________________
સારા વાર
વિવાહ કરવાની વાતમાં સંમત થાય તે શક્ય નથી, છતાં કૃણુજીને લાગ્યું કે આ વૃદ્ધ કાકા કાકીને નેમકુમારને પરણાવવાની તીવ્ર ઈચ્છા છે ને હું આમ કહીશ તે તેમને દુખ થશે, માટે તેમની ઈચ્છા પૂરી કરવાને ઉપાય કરે તે પણ મારી ફરજ છે. પછી તે જે થવાનું હશે તે જ થશે. આ પ્રમાણે વિચાર કરીને કૃણુજીએ કહ્યું કાકા-કાકી ! આપની વાત સાચી છે. મારે ભાઈનેમકુમાર અવિવાહિત રહે તે કોઈ પણ દષ્ટિએ ઊંચતા નથી. ખરેખર ! આ બાબતમાં મારી પણ ભૂલ છે કે મેં કેમ વિચાર ન કર્યો કે તેમના સરખા બધા યાદવકુમાર પણ ગયા ને એ હજુ કેમ કુંવારે છે? અત્યાર સુધી આ તરફ ન તો મારું ધ્યાન ગયું હતું કે ન તે આપે મારું ધ્યાન ખેંચ્યું. નહિતર નેમકુમારને વિવાહ કયારનોય થઈ ગયે હોત. આજે આપે મને આ કાર્ય સંપ્યું છે તે હું તે પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ. મને વિશ્વાસ છે કે મારા પ્રયત્ન સફળ થશે, એટલે સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીને ખૂબ આનંદ થયે.
અને મકમારને પરણાવવા ચિંતાતુર બનેલા કૃષ્ણ” :-કૃષ્ણ વાસુદેવ કાકા કાકીને વિશ્વાસ આપીને પિતાના મહેલે આવ્યા. કાકા-કાકીને ખુશ તે કર્યા પણ નેમકુમારને પરણાવ એ કંઈ સામાન્ય વાત નથી. બળવાન સિંહને પકડીને પિંજરમાં પૂર હજુ રહેલ છે, પણ વૈરાગ્ય ભાવમાં રમણતા કરનાર નેમકુમારને સંસારના પિંજરમાં પૂર મહામુશ્કેલ છે. તે હું એ કયો ઉપાય કરું કે મારે ભાઈ અરિષ્ટનેમિ (નેમકુમાર વિવાહ કરવાની વાતને સ્વીકાર કરે ! આ વાતની તેમને ચિંતા થવા લાગી અને તેના વિચારમાં એવા તલ્લીન બની ગયા કે પાસે કોણ આવ્યું ને કેણુ ગયું ને કોણે શું કહ્યું તે પણ તેમને ખબર નથી. કૃષ્ણજીને ખૂબ ચિંતાતુર અને ઊંડા વિચારસાગરમાં ડૂબેલા જોઇને કૃષ્ણજીની મુખ્ય પટ્ટરાણું સત્યભામાએ પૂછ્યું નાથ ! આપને રાજ્યની તેમજ બીજી ઘણી ચિંતાઓ હશે છતાં આપ દરરોજ બધી ચિંતાઓ મૂકીને પ્રસન્ન મુખે હસતા ને ખેલતાં આનંદભેર અહીં પધારે છે પણ આજે તે આપ કઈ ઉંડા વિચારમાં ડૂબેલા જણાએ છે, કેઈની સાથે બોલતા પણ નથી તે આપના માથે એવી શું ચિંતા આવી પડી છે? આપ કહેવા માટે કૃપા કરે.
કણજીએ સત્યભામાને આપેલો જવાબ – સત્યભામાની વાત સાંભળીને કોણે કહ્યું- હે દેવી ! હું જે બાબત વિચારી રહ્યો છું ને જેની ચિંતા કરી રહ્યો છું તે એક દષ્ટિએ તે બહુ સામાન્ય કામ છે અને બીજી દષ્ટિએ ઘણું કઠીન કામ છે. મારે ભાઈ નેમકુમાર પૂર્ણ યુવાન બની ચૂકે છે. તેની ઉંમરને કઈ પણ યાદવકુમાર અવિવાહિત નથી અને મારો ભાઈ આટલી ઉંમર સુધી અવિવાહિત રહે તે મારા માટે ખૂબ શરમજનક વાત છે. હું એની ચિંતામાં ડૂબી ગયે છું. સત્યભામાએ કહ્યું–નાથ! જેમકુમારને પરણાવવા એમાં આટલી બધી ચિંતા શું કરે છે? તેમની સાથે પરણવા અનેક રાજકન્યાઓ તૈયાર છે. કૃણુજીએ કહ્યું એને માટે કન્યાઓને તે તૂટ જ નથી પણ વાત