________________
શારદા સુવાસ વસંત્સવ ઉજવવાની તૈયારી કરી ત્યાં મુખ્ય મુખ્ય યાદવ અને નમકુમાર સહિત આપ પણ ત્યાં પધારજો. અમે બધી રાણીઓ ત્યાં ભેગી થઈને નેમકુમારને વિવાહ કરવા માટે પ્રસન્ન કરી દઈશું. સત્યભામાની વાત સાંભળીને કૃષ્ણજીને ખૂબ આનંદ થયે. તેમણે બીજે જ દિવસે રૈવતગિરિ ઉપર વસંતેત્સવ ઉજવવાની બધી તૈયારીઓ કરાવી. પિત પિતાની પત્નીઓ સહિત કૃષ્ણજી, બલભદ્રજી આદિ મુખ્ય રાજપુરૂષ અને સરખી ઉંમરવાળા યાદવકુમારે રથમાં બેસીને રૈયતગિરિ પર્વત તરફ જવા તૈયાર થયા, ત્યારે કૃષ્ણજીએ કેમકુમારને કહ્યું કે મારા લાડીલા લઘુ બંધવા ! ચાલે, આપણે બધા રૈવતગિરિ ઉપર ઉપર વસંત્સવની મજા માણવા માટે જઈએ. કેમકુમારે કહ્યું મોટાભાઈ! મારી ત્યાં શી જરૂર છે ? મારે નથી આવવું. પણ કૃષ્ણજીએ કહ્યું મને તારા વિના ગમે. તારે આવવું જ પડશે. એટલે નેમકુમાર કૃષ્ણજીના આગ્રહને માન આપી રથમાં બેસી ગયા.
કૃષ્ણજી, રૂક્ષમણું, સત્યભામા, જેમકુમાર વિગેરે એક રથમાં બેઠા રસ્તામાં જ આ સત્યભામા અને રૂકમણું કંઈ ને કંઈ ગીત ગાવા લાગી અને વચમાં વચમાં વાત કાઢીને નેમકુમાર સામે જોઈને કહેવા લાગી કે અહે મનગીને ! અમારા લાડકા દિયરીયા ! હવે તમે ક્યાં સુધી કુંવારા રહેશે? આજે અમે અને તમારા ભાઈ તેમજ બધા યાદ પોતપોતાની પત્નીઓની સાથે આવ્યા છીએ તે કે આનંદ આવે છે! બધા પિતાની પત્નીઓ સાથે કેવા રથમાં બેઠા છે ને કેવા શેભે છે ! અને તમે તે અમને એક્વા લાગે છે. અમે તમને અમારી દેરાણી સાથે ફરવા આવેલા જેવા ઈચ્છીએ છીએ. અમે બધા સાથે આવીએ ને તમે અમારી બધાની વચ્ચે કુંવારા થઈને ફરો એ અમને ઠીક નથી લાગતું. માટે તમે હવે લગ્ન કરે તે અમને બધાને ખૂબ આનંદ આવશે.
નેમકુમારે કહ્યું ભાભી! તમે બધા મને લગ્ન કરવા માટે આટલે બધો આગ્રહ કરે છે પણ લગ્ન કરીને શું કામ છે? રાણીએાએ કહ્યું. અમારી દેરાણ હોય તે તમને આનંદ આવે ને? તે શું પરણ્યા વિના એ આનંદ નથી મળતું. તમે બધા શું મને નથી ચાહતા? ત્યારે સત્યભામા અને રૂક્ષમણ કહે છે દિયરજી ! અમે તે તમારી ભાભીએ છીએ પણ તમારી પત્ની હેય તે વધુ ફેર પડે ને? પત્ની અને ભાભી વચ્ચે ફરક છે. આ રીતે ઘણું કહેવા છતાં નેમકુમાર લગ્નની હા પાડતા જ નથી. આમ કરતા રેવતગિરિ ઉપર પહોંચ્યા ને સઘળા સ્ત્રી પુરૂષે વસંતેત્સવ ઉજવવા લાગ્યા. તેમાં કેટલીક સ્ત્રીઓ વસંતઋતુને અનુકૂળ ગીતે મધુર સ્વરે ગાવા લાગી, કેટલીક સ્ત્રીઓ વાજિંત્રો વગાડતી હતી અને કેટલીક સ્ત્રીઓ ટોળેટોળા મળીને નૃત્ય કરતી હતી અને પુરૂષે પણ સ્ત્રીઓની કીડા જોઈને આનંદ પામતા હતા ને પોતે પણ કડામાં ભાગ લેતા હતા.
કૃષ્ણ વાસુદેવ અને તેમની મુખ્ય આઠ પટ્ટરાણીઓ પણ વસંતોત્સવની મજા માણતા હતા. તેમાં પટ્ટરાણુઓ તેમજ બીજી ઘણી રાણુઓ નમકુમારને ઘેરીને ઉભી રહેતી અને જેમકુમારને લગ્નની ઈચ્છા થાય તેવી મેહભરી વાત કરતી ને સાથે સાથે પૂછતી હતી કે દિયરજી! આવતા વસતંત્સવ વખતે તે તમે પણ અમારી દેરાણી સહિત જ હશે ને ?