________________
૫૯૨
શારદા સુવાસ બંધુઓ! જ્યારે તમે ઉંઘી જાઓ છે ત્યારે આંખ, કાન વિગેરે બધા બંધ થઈ જાય છે તે પણ સ્વપ્નામાં આત્મા સાંભળે છે ને દેખે છે પણ ખરે, કારણ કે સ્વપ્નાવસ્થામાં ઈન્દ્રિયે સૂઈ જાય છે અને મન જાગતું રહે છે. આ અવસ્થાનું નામ સ્વપ્નાવસ્થા છે. ઈન્દ્રિય સૂતેલી હોય છતાં સ્વપ્નામાં ઈન્દ્રિયેનું કામ ચાલુ હોય છે. ઈન્દ્રિયે સૂતેલી હોય છે તે પછી સ્વપ્નામાં ઈન્દ્રિયેનું કામ કેણ ચલાવે છે? તેને ઉંડે વિચાર કરશે તે તમને ખ્યાલ આવશે કે એ બધું કામ આત્મા કરી રહ્યો છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે પણ તે ભ્રમમાં પડીને શરીરાદિ પિતે છે એમ માની બેઠે છે. આત્મા અત્યારે કલ્પનાના વમળમાં ગેથા ખાય છે માટે કલપનાને છેડીને આત્માના વાસ્તવિક તત્વને સમજે અને સંસારિક પદાર્થોનું મમત્વ છે. આત્મામાં અનંત શક્તિ છે તેથી સ્વપ્નાવસ્થામાં કાન સુષુપ્ત હેવા છતાં સાંભળે છે ને આંખ બંધ હોવા છતાં જોઈ શકે છે. તે સ્વપ્નાવસ્થામાં ગંધ, રસ, સ્પર્શ વિગેરેની કલ્પના કરી આનંદ પણ માણે છે. સ્વપ્નામાં ક્રોધ પણ કરે છે, લેભ પણ કરે છે અને સિંહાદિને જોઈને ભય પણ પામે છે. આ પ્રમાણે આત્મા સ્વપ્નામાં સુખ પણ માણે છે ને દુઃખ પણ અનુભવે છે. સ્વપ્નાની વાતેથી આત્મામાં કેટલી શક્તિ છે તેનું માપ કાઢી શકાય છે તે સમજી શકાય છે. ઈન્દિની સહાયતા વિના પણ આત્મા કામ ચલાવી શકે છે. આ પ્રમાણે આત્મામાં અનંત શક્તિ રહેલી છે, એમ સમજીને ધર્મારાધનામાં અને પ્રભુની ભક્તિમાં તેને ઉપયોગ કરશે તે આ મનુષ્ય જન્મ સાર્થક બનશે.
આપણા ચાલુ અધિકારમાં બલભદ્રજીએ કૃષ્ણને કહ્યું કે તમે બેટી ચિંતા ન કરે, નિશંક બનીને રાજ્ય કરે. બંને ભાઈએ આ રીતે વાતચીત કરતા હતા તે સમયે દેવેએ આકાશવાણી કરી કે હે કૃષ્ણ અને બળરામ! તમે મનમાં પેટા વિચારને સ્થાન ન આપે. કારણ કે એકવીસમા નમિનાથ ભગવાન ખુદ ભાંખી ગયા છે કે એ બાવીસમા તીર્થંકર થશે અને તે બહુ બળવાન હોવા છતાં રાજ્યને ગ્રહણ કરશે નહિ. આ સાંભળીને કૃષ્ણની ચિંતા દૂર થઈ અને નેમકુમાર પ્રત્યે તેમને પ્રેમ વધી ગયે ને વિચાર કરવા લાગ્યા કે અમારું કુળ કેવું ઉજજવળ છે કે આ યાદવકુળમાં ત્રણ જગતના નાથ તીર્થકર ભગવાન જમ્યા !
નેમ પ્રત્યે સ્નેહની સરવાણી વહાવતા કૃષ્ણ” -હવે કૃષ્ણ વાસુદેવને તેમકુમાર ઉપર જે પ્રેમ હતું તેનાથી ઘણે વધી ગયે, એટલે કૃષ્ણ જ્યાં જાય ત્યાં નેમકુમારને સાથે ને સાથે લઈ જાય છે. રાજસભામાં જાય કે બગીચામાં ફરવા જાય તે સાથે લઈ જતા. સ્નાન કરવા બેસે તે પણ સાથે ને જમે તે પણ સાથે. દાગીના અને વસ્ત્રો પણ પિતાના હાથે પહેરાવે. કેમકુમાર કૃષ્ણની સાથે રહેતા, બધું જ કરતા, ઘણું વાત પણ કરતા પણ એમને મુખ્ય ધ્વનિ તે એક જ હતું કે જીવનમાં ભેગવિલાસ કરતાં સંયમ મહાન છે. એક વખત મહાભારતના યુદ્ધ વિષે વાત નીકળતા કૃણે કહ્યું કે દુષ્ટને તે સંહાર જ કરવું જોઈએ, ત્યારે નેમકુમારે કહ્યું કે દુષ્ટતાનો સંહાર કરવું જોઈએ, કારણ કે દુષ્ટ