________________
૫૮૪
શારદા સ્વાસ બંધુઓ ! આજે દુનિયામાં ભૌતિક જ્ઞાન ઘણું વધ્યું છે, અને તે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન ઘણાં થઈ રહ્યા છે, પણ તે જ્ઞાન સાચું જ્ઞાન નથી, સંસાર વૃદ્ધિનું કારણ છે. તૃષ્ણા, લેલુપતા, મેહ, માન, માયા, લેભ વિગેરે દુર્ગની વૃદ્ધિ કરી જીવને ભવાટવીમાં ભટકાવનારું જ્ઞાન છે. આત્મિક જ્ઞાન આગળ ભૌતિક જ્ઞાનનું સહેજ પણ મહત્વ નથી, કારણ કે ભૌતિક જ્ઞાનથી ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે પણ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી, તેથી આત્મા કર્મોની નિર્જરા કરી શક્તા નથી. જયારે આત્માને સમ્યગ-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે જ સાચું જ્ઞાન કહેવાય છે. ભૌતિક જ્ઞાન અને આત્મિક જ્ઞાન વચ્ચે મોટું અંતર છે. ભૌતિક જ્ઞાન ભલે તમને આકાશમાં ઉડાડી શકે, પાણીમાં ચલાવી શકે, સુખના સાધને અપાવી શકે અને જગતમાં પ્રશંસાને પાત્ર બનાવી શકે પણ તે જ્ઞાન ચિરસ્થાયી નથી, અને પરલેકમાં સહાયક પણ બનતું નથી, જ્યારે આત્મિક જ્ઞાન અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરે છે, કષાને નષ્ટ કરે છે, આત્મિક ગુણનું પ્રગટીકરણ કરે છે, વિભાવ દશાને તેમજ મિથ્યાત્વને દૂર હટાવે છે, અને આત્માના અખંડ આનંદ, જ્ઞાન અને સુખને પ્રગટ કરે છે. જ્ઞાનને મહિમા બતાવતા એક સંસ્કૃત શ્લેકમાં કહ્યું છે કે ___न ज्ञान तुल्यः किल कल्पवृक्षा, न ज्ञान तुल्यः किल कामधेनुः।
न ज्ञान तुल्यः किल कामकुभोः, ज्ञानेन चिन्तामणि रुप्य तुल्यः ॥
જ્ઞાન કલ્પવૃક્ષથી પણ અધિક ફળ દેનાર છે, કામધેનુથી પણ અધિક અમૃત આપનાર છે કામકુંભ પણ આત્મિક જ્ઞાનની તુલના કરી શકતું નથી. મનવાંછિત ફળ આપનાર રત્નચિંતામણી પણ આત્મિક જ્ઞાન પાસે કોઈ વિસાતમાં નથી. અરે ! હજારે સૂર્યો અને હજારે ચંદ્ર જ્ઞાની માણસ માટે નિરર્થક છે. અરે ! જે કઈ અંધ માણસ આત્મજ્ઞાન પામે તે તેનું અંતર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠે છે. ચંદ્ર અને સૂર્યને દ્રવ્ય પ્રકાશ પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે પણ જ્ઞાનને પ્રકાશ તે લેકાલેકને પ્રકાશિત કરે છે, એટલા માટે જ્ઞાની પુરૂષે આપણને વારંવાર ટકેર કરે છે કે હે ભવ્ય છે ! આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની અત્યંત જરૂર છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જેટલું બને તેટલે પુરૂષાર્થ કરે ને જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન એ આત્માને ગુણ છે. જ્ઞાન એ કંઈ બહારથી આવતું નથી પણ આત્મામાં પડેલું છે, માટે આત્મા તરફ દષ્ટિ કરી પ્રબળ પુરૂષાર્થ કરીને કેવળ જ્ઞાનને પ્રકાશ પ્રગટાવે.
ભાવિમાં કેવળ જ્ઞાનને પ્રકાશ પ્રગટાવનાર નેમકુમારનું બળ, પરાક્રમ જોઈને કૃષ્ણજીને ચિંતા થઈ ચિંતામાં ને ચિંતામાં થડા દિવસ વીતી ગયા, પછી એક દિવસ કૃષ્ણ વાસુદેવ બગીચામાં ફરવા માટે ગયા. તે બગીચામાં યાદવકુમારેને વ્યાયામ કરવા માટે એક મેટે અખાડે બનાવેલ હતું. ત્યાં યાદવકુમારે પરસ્પર મલયુદ્ધ, કુસ્તી વિગેરે કરીને પિતાનું બળ અજમાવતા હતા. યાદવકુમારનું મલલયુદ્ધ જેવા માટે ઘણાં મોટા