________________
સારા અપાય સમુદ્રવિજયના મહેલે કૃષ્ણજીનું આગમન” - હાથી ઉપર બેસીને કૃષ્ણવાસુદેવ સમુદ્રવિજય રાજાના મહેલે આવ્યા અને પિતાના કાકા કાકીને પગે લાગ્યા. જુઓ, ત્રણ ત્રણ ખંડના સ્વામી છે છતાં વિનય કેટલે છે અભિમાનનું તે નામનિશાન નથી. આજે તે ત્રણ ઓરડાના ધણને ફાંકાને પાર નથી. (હસાહસ) કૃષ્ણજીના જીવનમાં નમ્રતા હતી. આજે તે જ્યાં જુઓ ત્યાં વિનય અને નમ્રતાને તે દેશનિકાલ થઈ ગયો છે. નેકર શેઠને નમતું નથી. વહુ સાસુને, દીકરી માતાને, પુત્ર પિતાને નમતા નથી ને શિષ્ય ગુરૂને નમતા નથી, કારણ કે દરેકના મનમાં અમે મોટા એમ છે, એટલે વડીલેને વિનય કરતાં એમને સંકોચ થાય છે, બાકી જે ખરેખર સમજે, તે વિનય અને નમ્રતામાં તે મહાન શકિત રહેલી છે. વિનયથી અશક્ય કાર્યોને શક્ય બનાવી શકાય છે. જે શિષ્ય ગુરૂને વિનય કરે છે અને ગુરૂની આજ્ઞામાં સમાઈ જાય છે તેના ઉપર ગુરૂની કૃપા ઉતરે છે ને સહેજે ગુરૂના અંતરના આશીર્વાદ મળે છે કે જા બેટા ! તારું કલ્યાણ થઈ જશે. તારે બેડે પાર થશે. વિનયવંત શિષ્યના ગુણે જોઈને રહેજે આવા અંતરના આશીર્વાદ મળી જાય છે. કેઈ કહે કે મને હાથ મૂકીને આશીર્વાદ આપે તે એ માંગ્યા આશીર્વાદ મળતા નથી, કદાચ પરાણે મળી જાય તે ફળીભૂત થતાં નથી.
કૃણવાસુદેવે સમુદ્રવિજ્ય રાજા અને શવાદેવી રાણુના ચરણમાં મસ્તક ઝુકાવ્યું એટલે બંનેએ માથે હાથ મૂકીને કહ્યું બેટા! તારું કલ્યાણ થાઓ, તમે દીર્ધાયુષ બને એવા અંતરના આશીર્વાદ આપ્યા, પછી કૃષ્ણ પૂછયું–અહે મારા માતા પિતા તુલ્ય કાકા-કાકી ! આજે આપે આ દીકરાને કેમ યાદ કર્યો? આમ કહી વિનયપૂર્વક કાકા-કાકીની બાજુમાં બેસી ગયા એટલે કહ્યું-વત્સ! તારો નભાઈનેમકુમાર હવે યુવાન બને છે, છતાં પણ હજુ સુધી તે અવિવાહિત જ છે. એના સરખા બધા યાદવકુમારે પરણી ગયા છે અને નેમકુમારને અમે લગ્ન કરવાની વાત કરીએ છીએ ત્યારે કંઈ ને કંઈ બહાના કાઢીને અમારી વાતને ઈન્કાર કરે છે. એનું જીવન જોઈને અમને એમ જ થાય છે કે એ લગ્ન કરશે જ નહિ. આપણું આવા મોટા યાદવકુળમાં એક નેમકુમાર યુવાન થવા છતાં જે કુંવારા રહે તો કે એના વિષે શું અનુમાન કરે ! વળી તમે ત્રણ ત્રણ ખંડના સ્વામી છે ને કેમકુમાર તમારે લાડીલ ભાઈ છે. એ આટલી ઉંમર સુધી અવિવાહિત રહે તે પણ એક વિચારવા જેવી વાત છે. અમે તે તેને કહી કહીને થાક્યા પણ હજુ તેણે અમારી વાતને સવીકાર કર્યો નથી, પણ તું એને મટેભાઈ છે. તે તારી પાસે વધુ રહે છે એટલે તું એને આગ્રહ કરીને કહીશ તે એ તરછોડી નહિ શકે અને વિવાહ કરવાને સ્વીકાર કરશે. આ માટે ખાસ અમે તને બેલા છે.
દેવવાણુ થઈ એટલે કૃષ્ણજીને શ્રદ્ધા છે કે કેમકુમાર પરણવાના નથી તેમજ પિતાની સાથેની વાતચીતમાં પણ વૈરાગ્યની જ વાત હોય છે એટલે કેમકુમાર કેઈ પણ રીતે