસારમાં કંઈ સાર દેખાતું નથી. ખરેખર આ સંસાર દુઃખમય જ છે.
જરા વિચાર કરે. પાંચ સાત વર્ષ પહેલા સુખમય લાગતે સંસાર પછી દુઃખમય કેમ લાગ્યો ? અહીંયા કહેવું જ પડશે કે સંસાર ઉપર ઢંકાયેલી પુણ્યની ચાદર ખસી ગઈ અને સંસાર જે હતું તેવા મૂળ સ્વરૂપે ખુલે થઈ ગયે. હવે સમજે. સંસાર તે જે પાંચ વર્ષ પહેલા હતા એ જ આજે છે. એમાં કંઈ ફેરફાર થ નથી છતાં એ વખતે સુખમય લાગતું હતું તે આજે દુઃખમય કેમ લાગવા માંડ? કયું તત્વ ખૂટી ગયું? તે તમારે કહેવું પડશે કે સુખ. વિચાર કરે કે સુખ કેમ ખૂટયું? પુણ્ય ખૂટ્યું એટલે સુખ ખૂટયું. પુણ્ય કેમ ખૂટ્યું? ધર્મને નેવે મૂકી દીધે માટે. આ ઉપરથી સમજી શકાય છે કે સુખ આપનાર સંસાર નહિ પણ પુણ્ય છે અને પુણ્યની કમાણી કરી આપનાર ધર્મ છે. બાકી સંસાર એના મૂળ સ્વરૂપે તે દુઃખમય જ છે. પુણ્યની ચામડી ચળકતી હોય ત્યાં સુધી સંસાર રૂપી શરીર રૂડુ ને રૂપાળુ દેખાય છે પણ જે દિવસે એ ચામડી ઉતરી જશે તે દિવસે તમને સંસાર બિહામણે અને ભયંકર લાગશે. એને જોતાં જ તમે પિકાર કરીને કહેશે કે ખરેખર ! આ સંસાર અસાર છે. એમાં રાચવા જેવું નથી. આટલા માટે જ્ઞાની પુરૂષ મનુષ્યને જાગૃતિને નાદ કરતાં કહે છે કે સંસાર દુઃખમય છે ને ધર્મ સુખમય છે, માટે જે સાચું સુખ જોઈતું હોય તે ધર્મના શરણે આવે. ધર્મ વિનાં ત્રણ કાળમાં સંસારમાં સુખ મળવાનું નથી, આટલા માટે મહાનપુરૂષે સંસારને ત્યાગ કરીને સંયમના પંથે ચાલ્યા જાય છે.
આપણા અધિકારમાં ઉગ્રસેને કહ્યું કૃષ્ણજી! રાજેમતી આદિ સર્વેની સંમતિ મળવાની જ છે. મને શ્રદ્ધા છે. તે સંમતિ મળ્યા પછી આપે મારી બીજી એક માંગણીનો સ્વીકાર કરે પડશે. કૃણે કહ્યું–બલે, એમાં સંકેચ શા માટે રાખે છે ?
अहाह जणओ तीसे, वासुदेव महिड्डियं । इहा गच्छउ कुमारो, जासे कन्नं ददामिहं ॥ ८॥
કૃષ્ણજીએ રામતીની માંગણી કરી ત્યારે તેના પિતા ઉગ્રસેન રાજાએ વિપુલ સમૃદ્ધિના સ્વામી ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને કહ્યું કેમકુમાર અહીં પરણવા માટે પધારે તે 'હું કન્યા તેમને આપું એટલે કે તેમની સાથે પરણાવું.