________________
૫૦૦
શારદ સુવાસ સગાઈ કરી દઉં. હવે જ્યાં જિનસેનને શોધવા જ? રામસેન અને જિનસેન બને ભાઈએ જ છે ને ? જે હું રામસેન સાથે સગાઈ કરીશ તે આ મહારાણીજી પણ મારા ઉપર ખુશ રહેશે ને મને બીજુ વધારે ધન આપશે. આમ વિચાર કરીને પુરોહિતે તે રામસેન સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું.
રાણીએ પુરે હિતને પિતાને બનાવવા આપેલી લાંચ - પુરેડિતે રામસેન સાથે સગાઈ કરવાની હા પાડી એટલે રાણીના આનંદનો પાર ન રહો, તેથી ખુશ થઈને રાણીએ બીજી પાંચસો સોનામહેરે પુરે હિતને આપી દીધી. દગાબાજ માણસે પિતાનું કામ કઢાવવા માટે શું નથી કરતા? રાણીએ પહિતને સેનામહોરે આપી એટલે પુરોહિતને તે તેના પ્રત્યે માન જાગે ને ? ચંદ્રસેન રાજાએ તે પુરેડિતને પિતાને સમજીને મેકલ્યો હતે પણ પૈસાની લાલચે એણે તે રામસેન સાથે મદનમાલતીની સગાઈ કરી દીધી, અને ખુશ થતે વિજયપુર પહોંચી ગયે. રામસેનકુમારની સગાઈ થઈ તે દિવસે સાંજે જ મુખ્ય પ્રધાનજી આવી ગયા. તેમને ખબર પડી કે રામસેનકુમારની વિજયપુરના રાજાની કુંવરી સાથે સગાઈ થઈ. પ્રધાન વિચાર કરવા લાગ્યા કે રામસેનમાં કયાં હોંશિયારી છે કે તેની સાથે કઈ કન્યા પરણાવે? આ તે રામનું સ્વપ્ન ભરતને ફળ્યું લાગે છે. સગાઈ જિનસેનકુમારની કરવા આવ્યા ને ફાવી ગયે છે રામસેન, પણ હવે બગડેલી બાજી કેમ સુધારવી એ તે મારા હાથની વાત છે.
આ તરફ પુરોહિત મદનમાલતીની સગાઈ કરીને વિજયપુર પહોંચી ગયે. પુરોહિતનું મુખ હસતું જેઈને રાજા સમજી ગયા કે પુરોહિતજી કાર્ય સફળ કરીને આવ્યા છે પણ વિશેષ ખાત્રી કરવા માટે પૂછયું કે જિનસેનકુમાર સાથે સગાઈ કરીને આવ્યા ને? પુરે હિતે કહ્યું હતું....સાહેબ. જિનસેનકુમાર કેવા છે? તે કહે છે સાહેબ ! આપણી કુંવરી કરતા રૂપ અને ગુણમાં સવાયા છે. એમને જોઈને મારું મન ઠરી ગયું. હવે જલદી લગ્નનું મુહુર્ત જેવડા ને ત્યાં સમાચાર કહેવડાવે, એટલે રાજાએ તાબડતોબ લગ્નનું શુભ મુહુર્ત જેવડાવ્યું ને કંચનપુર સમાચાર મેકલાવ્યા કે તમે જલદી મટી જાન લઈને આવે.
આઈ લગનકી ખબર તબ, સેચે મંત્રી ઔર સરદાર,
કિસકે અગવાની કરે જ્યારમેં, ઈસકા હૈ વિચાર. જાન લઈને જવાના સમાચાર આવ્યા એટલે પ્રધાનજી વિચાર કરવા લાગ્યા કે અત્યારે મહારાજા તે છે નહિ અને રામસેનમાં મીઠું નથી તે જાનમાં આગેવાન કોને કરવો ? આગેવાન વિનાની જાન શેભે? “ના, અને રામસેનને લઈને જઈએ તે આબરૂના કાંકરા જ થઈ જાય ને ? રાજાની ગેરહાજરીમાં રાણું પુત્રને પરણાવવા તૈયાર થયા છે. જે રાજાને કદાચ સમાચાર આપીએ તે પણ રામસેનના લગ્ન છે એમ જાણે તે આવે જ નહિ. હા... જિનસેનના લગ્નની ખબર પડે તે દેડતા આવે. અહીં તે રાણી રાજાને યાદ પણ કરતા