________________
પટ
શારદા યુવા - “પુહિતને અવળા કાન ભંભેરતી રાણી રત્નાવતી” - આ સમયે જુને પ્રધાન હતા તે વધે ન આવત પણ નવા પ્રધાને પેલા આવનાર પ્રધાનને કહ્યું-ભાઈ ! હું સગાઈની બાબતમાં પડતું નથી. એ બાબતમાં રાણુને પૂછે. આમ વાત થતી હતી ત્યાં રત્નાવતીની દાસી આવી પહોંચી ને પુરેડિતને રાણુ પાસે લઈ ગઈ. રનવતી પહેલેથી જ ઈર્ષાળુ તે છે જ, તેમાં વળી જિનસેન માટે કહેણ આવ્યું ને રામસેન માટે ન આવ્યું તેથી એને ઈર્ષ્યા આવી ગઈ કે હું મારા રામસેન પહેલાં જિનસેન પરણે જ કેમ? એટલે પુરે હિતને રનવતી કહે છે કે તમે જિનસેન સાથે સગાઈ કરવા આવ્યા છે ને ? પણ તમે ભીંત ભૂલ્યા છે ! રામસેન મારે દીકરે છે પણ તમને કેઈએ રામસેનને બદલે જિનસેનકુમાર કહ્યું લાગે છે. જિનસેનકુમાર પાસે તે રહેવા માટે ઘર નથી ને ખાવા માટે અન્ન પણ નથી. બગીચામાં એક ભાંગીતૂટી ઝૂંપડીમાં પડ્યા રહે છે. એને પહેરવા માટે કપડા પણ સારા નથી, એવા જિનસેન સાથે શું લગ્ન કરવા તૈયાર થયા છે? મારે રામસેનકુમાર કે હોંશિયાર છે ! અત્યારે રાજયમાં મારા નામની આણ વર્તાય છે એટલે ભવિષ્યમાં રાજગાદી પણ મારા રામસેનકુમારને જ મળશે.
મને તે એમ જ થાય છે કે તમે શું જોઈને જિનસેન સાથે કન્યાનું કહેણ મૂકવા આવ્યા છે? તમારી રાજકુમારી દુઃખી દુઃખી થઈ જશે, માટે જે તમારું મન માનતું હોય તે મારા રામસેન સાથે સગાઈ કરી દે. મારા રામસેનકુમારને તે મેટા મોટા રાજાઓની કન્યાઓના કહેણ આવ્યા છે એટલે કદાચ તમે નહિ કરે તે મને વાંધો નથી. આ તે તમારી કુંવરી દુઃખી ન થાય તે માટે કહું છું. હજુ રનવતી પુરે હિતને લલચાવવા માટે શું કરશે ને શું કહેશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા વદ ૪ ને બુધવાર
તા. ૨૦-૯-૭૮ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે અનાદિકાળથી મોહનિદ્રામાં પહેલા અને સિંહનાદ કરીને જાગૃત કરતાં કહે છે કે હે ભવ્ય છે ! “રાત્રી વીતી અને પ્રગટયું પ્રભાત” હવે તે જાગે. કયાં સુધી ઉંધ્યા કરશે ? આ માનવજીવન એ એક્ષપ્રાપ્તિ માટે પ્રભાત છે, જ્યારે બીજા ભ રાત્રી સમાન છે, કારણ કે બીજા ભાગમાં જીવને મોક્ષપ્રાપ્તિ માટે સામગ્રી મળતી નથી. માત્ર મનુષ્ય ભવમાં મળે છે. આ અપેક્ષાએ માનવજીવનને પ્રભાતની ઉપમા આપવામાં આવી છે. હવે આ પ્રભાત પ્રગટયું છે તે રાત્રી પડતા પહેલા તમે તમારું કાર્ય સાધી લે. તમે તે બધા સૂર્યોદય થતાં જે પ્રકાશ પથરાય છે તેને પ્રભાત કહે છે અને સૂર્યાસ્ત થતાં અંધારુ વ્યાપી જાય તેને રાત્રી કહે છે. જ્ઞાની પુરુષે