________________
પ
શાહે અવારી આગેવાન બનાવીને જાનમાં મિકલ હેય તે જ અમારે બધાએ જવું છે. બાકી અમારે. કેઈને જવું નથી, એટલે રાણીને વધુ ક્રોધ ચઢયે ને આંખ લાલઘૂમ થઈ ગઈ ક્રોધથી ધમધમીને પ્રધાનને કહે છે કે તમારે જાનમાં જવું હોય તે જાઓ નહિતર જહાનમમાં જાઓ. મારે તમારું કેઈનું કામ નથી. હું ન પ્રધાન શોધી લાવીશ. હું રાજાની પટ્ટરાણ છું. આખા કંચનપુરમાં મારી આણ વર્તે છે ને તમે મને એમ કહેનારા કેણુ? તમે મને કંઈ નહિ કહી શકે. જે કહેશે તે તમારા ઘરબાર લૂંટાવી લઈને તમને ભિખારી બનાવીને ગામ બહાર કઢાવી મૂકીશ. અત્યારે મારી ફુલ સત્તા છે. હું ધારું તે કરી શકું છું. રાણીના આવા કટુ શબ્દો સાંભળીને પ્રધાને કહ્યું કે મહારાણી ! તમે આ શું બેલી રહ્યા છે ? તમે જે બેલે તે બરાબર વિચારીને બેલે. આ શબ્દ તમારા મુખમાં શેભે છે? જે તમને અભિમાન હોય તે બીજે પ્રધાન શોધી લાવે. હું અહી એક મિનિટ ઉભું રહેવા માંગતે નથી પણ મને મહારાજા રાજ્ય સંભાળવાનું કહી ગયા છે એટલે તમે ગમે તેમ કરશે તે પણ હું જવાનું નથી. હું જોઉં છું કે તમે કેને જહાનમમાં મોકલે છે ને કેને પ્રધાન બનાવે છે. આ રાજ્ય આટલું વ્યવસ્થિત ચલાવવાની કેની તાકાત છે? તમે મારી સામે ગમે તેમ બેલે છે. જરા તે શરમાએ.
હુકમ ચલાએ રાજાજી પે, માંયે ચાલે નાંય,
સીધી તરહ સે બેલિ સરે, નહીંતર બેલ નાંય, તમારે વટહુકમ રાજા ઉપર ચલાવજે, મારા ઉપર નહીં, તમે રાજા ને ગમે તેમ ચઢાવીને જિનસેનને મહેલમાંથી કઢાવી અને રાજાએ કાચા કાનના બનીને તમારી વાત સાંભળી પણ હવે તે રાજાની આંખ પણ ખુલી ગઈ છે. સમજ્યા ને ? રાજા જેટલી મારી વાત માને છે તેટલી તમારી માનતા નથી, છતાં અભિમાને ચઢીને ફૂટેલું ઢેલ જેમ ડબલ અવાજ કરે તેમ તમે પણ ઢેલની જેમ વાગી રહ્યા છે. મારી સાથે વાત કરવી હોય તે સીધી રીતે વિચારીને કરે. જે બેલતાં ન આવડે તે મૌન રહે. હું કંઈ તમારે સામાન્ય નેકર નથી. આખા રાજ્યને સંચાલક છું. મારી સાથે સભ્યતાથી વાત કરે. નહિતર હું આ ચાલ્યા.
પ્રધાને તે રાણીને બરાબર ખખડાવી એટલે મામલે તંગ બન્ય, તેથી રામસેનના પગ ધ્રુજવા લાગ્યા કે જે પ્રધાન રીસાઈને ચાલ્યા જશે તે બધે વહીવટ કેણ ચલાવશે? આથી રામસેન એની માતાને કહે છે બા ! તું પ્રધાનજી સામે શા માટે ઝઘડો કરે છે? છેટે બકવાદ શા માટે કરે છે ? આ તારી તલવારની ધાર જેવી જીભ હમણાં બધું કામ બગાડી નાંખશે, માટે તું તારી લૂલીને વશ રાખ. તારી જીભમાં મીઠાશ જ નથી એટલે તું કેઈને પ્રેમ જીતી શકતી નથી. એથી બધા નારાજ થાય છે. જે બધા જતા રહેશે તે મને પરણાવવા કોણ આવશે? માટે તું શાંતિ રાખ.