________________
૧૮
શારદા સુવાસ તે વ્યર્થ છે. જો કે એવું કંઈ બનશે નહિ છતાં તેમને ત્યાં રાજેતીનું માંગુકરીએ. એમ નક્કી કર્યું, હવે રાજેમતીનું માંગુ કરવા માટે કેણ જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે
ચરિત્ર -જિનસેના રાણી એ કહ્યું જિનસેનકુમાર આવે તે લઈ જાઓ. મારી આજ્ઞા છે એટલે રનવતી કહે છે બેટા જિનસેન ! તું ચાલ. જે ન આવે તે આ તારી માતાના સેગન છે. જિનસેનકુમારે કહ્યું–માતા ! સેગન શા માટે ખાય છે? મારે મન તે જિનસેના માતા અને વનવતી માતા બંને સરખા છે. ચાલે, હું તૈયાર છું. તરત જ જિનસેનકુમાર તૈયાર થઈ ગયે. એને લઈને રત્નાવતી મહેલ તરફ જવા તૈયાર થઈ
લે કુંવર કે મહલ આઈ, બજા હર્ષ કા ઢેલ,
બરાત કી કરી તૈયારી, હે રહી હર્ષ હિલ્લોલ. રસ્તવતી જિનસેન કુમારને લઈને મહેલમાં આવી, એટલે એના માનમાં ઢોલ નગારા ખૂબ વગાડ્યા ને સૌને આનંદ થયે કે જનસેનકુમાર આવ્યા. હવે જલ્દી જાનની તૈયારી કરે. જોરશેદરથી જાનની તૈયારી થવા લાગી. જિનસેનકુમારે બધું કાર્ય સંભાળી લીધું હાથી, ઘોડા, રથ, બધું શણગારવાને હુકમ કર્યો, એટલે માણસે કામે લાગી ગયા, અને નગરના મુખ્ય મુખ્ય માણસને આમંત્રણ આપ્યું. રાજાઓને પણ આમંત્રણ આપ્યું એટલે સારા વસ્ત્રાલંકારે સજીને રાજા અને પ્રજાજનો સૌ આવવા લાગ્યા. જિનસેનકુમાર દરેકનું પ્રેમથી સ્વાગત કરવા લાગ્યા. તેને વિનય, વિવેક અને બુદ્ધિ જોઈને આવનાર રાજાઓ અને પ્રજાજને બધા ખુશ થયા કે શું જિનસેનકુમારના ગુણ છે ! શું એની બુદ્ધિ અને પરાક્રમ છે ! ખરી રીતે તે આને પરણાવ જોઈએ.
રવાના થયેલી જાન - શુભ મુહુર્ત જોઈને કંચનપુરથી જાન રવાના થઈ. સૌના દિલમાં હર્ષની છોળો ઉછળે છે. વચમાં પડાવ નાંખતા જાન આગેકૂચ કરી રહી છે. જાન ચાલતાં ચાલતાં ચંપાપુરના પાદરમાં આવી ત્યાં તબુ તાણ્ય પ્રધાન જિનસેનકુમારને કહે છે આ ચંપાપુરના માધવસિંહ રાજા આપના પિતાજીના ખાસ મિત્ર થાય છે માટે તેમને મળવા તમારે જવું જોઈએ. પાદરમાં આવીને મળ્યા વિના જઈશું તો એમને ખરાબ લાગશે એટલે જિનસેનકુમારે કહ્યું તે આપણે જઈએ. જિનસેકુમાર પ્રધાનજીને સાથે લઈને ચંપાપુરના રાજમહેલમાં ગયા અને માધવસિંહ રાજાને પ્રણામ કરીને કુશળ સમાચાર પૂછ્યા. પછી કહ્યું હે કાકા ! હું તમારો દીકરો છું. આપને પહેલાથી આમંત્રણ આપવાનું ભૂલી ગયે છું. એ મારી ભૂલની પહેલા જ માફી માંગી લઉ છું, અત્યારે મારા બાપુજી હાજર નથી તે આપ જાનમાં પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરે. આપના જેવા વડીલ સાથે હોય તે અમારા જેવા છેકરાઓને ચિંતા નહિ, અને આપના જેવા વડીલેથી રોભા વધે. જિનસેન કુમારનું રૂપ, તેજ, એનો વિનય, વિવેક, ચતુરાઈ આ બધું જોઈને માધવસિંહ રાજા વિચાર