________________
શારદા સુવાસ
૬૨૭. હૈયા હર્ષના હિલેળે ચઢયા ને સૌના મનમાં થયું કે આપણા કુંવરીબા મદનમાલતીને વરે કેવા છે તે આપણે જોવા જઈએ. નગરજનોના ટોળેટેળા જમાઈને જોવા માટે જવા લાગ્યા. મદનમાલતીની દાસીઓ અને સખીઓ પણ વરને જોવા માટે આવી. આગળના વખતમાં કન્યાએ વરને ન જોયો હોય અને વરે કન્યા ન જોઈ હોય એટલે એકબીજાને જેવાની ઇતેજારી ખૂબ રહેતી પણ આજે તે શું છે? તમે સમજી ગયા ને? બધા લકે રામસેનકુમારને જોઈને કહેવા લાગ્યા કે અરે, આ જમાઈ હોય? જમાઈને યોગ્ય તે આગેવાન છે તે છે.
સત્ય વાતનું થયેલું દર્શન - મહારાજા ચંદ્રસેને મહેલમાં આવીને પુરોહિતને બેલાવીને પૂછ્યું પુરેડિતજી! તમે સગાઈ કરવા માટે ગયા હતા ને! પુરોહિતે કહ્યું, હા. તે તમે મારી કુંવરીની સગાઈ કેની સાથે કરી આવ્યા છે તે મને સત્ય કહે જે ખોટું બોલશે તે જાનથી મારી નાંખીશ. રાજાને ગુસ્સો અને જુસ્સ જોઈને પુરહિતજી તે થરથર ધ્રુજવા લાગ્યા. શરીરે પરસેવાના છેદ છેદ વળી ગયા. બેલતાં જીભ થવાય છે પણ રાજાને જવાબ આપ્યા વિના છુટકે નથી, એટલે કહે છે મહારાજા ! અમે તે જિનસેન સાથે સગાઈ કરવા ગયા હતા પણ અમને જિનસેનકુમાર કેઈએ બતાવ્યા નહિ, અને રનવતી રાણીની દાસી અમને એના મહેલે લઈ ગઈ એ જિનસેનના ખૂબ અવર્ણવાદ બેલી અને રામસેનની પ્રશંસા કરીને એણે અમને પાંચસો સેનામહોર આપી એટલે લાલચમાં અમે રામસેન સાથે સગાઈ કરી આવ્યા છીએ. સાહેબ! અમારાથી ભૂલ થઈ છે. અમને માફ કરો. રાજા કહે માફ કેવી રીતે કરું? તમે તે મારી દીકરીને ભવ બગાડે. હવે તમને જીવતા નહિ મૂકે. આ સમયે પ્રધાને કહ્યું મહારાજા! અત્યારે પુરેહિત ઉપર ગુસ્સ કરવાથી કંઈ વળે તેમ નથી. એને પછી શિક્ષા કરજે, પણ હમણાં તે બગડેલી બાજી સુધારવાની વાત કરે.
જિનસેન સાથે લગ્ન કરવા કરેલે કિમિ - રાજા પૂછે છે પ્રધાનજી!હવે શું કરવું? પ્રધાને કહ્યું સાહેબ ! હજુ આપણું કંઈ બગડી ગયું નથી. આપણે ક્યાં રામસેન સાથે કન્યા દીધી છે? આપણી મદનમાલતીને જિનસેનકુમાર સાથે જ પરણાવવી, રામસેન સાથે નહિ. આપણે જાનનું સામૈયું કરીને નગરમાં લાવવી અને જ્યારે જમાઈ તેરણ પર પાંદડું તેડવા આવે ત્યારે તમે બધા તલવાર લઈને ઉભા રહેજે ને એને પાંદડું તેડતાં અટકાવીને કહેજે કે અમે જિનસેનકુમારને કન્યા પરણાવીશું. રામસેનને નહીં પરણાવીએ. અમે સગાઈ જિનસેન સાથે કરી છે પણ આ તે કપટ થયું છે એમ સ્પષ્ટ શબ્દોમાં કહી દેશે. આ પ્રમાણે સૂચના કરીને રાજા પ્રધાન બધા જાનનું સામૈયું કરવા ગયા. ધામધૂમથી જાન નગરમાં આવી. વરરાજા તોરણ નજીક પહોંચ્યા ત્યાં તે સૈનિકે જાનને રેકીને તલવાર લઈને ઉભા રહ્યા એટલે ખળભળાટ મચી ગયે કે લગ્નના માંડવામાં આ ધમાલ શેની છે ?