________________
૨૨૪
શારદા સુવામ
ત્યાં અચાનક આવતા જોઇને ખૂબ પ્રસન્ન થયા, અને ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કરતાં કહ્યું જમાઈરાજ ! આપનું' અચાનક આગમન કેમ થયું? આના જેવા ત્રણ ખંડના સ્વામી મારે ત્યાં અચાનક પધાર્યાં! મને અગાઉથી સમાચાર તેા આપવા હતા. તે હું ખરાખર આપનુ. સ્વાગત કરી શકું! આપના જેવા મેાટા માણસ ખાલી આવે નઠુિં, આપ પધાર્યાં છે. તા જરૂર કઈ ને કઈ પ્રયાજન હશે ! આપ ક્ષેમકુશળ છે ને? આપના માતા-પિતા તેમજ મારી દીકરી સર્વે ક્ષેમકુશળ ને? આ રીતે તેમના કુશળ સમાચાર પૂછ્યા ને અચાનક આગમનનું કારણ પૂછ્યું, ત્યારે કૃષ્ણે મનમાં વિચાર કર્યાં કે હુ` રાજેમતીની માંગણી કરવા આવ્યા છુ, બધાએ રાજેમતીની ખૂબ પ્રશંસા કરી છે પણ જયાં સુધી હું રાજેમતીને ન જોઉં ત્યાં સુધી તેની માંગણી કેવી રીતે કરી શકુ? માટે પહેલાં હું રાજેમતીને જોઉ પણ રાજેમતી અહીં જોવા મળે નહિ એટલે કૃષ્ણજી સાસુજીને મળવાના મહાન ઉગ્રસેન રાજાના અંતેઉરમાં ગયા.
“સાસુ-જમાઈનું મિલન” :- જમાઈને આવતા જોઈને સાસુજીને પણ ખૂબ હુ થયું. એ તે બહેનોના અનુભવની વાત છે ને ! કહેવત છે ને કે જમાઈને જોઈને સાસુ ખાવાનું ભૂલી જાય. (હુસાડસ) તેમ કૃષ્ણજીના સાસુજીને પણ ખૂબ હ થયા ને ખેલી ઉઠયા પધારો....પધારે જમાઈરાજ ! આપ એકલા જ આવ્યા છે ! મારી દીકરીને નથી લાવ્યા ? કૃષ્ણે કહ્યું-હુ એકલા જ આવ્યા છું. સાસુજીએ જમાઈના આદર સત્કાર કરીને ચેાગ્ય આસને બેસાડયા. ઘણા સમયે મળવાથી કૃષ્ણજીને તથા તેમના સાસુ સસરાને ખૂબ આનંદ થયા. રાજેમતીને ખબર પડી કે મારા ખનેવી શ્રીકૃષ્ણજી માતાજીને મળવા માટે અંતેઉરમાં આવ્યા છે એટલે રાજેમતી પણ સેર બનેવીને મળવા માટે આવી. તેણે આવીને કૃષ્ણજીને વંદન કર્યું અને કૃષ્ણએ તેને આશીર્વાદ આપ્યા. રાજેમતીએ પેાતાની બહેનના ખબર પૂછયા. ખાસ કરીને કૃષ્ણજી જેમતીને જોવા માટે જ અંતેકરમાં આવ્યા હતા. રાજેમીની નમ્રતા, સરળતા, એની વ્યવહારુકુશળતા આ બધુ જાણું લીધુ તેથી કૃષ્ડ જી ખૂબ પ્રસન્ન થયા. તેઓ તેમકુમાર માટે જે રાજેમી કન્યાની માંગણી કરવા માટે આવ્યા છે તે રાજેમતી રૂપમાં કેવી છે તે શાસ્ત્રકાર કહે છે.
अह सा रायवरकण्णा, सुसीला चारुपेहिणी ।
सव्व लक्खण संपन्ना, विज्जु सोया मणिप्पभा ॥ ७ ॥
',
આગળની ગાથામાં તેમકુમાર કેવા હતા તે વાત બતાવી છે. એ નેમકુમાર માફ્ કૃષ્ણ વાસુદેવ રાજેમતી કન્યાની માંગણી કરવા આવ્યા છે તે કન્યા કેવી છે ? રાજાએમાં શ્રેષ્ઠ એવા એ ઉગ્રસેન રાજાની કન્યા રાજેમતી સુંદર આચારવાળી, સુંદર નેત્રાવાળી, સ્ત્રીઓના સઘળા ઉત્તમ લક્ષણૢાથી યુક્ત અને વિશેષરૂપથી ચમકવાવાળી વિજળીની સમાન પ્રભાવાળી હતી. આવી રાજેમતીને જોઈને કૃષ્ણજી મનમાં કહેવા લાગ્યા કે સૌંદયની