________________
શારદા સુવાસ
૫૬૭ તપશ્ચર્યા દ્વારા આત્માના તેજ ઝળકે છે. દુનિયામાં કઠીનમાં કઠીન વસ્તુ તપથી સિદ્ધ થઈ શકે છે. તપ દ્વારા મહાનપુરૂષોએ અનેક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. બળવાનમાં બળવાન અને કૂરમાં ક્રૂર વ્યક્તિઓ પણ તપસ્વીઓના ચરણમાં મૂકી પડે છે. બે હજાર સિંહનું બળ એક અષ્ટાપદમાં છે. દશ લાખ અષ્ટાપદનું બળ એક પ્રતિવાસુદેવમાં છે. બે પ્રતિવાસુદેવનું બળ એક વાસુદેવમાં છે. બે વાસુદેવનું બળ એક ચક્રવર્તાિમાં છે. દશ કેડ ચક્રવર્તિનું બળ એક ઈન્દ્રમાં હોય છે, એવા બળવાન ઈન્દ્ર મહારાજનું આસન વિધિપૂર્વકના તપથી ચલાયમાન થાય છે. આવા દે પણ તપસ્વીના ચરણમાં મૂકે છે. તપથી અનેક રોગો અને ઉપદ્ર શાંત થાય છે. જે આત્માએ આવા ઉગ્ર તપ કરે તેને આપણુ કેટી કેટી ધન્યવાદ અને વંદન, કારણ કે આપણે આ તપ કરી શકતા નથી.
બંધુઓ ! આ શરીરને આજ સુધી આપણે એટલું બધું ખવડાવ્યું છે કે મેરૂ જેટલા ઢગલા કરીએ તે પણ ઓછા લાગે, અને પાણી પણ એટલું બધું પીવડાવ્યું છે કે સ્વયંભૂરમણ સમુદ્ર પણ છીછરો લાગે, છતાં આ શરીર હજુ ખાવાપીવાથી ધરાતું નથી, તપ કરવાથી શરીરની અંદરની ધાતુ તપે છે. સોના ચાંદીને તપાવવાથી વિશુદ્ધ બને છે તેમ તપ કરવાથી આત્મા વિશુદ્ધ બને છે. તપ એ આત્માને નિરોગી બનાવવાનું પરમ ઔષધ છે. તપ દ્વારા આત્મા કર્મના ભારથી હળ બને છે ને હળ બનેલે આત્મા ભવસાગરને તરી શકે છે. જૈન ધર્મમાં તપનું સથાન વિશિષ્ટ કેટીનું છે. લગ્નમાં જેમ ચેથા ફેરાની કિંમત વધારે હોય છે, ટ્રેઈનમાં ગાર્ડને ડબ્બાનું મહત્વ છે કારણ કે તેના આધારે ગાડી ચાલે છે. ચિત્રકાર ચિત્રમાં છેલ્લી બેર્ડર મારે છે તેથી ચિત્રની શોભા વધી જાય છે તેમ આ માનવ ભવમાં તપશ્ચર્યા દ્વારા આત્માની શોભા વધી જાય છે, માટે તપ વધારે કિંમતી છે. ગામનું રક્ષણ કરવા માટે જેમ કિલ્લાની જરૂર છે તેમ આત્માનું રક્ષણ કરવા માટે તપ રૂપી કિલ્લાની જરૂર છે. ચોપડીમાં ડાઘ પડે હોય તે તે રબરથી ભૂંસી શકાય છે તેમ આત્માના અસંખ્યાતા પ્રદેશ પર લાગેલા કર્મોના ડાઘ તારૂપી રબ્બરથી ભૂંસી શકાય છે ધના અણગારે દીક્ષા લીધી તે જ દિવસે ભગવાન પાસે પચ્ચખાણ કર્યા કે મારે જાવજીવ સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ કરવા અને પારણાને દિવસે આયંબીલ કરવું. આયંબીલ પણ કેવું ? એમાં તમારા આયંબીલની માફક ટેસ્ટ નહોતા. એકલા ભાત ખાતા હતા. આવી ઉગ્ર તપ સાધના કરીને માત્ર નવ માસની દીક્ષા પર્યાય પાળી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મેક્ષ પ્રાપ્ત કરશે.
આહાર સંજ્ઞાને તેડવાને માટે જ્ઞાનીઓએ તપ કરવાનું કહ્યું છે. ચારેય સંજ્ઞાઓનું મૂળ આહાર સંજ્ઞા છે. આહાર સંજ્ઞામાંથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. જીભને મનગમતું ખાવાનું આપવા માટે પૈસાની જરૂર પડે છે. પૈસા માટે અનેક પ્રકારના પ્રપંચે કરવા પડે છે. જીભના સ્વાદને કારણે વધુ ખવાઈ જાય તે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. એ