________________
શારદા સુવાસ
08 જાગી ગયો અને ઉંદરને ખેદ જોઈને બે કે ખર ખરે ખર ખેદત હૈ”. આ અવાજ સાંભળીને ઉંદરે ઉંચું જોયું. ઉંદર તિર્યંચ છે પણ એને સંજ્ઞા તે છે ને? એટલે બોલનારના ભાવ ઉપરથી સમજી શકે છે કે આ મને કંઈક કહેવા માંગે છે તેથી ઉંદરે ઉંચું જોયું, ત્યારે તે માણસ ફરીને બે કે “ઉંચી કે દેખતે હૈ”. પછી ઉંદર શાંતિથી બેઠે એટલે પેલો માણસ બે કે “જકડ મકડ કરી બેસત હૈ”. તેથી ઉંદરે દેટ મૂકી એટલે કહ્યું કે “દડબડ દડબડ દેડત હૈ”. શેઠે આ દષ્ટાંત સાંભળ્યું. શેઠને બીજી કઈ તત્વની વાત યાદ ન રહી પણ પેલા માણસે ઉંદરને કહેલા ચાર વાક્ય યાદ રહ્યા. એ ભૂલાઈ ન જાય તે માટે આખો દિવસ તેનું રટણ કર્યા કર્યું".
શેઠે અનિચ્છાએ વ્યાખ્યાન સાંભળ્યું છે, પણ બનવા જોગ એવું બન્યું કે શેઠ રાત્રે સૂતા હતા ને ચેર એમને ઘેર ખાતર પાડવા માટે આવ્યા. કરામાં બાકોરું પાડવા બે છે. આ શેઠને ખબર નથી કે મારે ઘેર ઘેર આવ્યા છે. એ તે ઉંઘમાં ઉંદરના દષ્ટાંતમાં સાંભળેલા વા મટેથી બોલ્યા કે “ખર ખર ખેદત હૈ” આ શબ્દ સાંભળીને ચેરના મનમાં થયું કે આ શેઠ જાગતા લાગે છે. એમ કહીને ઉંચુ જોયું ત્યાં શેઠ ઉંઘમાં ને ઉંઘમાં ફરીને બોલ્યા કે “ઉંચી ડેકે દેખતે . આ સાંભળીને ચેરના મનમાં થયું કે હમણાં કંઈ છેદવું નથી. શાંતિથી લપાઈને બેસી જઈએ, એટલે ખબર પડશે કે શેઠ જાગે છે કે ઉંઘે છે? ત્યાં તે શેઠજી બોલ્યા “જકડ મકડ કર બેસત હૈ. આ સાંભળીને ચોરને ખાત્રી થઈ કે નકકી આ શેઠ જાગે છે. માટે જલ્દી ભાગે. નહિતર પકડાઈ જઈશું. એમ કહીને દેડવા જાય છે ત્યાં શેઠ બેલ્યા કે “દડબડ દડબડ દેડત હૈ”. આ સાંભળીને ચારે તે જીવ લઈને ઉભી પૂંછડીએ નાઠા.એવા નાઠા કે પાછું વાળીને જોયું જ નહિ. આ શેઠ તે ઉંઘમાં બેલ્યા હતા. એમને ખબર નથી કે મારે ઘેર ઘેરે ખાતર પાડવા આવ્યા હતા પણ ઘરમાંથી એક પણ ચીજ ચોરાઈ નથી તેથી શેઠના મનમાં થયું કે મહારાજે જે ચાર વા કહ્યા હતા તેનું મેં રટણ કર્યું તેને પ્રભાવ પડયે કે મારે ઘેર ચેર આવ્યા પણ ધન ચેરી શક્યા નહિ. અનિચ્છાથી સાંભળવા ગમે તે આટલે બધો લાભ થયો તે શ્રદ્ધા અને સમજણપૂર્વક સાંભળવાથી કે મહાન લાભ થાય? પછી શેઠને ધર્મ ઉપર સાચી શ્રદ્ધા થઈ ને જીવન સુધરી ગયું. શેઠાણીએ શેઠને જેમ આગ્રહ કર્યો હતે તેમ કૃષ્ણવાસુદેવની પટ્ટરાણીઓ નેમકુમારને પરણાવવાને માટે ખૂબ આગ્રહ કરે છે. સહેજે હકાર ભણે તે પણ આપણે એને સાચું કરી બતાવીએ પણ ચાર ચાર પટ્ટરાણુઓએ સમજાવવા છતા નેમકુમાર કંઈ જવાબ આપતા નથી. હજુ બીજી ચાર પટ્ટરાણીએ નેમકુમારને સમજાવશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર: રાજાના માણસો જિનસેનકુમારને બેલાવવા માટે ગયા એટલે તરત તે ત્યાં આવ્યો અને પ્રધાન પાસે આવીને કહ્યું–કાકા ! મને કેમ યાદ કર્યો? એટલે પ્રધાન આ