________________
શારદા સુવાસ થાય છે. જે લોકેની જીભે ધર્મનું નામ પણ કઈ દિવસ આવતું નથી તે પણ આ પવિત્ર દિવસોમાં ધર્મારાધના કરતા નજરે ચડે છે. એક સપ્તાહની ભાવપૂર્ણ સાધના પછી પર્વને જે છેલ્લે દિવસ આવે છે તેને સંવત્સરી કહેવામાં આવે છે. તેનું બીજું નામ ક્ષમાપના પર્વ છે. સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનું છે. આજે અમારે ને તમારે લેતી દેતીના બે કાર્યો કરવાના છે, તેથી આજના વ્યાખ્યાનને વિષય રાખે છે. - “આદાન પ્રદાનનું મહાપર્વ” આદાન એટલે લેવું અને પ્રદાન એટલે આપવું. આપણે આજે શું લેવાનું છે ને શું આપવાનું છે? આખા જગતને તમામ વ્યવહાર લેવડદેવડથી ચાલે છે મેટા વહેપારીઓ પાસેથી નાના વહેપારીઓ માલ ખરીદે છે અને નાના વહેપારીઓ પાસેથી ગ્રાહકે માલ ખરીદે છે. મૂલ્ય અપાય છે ને માલ ખરીદાય છે. તમારી દીકરી સારા કુટુંબમાં પરણાવે છે કે સારા કુટુંબની દીકરી તમારે ઘેર લાવે છે, એવી રીતે આપણે જેની જેની સાથે વૈરઝેર થયા હોય તેમની પાસે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવાની છે અને જે આપણી પાસે ક્ષમા લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે. આ પર્વ વર્ષમાં એક જ દિવસ આવે છે તેથી તેને સંવત્સરી કહેવામાં આવે છે.
ભરતભરમાં અને ભારતની બહાર પણ પ્રશંસા પામેલ આ પર્વનું કે આત્મા સ્વાગત કરવા તૈયાર ન હોય! કઈ તપથી તેનું સ્વાગત કરે છે કે દાનથી, કેઈ શીયળથી, કોઈ ભાવથી આ પર્વનું સ્વાગત કરે. જીંદગીની માટી કમાણી કરવાના દિવસો હોય તે આ મહાપર્વના દિવસે. આ પર્વ પિકારી પિકારીને આપણને કહે છે ભલે કરે મારું સ્વાગત. આ સ્વાગત મારું નથી પણ આમાં તે તમારું સ્વાગત સમાયેલું છે. એ સ્વાગતમાં તમારી સાધના છે, અને એ સાધનામાં તમારી સિદ્ધિ છે. આરાધનાના અમૃતમાંથી પ્રાપ્ત થતું પરમાત્મપદ એનું નામ જ સ્વાગત. હું સ્વાગતને ઈચ્છુક નથી પણ હું આરાધનામાંથી ગૂંજતા મિત્રીયુક્ત પ્રેમભાવને પૂજારી છું. મમતાભરી વૃત્તિએ મને જે સવીકારવામાં આવે તે તમારી મુક્તિ મેળવવાની મનેકામનાને હું પૂરક બનું, પણ હું કહું તે ખાસ યાદ રાખજો. ભૌતિક સુખની પાછળ ભેળવાઈ જઈ મને જ ભૂલી ગયા તે સમજજો કે ભૂલભૂલામણમાં અથડાઈ પડશે. સ્વાગતની મેટી મોટી વાત કરનાર, વિવેકની મોટી મેટી હીમાયતે રચનાર પણ જે કોધ, માન, માયા અને લેભની જાળમાં ફસાતા રહેશે તે એવા સ્વાગતથી શું? એવા સ્વાગતથી આત્માને શે લાભ! બાકી મારું વાગત સાચી મિત્રતાથી સાચા નેહ સંતેષથી, સાચા તપથી, સાચા દાનથી, સાચી શાંતિથી, અપૂર્વ આરાધનાથી અને ઉપસર્ગો ને આપત્તિમાં ક્ષમા રાખીને કરશે તે મારુ સ્વાગત સિદ્ધિના દ્વાર ખખડાવશે. છે. આજ દિવસ આપણને ક્ષમાને મહાન સંદેશ આપે છે, ક્ષમા મનુષ્યને શાંત