________________
શારદા સુવાસ
૧૯ કરવા લાગ્યા કે આ કુમાર મારી દીકરી ચંપકમાલાને બધી રીતે ચગ્ય છે. જે રાણી અને કુંવરીને પસંદ પડી જાય તે આના જેવું ઉત્તમ શું ? આ વર શેધવા જઈશું તે પણ મળવાનો નથી. આમ વિચાર કરીને માધવસિંહ મહારાજા કહે છે હે જિનસેનકુમાર! તમારે જે મને જાનમાં લઈ જવું હોય તે તમે મારા આમંત્રણને સ્વીકાર કરે પછી હું આવીશ. જિનસેન કુમારે પૂછયું બેલે, આપની શું ઇચછા છે? તે કહે છે કે આજે જાનને મારે ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકારે. જિનસેને કહ્યું અમારે વિજયપુર પહોંચવાનું છે માટે અત્યારે નહીં વળતા આવીશું, પણ માધવસિંહ રાજાએ ખૂબ આગ્રહ કર્યો એટલે આમંત્રણને સ્વીકાર કરવો પડે.
માધવસિંહ રાજાએ જાનને જમાડવા માટે જાત જાતના અને ભાતભાતના મિષ્ટાને બનાવ્યા, ફરસાણ, શાક, રાયતા વિગેરે બનાવ્યા. જે જે મન ના થઈ જાય. (હસાહસ) જનનું સ્વાગત કરીને ચંપાપુરમાં લાગ્યા. રાજાને હર્ષ સમાતું નથી. નગરજને પણ જિનસેનકુમારને જોઈને કહે છે કે ખરેખર આ કુંવર આપણી કુંવરીને યોગ્ય છે. આ હાલ ચાલીને જમાઈરાજ ઘરઆંગણે આવ્યા છે. આ તરફ માધવસિહ ર જાની રાણું અને કુંવરીને ખબર પડી કે આ જાનમાં એક કુમાર આવે છે તે રૂપ અને ગુણનો ભંડાર છે. એની વાણી તે જાણે અમૃત જેવી મીઠી છે, ને સાગર જે ગંભીર છે. એનું રૂપ તે જાણે બીજે કામદેવ જોઈ લે. આ સમાચાર સાંભળી આ રાજાની કુંવરી ચંપકમાલાને એ કુમાર જેવાનું મન થયું. ચંપકમાલા પણ રૂ૫, ગુણ અને સર્વ પ્રકારની કળાઓમાં પ્રવીણ હતી. ધર્મની પણ ખૂબ અનુરાગી હતી.
જિનસેનની કરેલી માંગણું - ચંપકમાલાએ કઈ પણ યુક્તિથી દાસી દ્વારા જિનસેનને પિતાના મહેલે લાવીને બરાબર જોઈ લીધે, અને નક્કી કર્યું કે આ પુરૂષ બરાબર મને એગ્ય છે. તેણે નિશ્ચય કર્યો કે પરણું તે જિનસેનકુમાર સાથે જ. બાકી દુનિયાના સર્વ પુરૂષે મારા માટે ભાઈ અને બાપ સમાન છે. આ વાત દાસીએ રાણીને જણાવી, એટલે રાણીએ રાજાને બોલાવીને કહ્યું સ્વામીનાથ ! આ જમાઈ ગોતવા જઈશું તે નહિ મળે. આ કુંવરીના ભાગ્યે ઘેર બેઠા ગંગા આવી છે તે અવસર ચૂકશે નહિ. આપણી ચંપકમાલાને જિનસેનકુમાર સાથે પરણાવી દઈએ. આથી રાજાને ખૂબ આનંદ થ અને જિનસેનકુમારને ખાનગીમાં પિતાની ઈચ્છા જણાવી પણ જિનસેનકુમારે કહ્યું હમણાં તે મારા ભાઈનાં લગ્નમાં જાઉં છું. માધવસિંહ રાજાએ કહ્યું પણ એમાં તમને શું વધે છે? આ જાન જમવા આવી છે. લગ્ન જે જ જમણવાર કર્યો છે. બધું કામ પતી જશે પણ જિનસેનકુમારે કહ્યું મારી ઈચ્છા નથી પણ તમારે અત્યંત આગ્રહ છે તે વળતા જઈશું. માધવસિંહ રાજાએ વચનથી બાંધી લીધે. ખૂબ સારી રીતે જાનને જમાડી, આદર સત્કાર કરી વિદાય કરી. હવે જાન વિજયપુરના પાદરમાં પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.