________________
-શારદા સુવાસ માન્યા નહીં ને ઉપરથી કુંવરને કહે છે એમાં તારા બાપનું શું જાય છે ? ત્યારે કુંવર કહે છે આ મારા બાપનું જ રાજ્ય છે. મારા પિતાજી એક કીડીને પણ દુભવે તેવા નથી. હિંસા કરવાની મારા બાપની મનાઈ છે. તમે મારા ગામના પાદરમાં જીની કતલ કરે છે એ મારાથી કેમ સહન થાય? આ પ્રમાણે કુંવરના કહેવાથી સામતે ખૂબ ગુસ્સે થયા અને કુમાર ઉપર તૂટી પડયા, હવે જિનસેનકુમાર સામંતે સાથે કેવી રીતે ઝઝુમશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા સુદ ૧૫ ને શનિવાર
તા. ૧૬-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, પરમ હિતસ્વી, મહાન ઉપકારી તીર્થકર ભગવંતાએ જગતના જીના એકાંત કલ્યાણ માટે સભ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આદિ સાધનાના સુંદર માર્ગો બતાવ્યા છે. એ માર્ગ ઉપર શ્રદ્ધા કરી તે માર્ગે ચાલીને અનંતજી કયાણ કરી ગયા છે. વર્તમાનકાળે કરે છે ને ભવિષ્યમાં કરશે. મલાડ સંઘને આંગણે પર્યુષણ પર્વ અને તપ મહત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પર્યુષણ પર્વના મંગલકારી દિવસ ચાલ્યા ગયા પણ આપણે ત્યાં હજુ પયુંષણ જે તપ મહેસવ ચાલે છે. તપના માંડવડા પણ છૂટયા નથી, કારણ કે આપણે ત્યાં પહેલા બા–બ્ર. સુજાતાબાઈની તપશ્ચર્યા થઈ ગઈ અને બીજા ચાર મહાસતીજીઓ અને વૈરાગી બહેનની તપશ્ચર્યા ચાલે છે, તેમજ અમારા તારણહાર પરમ પૂજ્ય ગુરૂદેવ બા-બ્ર. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે નવાંગી તપની સાધને પણ ચાલે છે. તેમાં ઘણાં ભાઈ બહેને જોડાયા છે, એટલે આપણે ઉપાશ્રય તપશ્ચર્યાને નાદથી ગુંજ ને ગાજતે છે. જ્યાં જોઈએ ત્યાં તપને જ નાદ સંભળાય છે. ભવરોગ નાબૂદ કરવા માટે તપ એ એક અમૂલ્ય સંજીવની છે. આપણું જૈનદર્શનમાં તે તપનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. અન્ય ધર્મમાં પણ જૈન ધર્મના તપ વિષે બહુમાન છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે
यद्दुस्तरं यदुरापं, यदुर्ग यच्चदुष्करम् ।
सर्वे तु तपसा साध्यं, तो हि दुरतिक्रमम् ।। જે હુસ્તર છે, દુપ્રાપ્ય છે, દુર્ગમ છે અને દુષ્કર છે તે બધું તપ દ્વારા સિદ્ધ કરી શકાય છે, કારણ કે તપ દુતિક્રમ છે. તેની આગળ કઈ ચીજ કઠીન નથી. આપણે ત્યાં ચાર મહાસતીજીએ અને એક વૈરાગી બહેનની તપશ્ચર્યાને આજે છેલ્લો દિવસ છે. આવતી કાલે તેમના પારણુ છે એટલે આજે તપ ઉપર થોડું કહીશ.