________________
પ
શારે સુવાસ માટે પંખાની જરૂર પડે છે અને વધુ ખાધા પછી મગજને ફેસ બનાવવા માટે રેડિયે સાંભળવાનું ને ટી. વી. જેવાનું મન થાય છે, એટલે પરિગ્રહ સંજ્ઞાનું કારણ આહાર સંજ્ઞા છે અને જ્યાં પરિગ્રહ આવ્યો ત્યાં પરિગ્રહને સાચવવા માટે જીવને અનેક પ્રકારના ભય ઉભા થાય છે. પરિગ્રહને સાચવવા ચોકીયાત રાખવો પડે છે. સાચા ખોટા વહેપાર કર્યા હોય તે ઈન્કમટેક્ષવાળાને ભય રહે છે. આહાર સંજ્ઞાથી મૈથુન સંજ્ઞા પણ ઉત્પન્ન થાય છે કારણ કે અતિ આહાર કરવાથી શરીર પુષ્ટ બને છે ને તેમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. આ રીતે બધી સંજ્ઞાઓનું મૂળ આહાર સંજ્ઞા છે, જ્યારે તપ એ આહાર સંજ્ઞાને દૂર કરવા માટેનું પ્રબળતમ સાધન છે, એટલે જૈન ધર્મમાં દરેક પ્રકારના દોષનું અને કઈ પણ જાતના ગુનાનું પ્રાયશ્ચિત તપ દ્વારા આપવામાં આવે છે.
દેવાનુપ્રિયે ! પેટ એ ગડાઉન છે અને જીભ એ દલાલ છે. દલાલ દ્વારા માલ ગેડાઉનમાં ભરાય છે. ગડાઉનમાં માલ ગમે તેટલે ભરાય પણ જીભ રૂપ દલાલને કંઈ ન્હાવા નીચેવાનું રહેતું નથી જીભ સ્વાદ કરે છે, અને દુઃખ પેટને ભેગવવું પડે છે. આ જીભ એ હરામખોરની જાત છે. જીભથી સ્વાદના ચટકા કર્યા તે શરીરના પ્રત્યેક અંગ વિફરે છે માથું દુઃખે છે, હાથ પગમાં કળતર થાય છે, પિટમાં બાદી થાય છે. આટલા માટે આપણું જ્ઞાની ભગવંતોએ રસેન્દ્રિયને કાબૂમાં રાખવા માટે તપ કરવાનું કહેલ છે. તપ અનેક રીતે જીવને લાભકારી છે, તેથી જ્ઞાની ભગવંતેએ તપ ઉપર ખૂબ ભાર મૂકે છે. જો કે તપ આત્માના રોગના નાશ માટે કરવાને છે છતાં તપ કરવાથી શરીરના રેગે પણ નાશ પામે છે. ખેડૂત અનાજ પકવવા માટે બીજ વાવે છે પણ ઘાસ માટે વાવતે નથી, છતાં ઘાસ તો અનાજ પહેલાં ઓટોમેટીક આવે છે તેવી રીતે તપ એ આત્મા માટે કરવાને છે, પરંતુ તપારા શરીરની સુખાકારી ઓટોમેટીક પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં ચાર મહાસતીજીમાં બા. બ્ર. શોભનાબાઈ તથા બા. વ્ર, હર્ષિદાબાઈ બંનેને આજે ૩રમે ઉપવાસ છે. શોભનાબાઈને આ બીજુ ને હર્ષિદાબાઇને આ સાતમું મા ખમણ છે. બા.બ્ર. ભાવનાબાઈએ અગાઉ પાંચ માસખમણ ર્યા છે ને તેમને આજે ૧૮મે ઉપવાસ છે. બા.બ્ર. પ્રફલાબાઈને આજે ૧૦મે ઉપવાસ છે. ધન્ય છે તપસ્વીઓને! આવી નાની ઉંમરમાં ઉગ્ર તપશ્ચર્યા કરી કર્મોને ચકચૂર કરી રહ્યા છે. વૈરાગી વનિતા બહેનને આ ત્રીજુ મા ખમણ છે અને વૈરાગી મીનાક્ષીબેનને બીજુ મા ખમણ છે.
તપસ્વીઓના ગુણગાન ગાવાથી, તેમનું તપ દ્વારા બહુમાન કરવાથી જીવ મહાન લાભ મેળવે છે. સમ્યક્ત્વ નિર્મળ બને છે. સય દર્શનના પાંચ લક્ષણ છે. સમ્યગુદર્શન એ દર્શન મેહનીય કર્મને ક્ષપદમાદિથી પ્રગટ થતા આત્માના શુભ પરિણામ છે, એ આપણે જગાડવા છે. શાસ્ત્રમાં એના સમ, સંવેગ, નિજ, અનુકંપા, અને આસ્થા એ પાંચ લક્ષણે બતાવવામાં આવ્યા છે. એને જગાડવા અને વિકસાવવા માટે જીવે પુરૂષાર્થ