________________
શારદા સુવાસ માતાના મનમાં થયું કે હાશ હવે દીકરે તૈયાર થઈ ગયા છે. હવે મારું દુઃખ ટળશે ને હું શાંતિથી ધર્મધ્યાન કરીશ, પણ કુદરત એને માટે કંઈક જુદી જ રોજના ઘડી રાખે છે.
એક દિવસ રમેશ એની માતાને કહે છે બા ! પેલા જામફળીયામાં રહેતા પ્રેમચંદ શેઠની છોકરી પ્રેમીલાને તમે જોઈ છે? આ સાંભળીને માતાનું હૃદય કંપી ઉઠયું, છતાં જેમ તેમ કરીને બોલી કે હાઈ છે. રૂપાળી, નમણે ખૂબ છે. એટલે દીકરાએ કહ્યું—એની સાથે મારા લગ્ન કરીએ તે શું ખોટું? આ શબ્દ હથોડાના ઘાની જેમ માતાના કાનમાં ગૂજવા લાગ્યા ને છાતીમાં ધબકારા ઉપડ્યા. એટલે ઉભી હતી તે ત્યાંની ત્યાં નીચે બેસી ગઈ પણ હા કે ના કંઈ જવાબ ન આપે, તેથી રમેશ સમજી ગયે કે માતાને મારી વાત ગમી નથી લાગતી, પણ આ રમેશને માતા સિવાય ઘરમાં બીજું કંઈ કહેનાર ન હતું, અને માતા એમ માનતી કે મારે એકને એક દીકરે છે. એના ઉપર મારો બધે આધાર છે. હું કંઈ પણ એને કહું ને એ રિસાઈને ચાલ્યા જાય તે? એટલે વધુ કહેતી ન હતી. રમેશે એની માતાને કહી દીધું કે બા ! તને એ છોકરી ગમે કે ન ગમે એની મને પરવા નથી. મને ગમે છે એટલે હું એની સાથે લગ્ન કરીશ. એમ કહીને એ તે ચાલે ગયે.
દીકરા માટે પ્રેમીલાની વાત સાંભળતા માતાને પડેલો માસ્કેઃ પ્રેમચંદ શેઠ ખૂબ ધનવાન છે. એમની દીકરી પ્રેમીલા ધરતીથી વેંત અદ્ધર ચાલે છે. એના મોજશોખ મારાથી કેવી રીતે પૂરા થશે ? એ આ ઘર કેમ ચલાવશે ને અત્યાર સુધી દુઃખ વેઠીને જાળવી રાખેલી આબરૂ એ કેવી રીતે સાચવશે? એવા અનેક વિચારે એની માતાના દિલમાં રમવા લાગ્યા. મા તો ઉંડા વિચારસાગરમાં ડૂબી ગઈ. ચિંતાને કી એના અંતરને કેરી ખાવા લાગે. ઘણી વખત માતાપિતાએ પોતાના દીકરાની ચિંતા કરે છે પણ એ દીકરાઓ પરદેશ રહેતા હોય એટલે લખે છે કે બા-બાપુજી! તમે અમારી ચિંતા કરશે નહિ. અમે પુનીત પંથે પગલા માંડી દીધા છે. આપ અમને આશીર્વાદ આપજે. (હસાહસ) અહીં પણ એવું જ બન્યું. માતાએ પ્રેમીલા સાથે લગ્ન કરવામાં સાથ ન આવે ત્યારે રમેશે પોતાની જાતે લગ્ન કર્યા ને એક દિવસ રમેશ પ્રેમીલાને લઈને પિતાને ઘેર આવ્યા. માતાને આવી ઉછાંછળી કન્યા સાથે રમેશને પરણાવવાની બિલકુલ મરજી ન હતી છતાં એકને એક દીકરો પરણીને આવ્યા પછી શું કરે? થસ્થર ધ્રુજતા હાથે પુત્ર અને પુત્રવધૂતા ઓવારણા લઈને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ને કહ્યુંઆવો બેટા ! આટલું બોલતાં હૈયામાં પ્રાસ્ક પડે, અને ભાવિના ભણકારા વાગતા હોય તેમ અંદરથી તેનું હૃદય ધ્રુજવા લાગ્યું ને અંતર બેલવા લાગ્યું કે શું આ છોકરી મારા ઘરની આબરૂ જાળવશે? એ મારું ઘડપણ તે નહિ બગાડે ને ? ન કરે નારાયણ ને મારુ કંઈ બની જાય તે આ મારી લાડકી રમીલાનું શું થશે ? માતાના મનમાં આવા વિચારે