________________
પલટ
શારદા સુવાસ “રામસેન અને પ્રધાનના વચનથી ઠંડી પડેલી રત્નાવતી” – પ્રધાન અને રામસેનના વચનથી રત્નાવતી શાંત પડી ને વિચાર કરવા લાગી કે મેં ભૂલ કરી છે, તેથી પ્રધાનને કહે કે ભાઈ ! મારો સ્વભાવ ઉઝ છે પણ આપ જ કામને દીપાવનાર છે. મને તમારા પ્રત્યે જરા પણ દ્વેષ નથી. તમારા પ્રત્યે ખૂબ માન છે, માટે તમારે બેટું લગાડવું નહિ. પ્રધાનજી! આપણુ રામસેનના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે માટે આપને જેમ એગ્ય લાગે તેમ કરે. મારી તમને છૂટ છે, એટલે પ્રધાન મંત્રી અને સામે તેની સલાહ લઈને કહ્યું બોલે, તમારી બધાની શું ઈચ્છા છે? બધાએ કહ્યું કે જિનસેનકુમાર આવે તે અમે બધા તૈયાર છીએ. પ્રધાને માણસને કહ્યું કે તમે જલ્દી જાઓ ને જિનસેનકુમારને બેલાવી લાવે, એટલે સામતે જિનસેનકુમારને બેલાવી લાવ્યા. જિનસેન કાંઈ જાણુતે નથી. પ્રધાન આદિ બધા સભાસદોએ કહ્યું હે જિનસેનકુમાર ! તમારા ભાઈ રામસેનકુમારના લગ્ન છે. તેમાં આપને આગેવાન બનવાનું છે કારણ કે તમારા પિતાજી હાજર નથી. આપ રાજા સમાન ગુણીયલ છે તેમજ મેટા છે. વળી આગેવાન બનવામાં પરાક્રમ, વિનય આદિ બધા ગુણે આપનામાં છે, માટે જલદી તૈયાર થઈ જાઓ. હવે જિનસેનકુમાર શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
(સ્વ. બા. વ્ય. પૂ. હર્ષદમુનિની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના જીવનમાં રહેલા ગુણેનું સુંદર વર્ણન કર્યું હતું).
વ્યાખ્યાન નં. ૬૩ ભાદરવા વદ ૬ ને શુક્રવાર
તા. ૨૨-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મહાન પુરૂષે ફરમાવે છે કે હે ભવ્ય જી ! આ સંસાર સાગરમાં તરવા માટેનું જે કઈ સદ્ધર સાધન હોય તે ધર્મ છે. દરિયામાં ડૂબકી ખાતા, ડૂબવાની અણી ઉપર આવી ગયેલા મનુષ્યને જે કંઈ પાટીયાને સહારે મળી જાય તે તેના સહારે મનુષ્ય સામે કિનારે પહોંચી શકે છે, તેમ મનુષ્ય ધર્મરૂપી પાટીયાના સહારે સંસાર સમુદ્રના સામા કિનારે એટલે કે મેક્ષમાં પહોંચી શકે છે. આપણને આ મનુષ્ય ભવમાં સંસાર સાગર તરવા માટે ઉત્તમ ધર્મ મળે છે. દુનિયામાં ધર્મ તે અનેક પ્રકારના છે પણ આપણને જે ધર્મ મળે છે તે ધર્મની તેલ કેઈ ધર્મ આવી શકે તેમ નથી. જૈન ધર્મ કે છે? રંગરાગને નહિ પણ વિરાગ–વિરતિને, ભેગને નહિ પણ ત્યાગને, અલ્પજ્ઞાનીને નહિ પણ અનંતજ્ઞાનીને, એકાંતવાદીને નહિ પણ અનેકાંતવાદીને, એકલા જ્ઞાન કે એકલી ક્રિયાને નહિ પણ જ્ઞાન અને ક્રિયા બંને સહિતને, સામાન્ય કેટીને નહિ પણ વિશિષ્ટ કેટીના તત્વ, ગ, ધ્યાન, સંયમ સહિતને આ જૈન ધર્મ છે. સૂફમમાં સૂક્ષમ કેટીની અહિંસા જૈન ધર્મમાં બતાવેલી છે. આ ઉત્તમ ધર્મ મળે છે પણ તમને તેની કિંમત સમજાણી છે?