________________
પ૭૦
શારદા સુવાસ શ્રતધર્મ અને ચારિત્રધર્મ ઉપર સાચી પ્રીતિ થાય, એ પાળવાની હાર્દિક અભિલાષા પ્રગટે. પ્રબળ ભવનિર્વેદની ઈચ્છા જાગ્યા વિના આપણે કહીએ કે મારે મેક્ષ જોઈએ છે, ધર્મ જોઈએ છે એ કથન માત્ર જ છે પણ હાર્દિક સંવેદન નહિ. સંસાર ન ગમે તે જ મોક્ષ ગમે. પાપસ્થાનકે અને વિષયકષાયે ખટકે તે જ ધર્મ ખરેખર રૂચે, એટલે નિર્વેદ જગાડીને દિલને ધર્મ અને મોક્ષમાં ઠારવાનું છે, પછી ઈન્દ્રના કે અનુત્તર વિમાનના સુખ મળે તે પણ અંતે તે સંસારના જ સુખ ને! એમ માનીને એના પ્રત્યે આકર્ષણ નહિ પણ અભાવ થશે ને સરવાળે તે દુઃખરૂપ લાગશે અને એકમાત્ર અનંત અવ્યાબાધ આત્મિક સુખની તમન્ના જાગશે. આનું નામ છે સવેગ.
(૫) સમ - સંવેગની પ્રાપ્તિ થઈ એટલે ઉપશમ, પ્રશમ અને સમગુણને પ્રગટાવવાને અવકાશ મળે છે, પછી હૃદયમાં એવા શાંત રસની છેળે ઉછળે છે ને હૈયું એવું પ્રશાંત બની જાય છે કે પોતાને મેટો અપરાધ કરનારની પણ અહિત કરવાની ભાવના થતી નથી, કારણ કે પછી જીવ એમ સમજે છે કે એ મારે અપરાધી નથી. એમાં મારા કર્મને દેષ છે. હું હજુ સંસારમાં છું, મોક્ષ પામે નથી તેથી મારા અપરાધી અને શત્રુઓ છે પણ એ મારા આત્મધર્મ અને આત્મસંપત્તિને બગાડી શકતા નથી. મારા ભગવંત શ્રી અરિહંત દેવે એને ખરે દુશ્મન નહિ પણ પિતાના કર્મોને અને મેહને ખરા દુશ્મન કહીને અપરાધીનું અહિત ચિંતવવાની ના પાડી છે. એવા તારક જિનેશ્વર પ્રભુની આજ્ઞામાં કલ્યાણ છે. માટે મારા અપરાધીનું પણ બૂરુ ઈચ્છાય નહિ. આ રીતે હૃદય સ્વસ્થ અને શાંત બને અને અશાંતિના મૂળ કારણે પદાર્થ માત્ર પ્રત્યેની આશા ઉઠી જઈને સ્વસ્થતા પ્રાપ્ત થાય એ “સમી ગુણ છે. સમ્યક્ત્વના પાંચ ગુણોને પ્રગટાવવા માટે જીવે સતત મહેનત કરવી જોઈએ તે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય.
જેમણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવા નેમકુમાર હજુ નાના છે પણ તેમનામાં કેટલું શૂરાતન છે ! એમણે માતાપિતાને કે જડબાતોડ જવાબ આપી દીધું ! આ તે મહાન બળ અને પરાક્રમના ધણી તથા ભાવિમાં તીર્થંકર પ્રભુ બનનાર હતા. તેમણે માતાપિતાને સત્ય વાત સમજવી દીધી અને માતાપિતાને શાંત પાડવા કહ્યું કે હું મારા માતાપિતા ! હમણાં તમે લગ્ન કરવા માટે આટલે બધે આગ્રહ ન રાખે. હમણાં મારે લગ્ન કરવાનો અવસર આવ્યું નથી. સમય આવતાં બધું થઈ રહેશે. જેમકુમારને જવાબ સાંભળી તેમના માતા-પિતા કેઈ કાંઈ વિશેષ કહી શક્યા નહિ પણ તેમને હવે આશા બંધાણી.
એક દિવસ નેમકુમાર પિતાના સરખે સરખા મિત્રોની સાથે ફરવા માટે ગયા હતા. તેઓ ફરતા ફરતા કૃષ્ણ મહારાજાની આયુધશાળા તરફ ગયા. કૃષ્ણ વાસુદેવના વહાલા ભાઈ અને સમુદ્રવિજ્યના લાડીલા પુત્રને આવતા જોઈને શસ્ત્ર ભંડારના રક્ષકે નમ્રતાપૂર્વક તેમનું સ્વાગત કરતાં કહ્યું–પધારોપધારે નેમકુમાર ! આજે આ૫નું આગમન આ