________________
શારદા સુવાસ
૧૩ તમે જાણે છે ને કે જેમ પહાડમાંથી પાણીને ધેધ પડે છે ત્યારે મોટા મેકા મજબૂત પથ્થરેને પણ તોડી નાંખે છે તેમ વીતરાગ પ્રભુની વાણીના ધમાં પણ એવી શક્તિ રહેલી છે કે તે અનંત જન્મના કર્મના મજબૂત પહાડને પણ તેડી નાંખે છે પણ તેમાં શ્રદ્ધા હેવી જોઈએ. ઘણી વાર એવું બને છે કે ઘણું જ ઉપાશ્રયે આવે, ધર્મારાધના કરે પણ એના અંતરમાં શ્રદ્ધા હતી નથી. ઠીક, જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે કરવું જોઈએ. નહિ કરું તે મને કઈ કંઈ કહેશે કે આ તે નાસ્તિક છે. જ્યારે કંઈક છે હૃદયના ઉમળકાથી ધર્મ કરે છે કે આ ઉત્તમ મનુષ્ય ભવ મળે છે તે જેટલી બને તેટલી ધર્મ આરાધના કરી લઈએ. આ અવસર ફરીને નહિ મળે. ભગવાનની વાણું સત્ય અને નિઃશંક છે એવી શ્રદ્ધાપૂર્વક ભાવના ઉછાળાથી ધર્મક્રિયાઓ કરે છે તેના કર્મની ભેખડો તૂટી જાય છે. ધર્મકિયા તે બંનેએ કરી પણ એકે કરવી પડે એટલે શ્રદ્ધા રહિત કરી અને બીજાએ મનુષ્ય ભવ પામીને ધર્મારાધના કરવી જોઈએ એમ જિનેશ્વર દેવના વચન ઉપર શ્રદ્ધા રાખીને કરી. તેમાં જે શ્રદ્ધા રહિત કરે છે એને પુણ્ય બંધાય છે પણ એના કર્મની નિર્જરા થતી નથી, જ્યારે શ્રદ્ધા સહિત કરનારને કર્મની નિર્જરા થાય છે, માટે ધર્મક્રિયા કરે તે શ્રદ્ધાપૂર્વક કરે.
આપણું ચાલુ અધિકારમાં નેમકુમારની વાત ચાલે છે. જેમકુમાર ભાવિમાં તીર્થકર બનવાના છે. તેમને પરણવાની બીલકુલ ઈચ્છા નથી પણ સહેજ હસ્યા તેમાં ભાભીઓએ તે બરાબર ચોકઠું બેસાડી દીધું, ત્યારે નેમકુમારે વિચાર કર્યો કે મને તે પરણવાના બીલકુલ ભાવ નથી પણ આ ભાભીઓએ તે પાયા વિનાની ભીંત ચણી છે. જે થાય તે થવા દો. એમ સમજીને મૌન રહ્યા. આ તરફ સમુદ્રવિજય રાજા કૃષ્ણને કહે છે બેટા ! તમારે નમકુમારને યોગ્ય કન્યા શોધીને તેના ધામધૂમથી લગ્ન કરવાના છે. જેમકુમાર પરણે અને ઘરમાં રૂમઝમ કરતી વહુ આવે, એને આનંદ કરતે જોઈએ ત્યારે અમારી આશા પૂરી થાય. કૃષ્ણજીએ કહ્યું કાકા-કાકી ! તમે એની ચિંતા ન કરે. એ બધું કાર્ય હે પૂરું કરીશ. કૃષ્ણ અને તે એ આનંદ થયે કે હું નિર્ભય બનીશ. મારા ભાઈને હું પરણાવીશ એટલે કાકા-કાકી પણ મારા ઉપર પ્રસન્ન રહેશે ને બીજું એ પરણશે એટલે બધા માને છે કે કેમકુમાર કૃષ્ણજીથી વધુ બળવાન છે પણ લગ્ન કરશે એટલે બળ ઓછું
શે, પછી મને એના તરફથી બીલકુલ ડર નહિ રહે નેમકુમારનું બળ જોઈને કૃષ્ણ વાસુદેવને એ ડર લાગે હતો કે જેમકુમાર કદાચ ભવિષ્યમાં મારું રાજ્ય લઈ લેશે તે ? પણ નેમકુમારને તે કેઈ ડર ન હતી કારણ કે એમને રાજ્ય આદિ પર વસ્તુની મમતા નથી. એ તે સ્વભાવમાં રમણતા કરી રહ્યા છે, તેથી તેમને ભય નથી. ભય કયાં છે તે જાણે છે ને ? પરઘરમાં સામાયિક એ સ્વઘરમાં સ્થિર થવાને ઈલાજ છે પણ આ ઈલાજને ઉપગ હજુ કર્યો નથી. વિભાવમાં પડીને જયાં ને ત્યાં ફાંફા મારી રહ્યા છે. સ્વભાવ એ વઘર છે ને વિભાવ એ પરઘર છે. પરઘરમાં અનંતે કાળ કાઢો. હવે સ્વઘરમાં આવવાની કેશિષ