________________
શારદા મુવાસ વિગેરે ઉભા થાય છે, અને પરિણામે એ અનુસાર મનના પરિણામ પ્રમાણે કમને બંધ થાય છે. મનના પરિણામ બગડતાં અશુભ કર્મ બંધ થાય છે ને તે ભોગવતાં જીવને મહાન દુખ ભેગવવું પડે છે. આવા દુઃખદ પરિણામમાંથી બ્રહ્મચર્ય બચાવી લે છે.
દેવાનુપ્રિયે ! બ્રહ્મચર્ય પાલનમાં કેવા કિંમતી લાભ સમાયેલા છે. તમે તે લાભના જ ઈચ્છુક છે ને? તે આ મહાન લાભ ચૂકશે નહિ. જરા વિચાર કરે ને ધ્યાનમાં રાખે કે ઇન્દ્રિયના ક્ષણિક સુખની કઈ કિંમત નથી. એના વિકારના આવેગ ક્ષણિક છે. ક્ષણિક આવેગને રોકવામાં મનને સમજાવીને મજબૂત કરવાનું હોય છે. બાકી કઈ શારીરિક તકલીફ પડતી નથી. ઇકિયેના ઘેડા છૂટા મૂકવાથી તે આ ભવમાં ગાદિ અને પરભવે દુષ્કર્મના ઉદયથી જે પીડાઓ ઉત્પન્ન થાય છે તેમાં ત્રાસ અને તકલીફને પાર રહેતું નથી. વિષય વાસનામાં રક્ત રહેનારા મનુષ્યને જ્યારે કર્મને ઉદય થતાં પીડા, આફત કે દુઃખ આવીને ઉભા રહે છે ત્યારે હાય-હાય કરે છે. મને બચાવો...બચાવે એવી કારમી ચીસે પાડે છે. એક દષ્ટાંત આપીને તમને સમજાવું.
એક નવાબી રાજ્ય હતું. નવાબ ઘણુ ન્યાયી અને પવિત્ર હતા. એને ફેજદાર મુસલમાન હતું. તે વિષયાંધ હતે. ફજદારપણું તે બરાબર બજાવતે હતે. કયાંય ગુને ન થાય તે માટે ખૂબ સાવધાની રાખતે અને બધા ઉપર ખૂબ કડકાઈ રાખતે પણ પિતે દુરાચારના ગુન્હા કરતે, કારણ કે વિષયમાં અંધ હતે. આ ફેજદાર વિષય વાસનામાં મસ્ત રહેતે હતે. ગામમાં ક્યાંય નવી વહુ આવી છે? અગર બીજે ક્યાંય દાવ લાગે એ છે? એની તપાસ કર્યા કરતે હતે. ગામમાં કેટલીય સ્ત્રીઓને ફસાવીને એણે શીયળ ખંડન કર્યું હતું. ઘણી સ્ત્રીઓને એ હેરાન કરવા લાગ્યા પણ કેઈ નવાબ સુધી આ વાત પોંચાડતું નથી. એક વખત ગામમાં એક લુવાણાના દીકરાનું ન થયું. નવી વહુ પરણીને આવી. ફોજદારને આ વાતની ખબર પડી એટલે ફેજદારે એને ઘેર એકરાને કહેવડાવ્યું કે હું રાતના તારે ઘેર આવવાનો છું. માટે તું ઘરમાં રહેતે નહિ, અને ઘરમાં રહીશ તે તારા બાર વાગી જશે. લવાણાની પત્ની ક્ષત્રિયાણ જેવી શૂરવીર હતી. એને આ વાતની ખબર ન હતી. રાત પડી એટલે એનો પતિ બહાર જવા તૈયાર થયો, ત્યારે એની પત્ની પૂછે છે નાથ ! ક્યાં જાઓ છે? ત્યારે એના પતિએ બધી વાત કરી એટલે સ્ત્રી કહે છે આ શું? પતિ કહે છે. આ ગામમાં એનું જ રાજય ચાલે છે, એટલે આપણાથી હા કે ના કંઈ બોલાય જ નહિ. બેલીએ તે મારી જ નાંખે.
શીયળ સાચવવા કરતી પ્રભુને પ્રાર્થના - પત્ની કહે છે કે તે શું તમારે મારું શીયળ ભંગાવવું છે? પતિ કહે છે હું શું કરું ? હું શું કરું એટલે શું? તમને શરમ નથી આવતી? જે તમારામાં આટલી પણ શક્તિ ન હતી તો મરદ બનીને મારે હાથ પકડવા શા માટે આવ્યા હતા? શું તમે ચૂડીઓ પહેરી છે? નહિ જવા દઉં. ઉભા