________________
શાહા સુવાણ અપાર દુખ થાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં ની મહત્તા છે. તિર્યંચ અજ્ઞાની પશુ પક્ષીઓ પણ આ દિવસ રઝળી રખડીને સાંજે પિતાના સ્થાન પર આવે છે ત્યારે તે પણ પિતાની પત્નીની સાથે આનંદથી મને રંજન કરે છે. તે તમને અમે આટલું બધું સમજાવીએ છીએ છતાં કેમ સમજતા નથી? તમે એ પશુ-પક્ષીઓથી પણ વધારે અજ્ઞાન કેમ બની ગયા છો?
ત્યાં સાતમી લક્ષમણ રૂમઝુમ કરતી આવીને કહે છે દિયરજી! આમ શું કરે છે? અમારા સામું તે જુઓ. બીજી વાત તો બાજુમાં મકે પણ કોઈ વખત તમારી તબિયત બરાબર ન હોય તે સેવા સુશ્રષા કરવા માટે જે એક સ્ત્રી ઘરમાં હોય તે બધું જ કરે. પુરૂષને માટે વિશ્વાસપાત્ર અને પ્રેમપાત્ર જે કઈ હોય તે તે પિતાની અર્ધાંગના છે. પતિ કઈ વખત આપત્તિમાં ફસાઈ ગયા હોય ત્યારે કહી અને વિચક્ષણ સ્ત્રી હોય તે પતિને સહાયતા અને પ્રસન્નતા આપે છે. આ માટે પણ સ્ત્રીની જરૂર છે.
ત્યાં આઠમી સુસીમા પટ્ટરાણી નેમકુમારની પાસે આવીને બેલી દિયરજી! હું તમને પૂછું છું કે તમારે ઘેર કોઈ મહેમાન આવશે ત્યારે જે તમારા ઘરમાં સ્ત્રી નહિ હોય તે એમની આગતા સ્વાગતા કોણ કરશે? અગર કોઈ સાધુ મુનિરાજ પધારશે તે તેમને આહાર પાણી કોણ વહરાવશે ? આ કામ કંઈ પુરૂષનું નથી, સ્ત્રીઓનું છે. ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવાનું કામ પણ સ્ત્રીઓનું છે. તમારું નથી. માટે અમારું બધાનું કહેવું માનીને તમે જીવનસાથીની કન્યા સાથે વિવાહ કરી લે. પ્રિયા વગર આ સઘળું કામ તમારાથી ચાલશે નહિ.
આ રીતે કૃષ્ણજીની આઠે આઠ પટ્ટરાણીઓએ નેમકુમારને જુદી જુદી રીતે સમજાવ્યા તે પણ માન્યા નહિ નેમકુમાર જ્ઞાની હતા. એ સમજી ગયા કે મને પરણાવવા માટે જ મારા ભાઈ અને ભાભીઓએ આ કાર્યક્રમ ગોઠવ્ય લાગે છે, પણ એ તે બધું નાટક જોયા કરે છે. બધાએ જાણ્યું કે જેમકુમાર કઈ રીતે સમજે તેમ નથી, ત્યારે બધી રાણીઓ ભેગી થઈને નેમકુમારની ઠઠ્ઠા મશ્કરી કરે છે તે પણ નેમકુમારને તેની કંઈ અસર ન થઈ, પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે અહે! આ સંસારી જીવેની કેવી મેહદશા છે ! આવા વિચારથી તેમને જરા હસવું આવી ગયું. મુખડું મલકાઈ ગયું. આ જોઈને સત્યભામા, રૂકમણી આદિ પટ્ટરાણીએાએ ચોકડું બેસાડી દીધું ને આનંદમાં આવીને મોટેથી બેલી ઉઠી કે માન્યા. માન્યા. નેમ માન્યા. એમણે વિવાડ કરવાની સંમતિ આપી. આમ કહીને ખૂબ આનંદમાં આવી ગઈ અને કૃષ્ણ પાસે આવીને કહેવા લાગી કે કેમકુમારે વિવાહ કરવાની સ્વીકૃતિ આપી દીધી. એ માની ગયા છે. આ શુભ સમાચાર સાંભળીને કૃષ્ણજી બલભદ્રજી વિગેરે યાદવેને ખૂબ આનંદ થયે, અને બધા રૈવતગિરિથી ઉતરીને દ્વારકામાં આવ્યા.
કૃષથુવાસુદેવ તે સીધા સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણી પાસે આવ્યા ને