________________
૫૨૫
શારદા સુવાસ દિવસે રાજાનું શરીર સુકાવા લાગ્યું ત્યારે પ્રધાને પૂછયું સાહેબ! તમે આટલા બધા ઉદાસ કેમ છે? હમણાંથી તે આપના મુખ ઉપર આનંદ નામ દેખાતું નથી. આપ આટલી બધી ચિંતા શા માટે કરે છે? ત્યારે રાજાએ પિતાના મનની બધી વાત કરી અને કહ્યું –
મેં જાઉં પરદેશ બીચમે, સુખે પ્રજાને પાલે
મેરી આજ્ઞા માને મંત્રી, યું કે ચાલ્યો ટાલે. પ્રધાનજી ! મારું મન કંટાળી ગયું છે, જે તમે આ રાજ્યનું કાર્ય બરાબર ચલાવે તે હું થડા સમય માટે પરદેશ જાઉં તે મારું મન કંઈક શાંત થાય. તમે ખૂબ ચતુર છે માટે મારી માફક બધું રાજ્ય સંભાળી શકશે. એમાં વધે નહિ આવે. મંત્રીને થયું કે હમણાં રાજા ગમગીન રહે છે તે છ મહિના ભલે પરદેશ જાય, તે તેમનું મન શાંત થશે ને આ બધું દુઃખ ભૂલી જશે, એટલે પ્રધાને કહ્યું મહારાજા ! આપ ખુશીથી પરદેશ સિધા. આપ રાજ્યની બિલકુલ ચિંતા ન કરશે, પણ આપ વહેલા વહેલા પધારજો. આપના વિના અમને સૂનું સૂનું લાગશે. રાજાએ કહ્યું ભલે, હું વહેલે આવી જઈશ. ચિંતા ન કરશે.
મારાજા પરદેશ ગયા. રાજાની આજ્ઞા પ્રમાણે પ્રધાનજી સુંદર રીતે રાજ્યનું પાલન કરે છે. બરાબર વફાદારીથી આખા રાજ્યને વહીવટ ચલાવે છે. આ તરફ રાજાના ગયા પછી રત્નાવતી માનવા લાગી કે હું મટે રાજા છું, મારા આધારે બધું કામકાજ ચાલે છે, એમ અભિમાનથી ફક્કડ થઈને ફરવા લાગી. પ્રધાન, નેકર ચાકરે બધા ઉ ર વટહુકમ ચલાવવા લાગી. મહારાજા પરદેશ ગયા પછી તે એના મિજાજને પારે ખૂબ ચઢી ગયું હતું પણ મહારાજાની માનીતી રાણી હોવાથી એને કોઈ કંઈ કહી શકતું નથી. હવે બીજી તરફ શું બન્યું.
જિનસેન કુંવરે ત્રણ હજાર સામંતો સામે કરેલે પડકાર” – એક દિવસ જિનસેનકુમાર વનમાં રમવા, ખેલવા માટે એકલે ગયે હતે. ચાલતાં ચાલતાં ઘણે દૂર નીકળી ગયા. ત્યાં એક સામટા ત્રણસે ઊંટ ત્યાંથી જતાં કુમારે જોયા. આ ત્રણ ઊંટને સાચવનારા ત્રણ હજાર સામતે સાથે હતા. આ બધા સામંતે માર્ગમાં શિકાર કરતા ચાલતા હતા. શિકારના શેખ ખાતર હજારે નિર્દોષ પ્રાણુઓને મારતા હતા. આ જોઈને જિનસેન કુંવરનું હૃદય કંપી ઉઠયું. અહે! જંગલમાં પિતાની સ્વેચ્છાએ ફરતા મૃગલા આદિ પશુઓએ આ લે કોનું શું બગાડયું છે કે આ લેક એમને બાણ ચલાવીને વીધી નાખે છે. એ કેવા તરફડે છે ! જિનસેનકુમારને તેની માતાએ બાળપણથી જીવદયાના પાઠ ભણાવ્યા હતા, એટલે આ કરૂણ દશ્ય તે જોઈ શકે નહીં, તેથી પેલા સામંતે પાસે જઈને કહે છે ભાઈ! તમે આ નિર્દોષ જેને શા માટે મારે છે ? એમાં તમારા હાથમાં શું આવવાનું છે કે તમારે મન રમત છે પણ એ પ્રાણુઓના તે પ્રાણ હરાય છે. એને કેટલું દુઃખ થાય છે. પહેલાં તે સમજાવટથી વાત કરી પણ એ ઉન્મત બનેલા સામતે