________________
શારદા સુવાસ
૫૮૯ ધર્મની સ્થાપના કરવા માટે જ આ પૃથ્વી ઉપર જગ્યા છે, માટે એમના હૃદયમાં રાજ્યને બીલકુલ લેભ કે મેહ નથી. કૃષ્ણજીએ કહ્યું ભાઈ ! તમારી વાત સાચી છે પણ રાજ્યલક્ષ્મી જેઈને તેનું મન લલચાતું નથી ? જે નેમકુમાર કેઈપણ જાતને ઉપદ્રવ ન કરે તે ઘણું સારું છે પણ કદાચ તે એ મારી પાસેથી રાજ્ય પડાવી લેવા માટે કેઈ ઉપદ્રવ કરે તે તે વખતે મારા અને તમારા માટે તેમને સામને કરવાનું સર્વથા અસંભવિત બની જાય, માટે હમણાં જ એ ભયને ટાળવાને ઉપાય કરે જોઈએ.
કૃષ્ણજીની વાત સાંભળી બલભદ્રજીએ કહ્યું-ભાઈ! અસંભવિત વાતને સંભવિત માનીને તું વિના કારણે ભય પેદા કરે છે ને તે ભયને ટાળવાની ચિંતા કરે છે. તું વિચાર કર કે જેઓ આ સમસ્ત સંસારને તૃણવત્ સમજીને ત્યાગ કરવાના છે, જે રાગ-દ્વેષ છોડીને સંસારના સમસ્ત છને ઉપદેશ આપવા માટે જ ઉત્પન્ન થયા છે તેમનામાં રાજ્યભ કેવી રીતે હેઈ શકે? તેઓ રાજ્ય માટે યુદ્ધ કેમ કરી શકે? અને પિતાના ભાઈઓને કેમ મારી શકે? કદાચ તેમને રાજ્ય કરવાની ઈચ્છા થશે તે પણ તેઓ તમારા કરતાં વધુ બળવાન અને શસ્ત્રાસ્ત્ર કુશળ હોવાથી તેમને માટે બીજું રાજ્ય મેળવવું એ કયાં કઠીન છે! જે તેમને રાજ્ય કરવું જ તે તેને તમે જે દિવિજય કરવાની આજ્ઞા કરી તેને અસ્વીકાર શા માટે કરત? મહાનપુરૂએ કહેલી ભવિષ્યવાણીથી અને તેમના વ્યવહારથી મને તે સ્પષ્ટ સમજાય છે કે તેમનામાં તમારા આ નાના રાજ્યને તે શું પણ અખિલ જગતના રાજ્યને પણ લેભ નથી. તમે તેમનાથી બેટા ભયભીત બની રહ્યા છે. આ ખેટો ભ્રમ કાઢીને શાંતિથી રાજ્યનું પાલન કરે. આ પ્રમાણે બલદેવજીએ કૃષ્ણજીને સમજાવ્યા એટલે તેમને સંદેહ અને ભય દૂર થયો ને શાંતિથી રહેવા લાગ્યા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- વિજયપુરના ચંદ્રસેન રાજાની કુંવરી મદનમાલતીનું કહેણ લઈને પુરોહિત કંચનપુર નગરમાં જિનસેનકુમાર સાથે સગાઈ કરવા આવ્યું, તેથી ઈર્ષ્યાળુ રત્નાવતી જિનસેન સાથે સગાઈ કરવાને બદલે રામસેન સાથે સગાઈ કરવા માટે ઘણું કહે છે પણ પુરોહિત રામસેન સાથે સગાઈ કરવાની ના પાડે છે, છેવટે રત્નાવતીએ ઘણું કહ્યું અને મીઠું બેલીને કહે કે તમે સગાઈ ગમે ત્યાં કરે પણ મારા મહેમાન છે તેમ કહીને પાંચસો સેનામહ આપી.
દગાબાજીથી થયેલી રામસેનની સગાઈ – આ સંસારમાં તે તમે જાણે છે ને કે કોના માન છે? પૈસાના પૈસે મળે એટલે માણસનું મન પીગળી જાય છે. દેખે પીળું ને મન થાય શીળું”. તે રીતે પુરેહિતનું મન પીગળી ગયું અને રામસેનકુમારને જોઈને તેના મનમાં થયું કે રામસેનકુમાર પણ રૂપવંત છે, અને જેની માતા આટલી હેશિયાર છે તે તેને પુત્ર પણ એ જ હશે ને ! માટે રામસેન સાથે મદનમાલતીની