________________
૨૨
શારકા સુવાસ મેક્ષગામી નથી થયા કે જે આ પ્રકારથી પિતાના બંધુજનના ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરી રહ્યા છે પણ તમે જરા સમજો કે તમારા પહેલા કષભદેવ ભગવાન આદિ તીર્થકરે થઈ ગયા છે તેમણે પણ વિવાહ તો કર્યા છે ને આ પૃથ્વીનું એકછત્ર રાય પણ ભોગવ્યું છે. તેમને પુત્ર-પુત્રી આદિ પરિવારની પ્રાપ્તિ પણ થઈ છે અને અંતમાં મુક્ત ભેગી બનીને તેમણે દીક્ષા લીધી છે ને મોક્ષમાં ગયા છે. માટે હે નેમકુમાર ! તમે આ બાબતમાં કંઈક વિચાર કરે ને સમજે. ગૃડસ્થ બન્યા સિવાય જીવન સુંદર બની શકતું નથી. તે તમે તમારા ભાઈને શા માટે નકામી ચિંતા કરાવે છે? હવે તમે માની જાએ.
હવે ત્રીજી જાંબુવતી કહે છે દિયરજી! તમે આ તે કેવી નવી રીત ચલાવી રહ્યા છે. તમે તે હરિવંશના વિભૂષણ છે. લગ્ન કરીને પુત્રપ્રાપ્તિ નહિ કરે તે આ હરિવંશની પરંપરા કેવી રીતે ચાલશે? મુનિસુવ્રત નાથ પણ આ જ વંશના એક વિભૂષણ થયા છે. તેમણે પણ વિવાહ કર્યા હતા ને તેમને એક પુત્ર પણ હતે. પછી તેમણે દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરેલ છે.
હવે ચોથી પદમાવતી કહે છે દિયરજી! સી વગરના પુરૂષની કઈ શોભા નથી અને સી વગરના પુરૂષને કેઈ વિશ્વાસ કરતું નથી, તથા સ્ત્રી વગરના પુરૂષને લેકે નપુંસક કહે છે. આ માટે પણ તમે લગ્ન કરે. આ પ્રમાણે એકેક પટ્ટરાણી નેમકુમારને સમજાવે છે ને તેમના મુખ સામું જોતી જાય છે કે કંઈક કરતાં નેમકુમારનું મુખ મલકે છે કે એ માથું ધુણાવે છે તે આપણે આપણું કાર્યની સફળતા માનીએ. ઘણી વખત એવું બને છે કે પિતાને અનુકૂળ વાત આવે છે તેમાં બંધ બેસતી પાઘડી પહેરી લે છે.
એક નગરમાં એક શેઠ રહેતા હતા. એમને ધર્મનું નામનિશાન ગમે નહિ. ન કોઈ દિવસ સંતના દર્શન કરે, ન રાતી પાઈ દાનમાં વાપરે, કે ન કોઈ દિવસ નવકારશી જેવું તપ કરવું ગમે. નામ તે ભગવાનદાસ હતું પણ ભગવાનનું નામ લેવું એમને ગમતું ન હતું. શેઠના શેઠાણી ખૂબ ધમઠ હતા. એ રોજ શેઠને ધર્મ કરવા ટકેર કરતા પણ શેઠ સાંભળે જ નહિ. હવે શેઠને કેવી રીતે સમજાવવા એ માટે શેઠાણી લાગ જોતા હતા. એક વખત કોઈ મહાન જ્ઞાની અને પ્રખર વિદ્વાન સાધુ પધાર્યા. એમનું વ્યાખ્યાન સાંભળવા જેવું હતું. ઘણાં લેકે દૂર દૂરથી વ્યાખ્યાન સાંભળવા માટે આવતા. શેઠાણીના મનમાં થયું કે જે એકાદ દિવસ શેઠ આવે તે કંઈક ધર્મ પામે. એ ધર્મ પામશે તે દાન દેશે, સંતના દર્શન કરશે, બ્રહ્મચર્ય પાળશે ને તપ પણ કરશે. એમને જન્મારે સુધરી જશે. આ વિચાર કરીને શેઠાણુએ નમ્રતાપૂર્વક શેઠને કહ્યું સ્વામીનાથ ! એક દિવસ મહારાજનું વ્યાખ્યાન સાંભળે. શેઠાણીના ખૂબ આગ્રહથી શેઠ વ્યાખ્યાનમાં આવીને બેઠા. ત્યાં પ્રસંગે પાત વ્યાખ્યાનમાં એક દષ્ટાંત આવ્યું.
એક ઉંદર જમીન દતે હતે. ત્યાં એક માણસ સૂતે હતે. તે દવાના અવાજથી