________________
શાહૃા સુવાસ
૬૦૯ રહે અહીં. એ દુષ્ટ આવે એટલે એને કાઢી મૂકજે. પતિ કહે છે એમાં આપણું કંઈ ન ચાલે. તું એને ઓળખતી નથી. એ માણસ નથી પણ રાક્ષસ છે. હવે એને આવવાનો સમય થ છે માટે મને જવા દે, નહિતર એ મને અહીં ને અહીં જ પૂરું કરી નાંખશે ને તારે ચુડે ભાંગવાનો વખત આવશે. એમ કહીને એ તો ચાલે ગયે ને બાઈ ચિંતાતુર બનીને ભગવાનને પિતાનું શીયળ ચેખું રાખવા પ્રાર્થના કરવા લાગી.
શીલને ચમત્કાર – એટલામાં પિલે વિષયાંધ ફોજદાર આવી પહોંચ્યું. આ તે શૂર વીર ને ધીર હતી. અત્યાર સુધી જે જે સ્ત્રીઓના શીયળ લૂંટયા તેના જેવી ડરપેક ન હતી. જે તેની સામે બળાત્કાર કરવા આવ્યા તેવી સિંહની જેમ ગર્જના કરીને નીડરતાથી બેલી-દુષ્ટ ! મારાથી દૂર ઉભે રહેજે. જે મને અડીશ તે બાળીને ભસ્મ કરી નાંખીશ. ફેજદાર થઈને પ્રજાનું રક્ષણ કરવાને બદલે તું ભક્ષણ કરવા ઉઠે છે? તને જરા પણ શરમ નથી આવતી? બાઈની કરડી આંખ જોઈને ફેજદાર ધ્રુજી ઉઠશે. એની પાસે જવા ઘણું ઘણાં પ્રયત્ન કર્યો પણ એ જઈ શકે નહિ. એના પગ પાછા પડયા ને ભયભીત બનીને ચાલ્યા ગયે. એના ગયા પછી થેડી વારે એનો પતિ આવ્યો. એને બધી વાત કરી અને કહ્યું કે હું તે પ્રભુની શ્રદ્ધાથી મજબૂત બની તે મારું શીયળ અખંડિત રહી ગયું પણ મારી કેટલીય બહેનોને આ પાપીએ શીયળ લૂંટયા હશે! એ દુષ્ટને કઈ કહેનાર નથી, પણ હું તે એને બરાબર બતાવી દઈશ. એના પતિને કહે છે ચાલ ઉઠે, અત્યારે ને અત્યારે નવાબ પાસે જઈને ફરિયાદ કરીએ.
ગામની સ્ત્રીઓના દૂ:ખ મટાડવા રાજાને કરેલી ફરિયાદ :- એને પતિ કહે છે તું તે બચી ગઈ છે. હવે તારે જવાની શી જરૂર છે? ત્યાં ગયા એટલે મરી ગયા સમજ. આ સ્ત્રી કહે છે તમે તે કાયર છે બેસી રહે ઘરમાં. હું તે આ ચાલી. એ તે ક્રોધથી ધમધમતી ઘરની બહાર નીકળીને ચાલવા લાગી એટલે એને પતિ પણ પાછળ પાછળ ગયે. બાઈ નવાબના મહેલની બારી આગળ આવીને જે શેરથી કરૂણ રવરે રૂદન કરવા લાગી, ત્યારે દરવાન દેડતે ત્યાં આવીને કહે છે બહેન! તમે અત્યારે મેટા અવાજે અહીં રડશે નહિ. નવાબ સાહેબ ઉંદ.માંથી જાગી જશે, પણ આ તે સાંભળતી જ નથી. એ તે નવાબ સાહેબની ઉંઘમાં ખલેલ પાડવા માટે જ આવી છે, એટલે કરૂણસ્વરે છાતી ફાટ રૂદન કરે છે. તેની આંખમાંથી શ્રાવણ-ભાદરે વહી રહ્યો છે. શાંત રાત્રિ અને સ્ત્રીને કરૂણ કલ્પાંત, એમાં હૈયું કંપાવનાર આર્તનાદ, રાત્રિના શાંત વાતાવરણમાં બધે ફેલાઈ ગયે. આ સાંભળીને નવાબ જાગી ગયા ને તપાસ કરાવી કે અહીં કેણ રડે છે ? તપાસ કરતાં ખબર પડી કે કોઈ દુઃખી સ્ત્રી રડી રહી છે. તરત જ નવાબે એને ઉપર બોલાવીને પૂછયું કે બહેન ! તું કેમ રડે છે? બાઈએ કહ્યું સાહેબ ! તમે જાણીને શું કરવાના છે? આ રાજ્ય તમારું કયાં ચાલે છે? નવાબે કહ્યું, આ રાજ્ય મારું નહિ તે
શા. સુ. ૩૯