________________
શારજા સુવાસ કાઢવા જતાં મારા બળનું માપ નીકળી ગયું. મેં મેટી ભૂલ કરી છે. આવું ન કર્યું હેત તે સારું હતું. આમ અનેક પ્રકારના તર્કવિર્તક કૃણજીના દિલમાં થવા લાગ્યા. બસ, કૃષ્ણજીને એક જ ભય લાગે કે અત્યારે તે નેમકુમારને રાજ્યનો મેહ નથી, નિર્મોહી દેખાય છે પણ માનવીના મનના પરિણામની કેને ખબર છે? કાલે તેના વિચાર બદલાય તે માટે ચક્રવર્તિ બની મારું રાજ્ય લઈ શકે છે.
બંધુઓ! પરિગ્રહની મમતા મનુષ્યને અનેક પ્રકારની ચિંતા કરાવે છે. અઢાર પાપસ્થાનકમાં પાંચમું પાપ પરિગ્રહ છે. ગ્રહ તે નવ છે પણ પરિગ્રહ એ દશમ ગ્રહ છે. સર્વ પ્રકારના દુઃખ અને પાપનું મૂળ પરિગ્રડ છે. પરિગ્રહ એટલે શું? તે તમે સમજે છો ને? જગતની કઈ પણ વસ્તુ પ્રત્યેનો મમત્વ તે પરિગ્રહ છે. પ્રશ્ન-વ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે–
परिग्गहे चेव होन्ति नियमा, सल्ला दंडा य गारवा य ।
कसाया सन्ना य कामगुण, अण्हया य इन्दिय लेसाओ ॥ માયા આદિ શલ્ય, દંડ, ગારવ, કષાય, સંજ્ઞા, શબ્દાદિ ગુણ રૂપ આશ્રવ, અસંવૃત્ત ઇન્દ્રિ, અને અપ્રશસ્ત લેશ્યાઓ આ બધું જ્યાં પરિગ્રહ હોય છે ત્યાં અવશ્ય હોય છે. આવા પરિગ્રહને જગતના જીવે સુખરૂપ સમજે છે પણ અત્યાર સુધીમાં પરિગ્રહથી કઈ સુખી થયું નથી ને થવાનું પણ નથી.
કૃષ્ણ વાસુદેવ જેવા પવિત્ર પુરૂષ વિચાર કરવા લાગ્યા કે જેમકુમારનું બળ ઘટે તેમ કરવું જોઈએ. આ વિચાર શા કારણે પરિગ્રહની મમતા જ ને? રાજ્યને ખાતર કરે પિતાના પિતા ઉગ્રસેનને, ઔરંગઝેબે પિતાના પિતા શાહજહાંને, શ્રેણીક રાજાને કેકે કેદખાનામાં પૂર્યા હતા. દુર્યોધને પિતાના ભાઈ પાંડને નાશ કરવાના ઉપાય કર્યા હતા અને ઔરંગઝેબે પિતાના ભાઈઓને મારી નાંખ્યા હતા. આ બધું પાપ એક રાજ્યના લાભ ખાતર જ થયું ને? કેણુક અને ચેડા મહારાજાના સંગ્રામનું કારણ પણ એ જ હતું. પરિગ્રહ મેળવવામાં પાપ, ભેગવવામાં પાપ અને તેને સાચવવામાં પણ દુઃખમહાપુરૂ કહે છે કે
अर्थानामर्जने, दुःखमाजतानां च रक्षणे ।
प्राये दुःख व्यये दुःखं, धिगर्थाः दुःखः संश्रयाः ॥ પ્રાપ્ત થયેલ પરિગ્રડ દંભ, અભિમાન અને અનૈતિક્તાનું આચરણ પણ કરાવે છે. જગતમાં વધુમાં વધુ પાપ પરિગેડ દ્વારા થાય છે. ડિંસા, જુઠ, ચેરી, આદિ પાપ પરિગ્રહી કરે છે. પરિગ્રહી ભલે ખુલ્લી રીતે કે જીવને વધ ન કરતે હોય પણ તે પિતાના