________________
શારા સુવાસં .
૬૨૫ સાક્ષાપ્રતિમા સમાન આ રામતી બધી રીતે મારા લઘુબંધવા નેમકુમારને ગ્ય છે. આજ સુધી મેં આવું સૌંદર્ય અને આવા ગુણોથી યુક્ત કન્યા જોઈ નથી. રાજેમતીને જોઈને કૃષ્ણનું મન ઠરી ગયું. વળી તે રાજેમતી કેવી હતી? “સવ સવળ કંપન્ના, વિષ્ણુ સોયામણી માં ”
તે સુશીલ, સુનયના અને સ્ત્રીઓના સર્વોત્તમ લક્ષણેથી સંપન્ન હતી. તેની કાન્તિ તે સૌદામિની જેમ મનોહર અને વિદ્યુત એટલે વીજળી જેવી મનોહર હતી. જેમ ઘમઘેર અંધકારમાં વીજળીનો ઝબકારો થાય ત્યારે કે પ્રકાશ...પ્રકાશ પથરાઈ જાય છે તે રાજેમતીના શરીરનો પ્રકાશ હતો. જેમ કિંમતી રત્નમણી ઉપર સૂર્યના કિરણે પડે છે ત્યારે એ રત્ન ઝળહળી ઉઠે છે અને તેમાંથી તેજના કિરણે બહાર નીકળે છે. એ રન જ્યાં પડ્યું હોય તે સ્થાન પણ તેજના કિરણેથી ઝાકઝમાળ બની જાય છે તેમ જેમતીના શરીરની કાંતિ પશુ એવી દેદિપ્યમાન અને તેજસ્વી હતી. એક તે આત્મા પવિત્ર, બાહા રૂપ અને ગુણે એ ત્રણેના સુગથી રાજેમતીનું સૌંદર્ય એવું ખીલી ઉઠ્યું હતું કે તે ઈન્દ્રની ઈન્દ્રાણી કરતા પણ અધિક શેભતી હતી. આવી સર્વ પ્રકારના ગુણસંપન્ન અને રૂપસંપન્ન રાજેમતને જોઈને કૃષ્ણનું મન ઠરી ગયું કે મારા લઘુ બંધવાને બરાબર યોગ્ય છે, તેમજ મારા કાકા કાકીને સંતેષ પમાડે એવી ગુણવાન છે, માટે હું મારા સસરા ઉગ્રસેન રાજા પાસે એની માંગણી કરું. આમ વિચાર કરીને કૃષ્ણજી અંતેઉરમાંથી સાસુજીની રજા લઈને ઉગ્રસેન રાજા પાસે આવ્યા.
ઉગ્રસેન રાજાએ કૃષ્ણને ઉંચા આસને બેસાડીને નમ્રતાપૂર્વક કહ્યું કે આજે મારું અહેભાગ્ય છે કે આપ મારે ત્યાં સામેથી પધાર્યા. આપે અહીં પધારવાની તકલીફ ઉઠાવીને મારું ગૌરવ વધાર્યું છે. સેવકને ત્યાં સ્વામીનું આગમન મહાન મંગલકારી હોય છે. મહારાજા ! મારે યોગ્ય સેવા હેય તે ફરમાવે. ઉગ્રસેન રાજાની વાત સાંભળીને કૃષ્ણજીએ કહ્યું–મહારાજ ! આપ મા સેવક નથી પણ મારા પૂજનીય સસરા છે, પણ હું આજે આપને ત્યાં યાચક બનીને આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ મારી યાચના પૂરી કરશે. આ સાંભળીને ઉગ્રસેન રાજાએ આશ્ચર્ય પૂર્વક કહ્યું કે ત્રણ ખંડના સ્વામી અને મારા જમાઈ મારી પાસે યાચક બનીને આવે ને હું દાતા બનું એ તે મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. બેલે, આપ શું માંગવા ઈચ્છે છે? આપની જે ઈચ્છા હોય તે વિના સંકોચે માંગ. આપના જેવા યાચક મને ફરી ફરીને ક્યારે મળશે? કૃષ્ણએ કહ્યું હું મારા નાનાભાઈ અરિષ્ટનેમિકુમાર માટે તમારી જેમતી કન્યાની માંગણી કરું છું.
ઉગ્રસેન અને કૃષ્ણજી વચ્ચે થયેલે વાર્તાલાપ” - કૃષ્ણજીની વાત સાંભળીને ઉગ્રસેન રાજા અત્યંત પ્રસન્ન થયા. તેમના રોમેરેામ વિકસિત થઈ ગયા. તેમની પ્રસન્નતા તેમની આકૃતિ ઉપર ઝળકવા લાગી, આ જોઈને ચતુર કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે ઉગ્રસેન
શા. સુ. ૪૦