________________
૧૦
શારદા સુવાસ કોનું ચાલે છે? બાઈએ નવાબને સ્પષ્ટ જવાબ આપી દીધું કે તમારું નહિ, ફોજદારનું રાજ્ય ચાલે છે. નવાબે કહ્યું બહેન ! તું આમ શા માટે બેલે છે? મને સ્પષ્ટ વાત કહે. બાઈએ કહ્યું–જે તમારું રાજ્ય હેત તે આ ગામની બહેન અને વહુ દીકરીઓની જિત લૂંટવાનું એનું શું ગજું હતું ? એ એને મન ફાવે તેવા વર્તન કરી શકે ખરે? મારા ફોજદારે શું કર્યું? એ તે મને કહે. બાઈએ કહ્યું હું હજુ નવી પરણીને આવી છું. એ દુષ્ટ મારું શીયળ લૂંટવા આવ્યું હતું. ધર્મના પ્રતાપે હું બચી ગઈ છું પણ મેં સાંભળ્યું છે કે મારા જેવી કંઈક સ્ત્રીઓને એણે સતાવી છે. આ સાંભળીને નવાબ ક્રોધથી ધમધમી ઉઠે. આંખે ને મોટું લાલઘૂમ થઈ ગયું. અહો ! ફોજદાર આટલે બધે જુલ્મ ગુજારે છે? મેં પ્રજાપાલક બનીને શું રક્ષણ કર્યું? હું કેટલું ભાન ભૂલ્ય કે મારી પ્રજાની આ દશા થઈ!
રાજાએ બાઈને આશ્વાસન આપતાં કહ્યું બહેન ! મને આજ સુધી કંઈ ખબર ન પડી. તે અહીં આવીને મને જગાડે ને મારા કર્તવ્યનું ભાન કરાવ્યું. હવે સમજી લે કે એના જુલ્મને અંત આવ્યું છે. હવે તું ચિંતા ન કરીશ. બહેન ! તું જા. હું એની ખબર લઉં છું. એમ કહીને બહેનને ઘેર પહોંચાડવા સિપાઈઓ સાથે મોકલ્યા. આ તરફ પ્રધાનને બેલાવીને નવાબે હુકમ કર્યો કે તમે હમણાં ને હમણાં ફેજદારને ઘેર જાઓ ને તેને પકડીને મારી પાસે હાજર કરે. જહાર આવ્યા એટલે તેને પૂછ્યું કે તે ઘણી સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો છે એ વાત સાચી છે ને? ફેજદાર શું બેલે? એનું મોટું કાળી શાહી જેવું થઈ ગયું. નવાબ તરત સમજી ગયે. પ્રધાનને કહે છે આ હડકાયા કૂતરાને અહીંથી લઈ જાઓ ને જેલમાં પૂરી દે. એને ડબલ મીઠાની રાબ પીવડાવજો અને કપડાં ઉતારી એના બરડા ઉપર જોરથી કેરડાના માર મારો.
કેજદારને ગુન્હાની મળેલી શિક્ષા :- નવાબસાહેબને હકમ થયે એટલે જદારને જેલમાં પૂર્યા. તેને ડબલ મીઠાની રાબ પીવડાવે છે તેમજ રોજ એક લંગોટી રાખીને શરીરે કેરડાના માર સનનન નનન મારે છે ત્યારે મોટેથી મા...એ બાપ રે ! હાય..હાય... નહીં સહન હોતા એમ મટેથી ચીસ પાડે છે ને રડે છે પણ અહીં એનું કેણ સાંભળે ? એની કેણુ દયા ખાય ? આ તે નવાબસાહેબને હુકમ છે. એના પાલનમાં જે કચાશ રહે તે જેલરના બાર વાગી જાય. આમ છ મહિના સજા થઈ. પછી નવાબ જેલમાં તપાસ કરવા માટે આવ્યા. જેલના સળીયા પાછળ દુર્બળકાય ફેજદાર ટુટીયું વાળીને કરૂણ દશામાં પડે છે. એને બેલાવીને નવાબ જાતે ચાબખાના માર મારવા લાગ્યા. ખૂબ માર માર્યો એટલે ફેજદાર કરૂણ આક્રંદ કરતે કહે છે નવાબ સાહેબ! માફ કીજિયે. મેં મર ગયા. સાહેબ ! ફિર કભી મેં એસા નહીં કરું. ખૂબ કરગર્યો એટલે નવાબે એની પાસે પાકે કરાર કરાવીને છોડી મૂક્યું. આટલી શિક્ષા