________________
શારદા સુવાસ
ત્રિકાળદર્શી તીર્થકર ભગવંતે મેહનિદ્રામાં પહેલા ઇવેને જાગૃત કરતા કહે છે કે અહીં ભવ્ય જીવો! તમે જેની માયાજાળમાં ફસાઈને આત્મસ્વરૂપનું ભાન ભૂલી ગયા છે તે સંસાર અસાર છે. તેમાં ફસાવા જેવું નથી, કારણ કે સંસાર ઉપરથી એટલે તમને સેહામણે લાગે છે તેટલે જ અંદરથી બિહામણું છે. અંતરના ઉંડાણમાંથી જે આપણે વિચાર કરીશું તે સમજાશે કે આપણું આ શરીર અને સંસારે બંને સરખા છે. જેવું શરીર છે તે જ આ સંસાર છે. આ શરીર આપણને ઉપરથી રૂડું, રૂપાળું અને રંગીલું દેખાય છે પણ અંદર દૃષ્ટિ કરીએ તે શું ભર્યું છે? લેહી, માંસ, હાડકા સિવાય બીજું કંઈ છે? એ આપણને જેવું પણ ગમે ખરું? “ના. એવી રીતે આ સંસાર પણ ઉપરથી ભલે તમને રૂડે, રૂપાળો ને રંગીલે દેખાતે હેય પણે એમાં ઉંડા ઉતરીને જેનારા અને અનુભવનારા તે એના ત્રાસથી ત્રાહિ ત્રાહિ પિકારીને બહાર નીકળી ગયા છે. તમે પણ ઘણીવાર સંસારથી ત્રાસી જતા હશે પણ મેહ એ ભયંકર છે કે તેમાંથી બહાર નીકળવાનું મન થતું નથી.
- આ શરીરની શોભા એની ચામડીથી છે. ચામડી રૂડી રૂપાળી ને રંગીલી હોય તે શરીર પણ રૂડુ-રૂપાળું ને રંગીલું દેખાય છે. સૌ એને જેવા ઇચ્છે છે. એને શણગારે છે, એની પ્રશંસા કરે છે ને એને સ્પર્શ કરે છે પણ જે ચામડી કાળી ને ખરબચડી હોય તે કોઈ એને જેવા કે સ્પર્શ કરવા ઈચ્છતું નથી. કેઈએની પ્રશંસા કરતું નથી. આ રીતે જેમ શરીર ચામડીથી શેભે છે તેમ સંસાર પણ એના ઉપર ઢંકાયેલ પુણ્યની રેશમી ચાદરથી શેભે છે. શરીર ઉપરથી ચામડી ઉતારી લેવામાં આવે તે પછી શરીર કેવું બિહામણું અને ભયંકર લાગે છે ! તેમ આ સંસાર ઉપરથી પુણ્યની ચાદર ખસી જાય પછી જુઓ કે સંસાર પણ કે ભયંકર અને બિહામણું લાગે છે? તમને બધાને સંસાર સારે કેમ લાગે છે? તેનું કારણ એક જ છે કે સંસાર પર હજુ પુણ્યનું બેડુંઘણું * સામ્રાજ્ય છવાયેલું છે. પુણ્યવાનના પુણ્ય જીવતા છે ત્યાં સુધી આનંદ, બાકી પુણ્યની
ચાદર ખસી એટલે પુણ્ય ખતમ થયું એ જ દિવસે સુખ પણ ખતમ થશે અને જે દિવસે સુખ ખતમ થશે એ દિવસે સુખમય દેખાતે સંસાર પણ ખતમ.
દેવાનુપ્રિયે ! આજે તમારી પાસે લાખ રૂપિયા છે, સુંદર મઝાનો રાજભવન જે બંગલે છે, બંગલાના દરવાજે ચાર ચાર કાર ખડી રહે છે, બજારમાં પેઢી પણ ધમધેકાર ચાલે છે, લેકેમાં પણ માન-પ્રતિષ્ઠા અને મે સારો છે. આ વખતે તમને કઈ પૂછે કે - ભાઈ! કેમ છે? તે વખતે તમે શું કહેશે? ખૂબ મઝા છે, ખૂબ આનંદ છે, એમ જ કહેશે ને? આ સમયે તમને અમારા જેવા ત્યાગીઓ કહે કે ભાઈ ! આ સંસાર અસાર છે, દુઃખમય છે, એને છોડવા જે છે તે આ વાત તમારા ગળે નહિ ઉતરે. અરે ! તમે સાંભળવા પણ નહિ ઉભા રહે. એમ જ કહેશે કે સાધુઓને ધધ શું છે? પણ આ જ વાતને પાંચસાત વર્ષો વીતી ગયા પછી પેઢીએ દેવાળુ કાવ્યું, બંગલે ગીરવે મૂકવાનો વખત આવ્ય, મોટો વેચી દેવી પડી,