________________
૫૮૩
શારદા સુવાસ થવા લાગી કે આ નેમકુમાર પરણશે કે નહિ ? દીકરે માટે થાય એટલે માતાપિતાને એમ થાય કે હવે ઝટ દીકરાને પરણાવીએ ને ઘેર ઘમઘમ ઘુઘરા વગાડતી વહુ લાવીએ. શીવાદેવી રાણી અને સમુદ્રવિજયે રાજાએ નેમકુમારને સંસારના માર્ગે વાળવા માટે ઘણાં પ્રયત્ન કર્યો પણ કઈ રીતે તેમનું મન સંસારની પ્રવૃત્તિમાં લાગ્યું નહિ.
એક વખત કેઈ ઉત્સવ હતું, એટલે યાદવ કુળના યુવાન કુમારે અને કુમારિકાઓએ તેમાં ભાગ લીધે. બધા ભેગા થઈને બગીચામાં ફરવા જવાના હતા. શીવાદેવીએ નેમકુમારને તેમાં ભાગ લેવા માટે મેકલ્યા. બધા ભેગા થઈને આનંદ વિનોદ કરે છે, એક બીજાની મજાક કરે છે. પાણીના સરેવરમાં જઈને સ્નાન કરે છે. એક બીજા ઉપર પાણી છાંટે છે. આ રીતે બધાને જળક્રીડામાં મસ્ત જોઈને તેમનાથ તે ત્યાંથી દૂર ચાલ્યા ગયા. શીવાદેવી પિતાને પુત્ર રમતમાં કે ભાગ લે છે તે જોવા માટે ત્યાં આવ્યા ને જોયું તે નેમકુમારને જોયા નહિ. બધા છોકરાઓને પૂછયું કેમકુમાર ક્યાં છે? બધાએ જોયું તે નેમકુમાર કંઈ દેખાયા નહિ. શીવાદેવીએ તપાસ કરી તે ખબર પડી કે એક ઝાડની નીચે બેસીને તેઓ કંઈક ચિંતન કરે છે. આ જોઈને શીવાદેવીને ચિંતા થવા લાગી કે મારા જેમકુમારને સંસાર તરફ વાળ મુશ્કેલ છે. હવે આને કેવી રીતે સમજાવીને અમારે પરણાવે. બીજા યાદવકુમારને તેમની પત્ની સાથે જોઈને શીવાદેવીને મનમાં એમ થતું કે મારે નેમકુમાર કયારે પરણશે ને મારે ઘેર કયારે વહુ આવશે ! અમારી બહેનને સાસુ બનવાના કેડ ઘણું હોય છે. કેમ બહેને સાચી વાત છે ને? (હસાહસ) તમારી માફક શીવાદેવીને પણ સાસુ બનવાના કેડ જાગ્યા, પણ નેમકુમાર તે કંઈ જુદા જ વિચારના હતા.
પુત્રને પરણાવવાના વિચાર કરતા શીવાદેવી” :- ચિંતામાં ને ચિંતામાં શીવાદેવીનું શરીર સૂકાવા લાગ્યું. સમુદ્રવિજય રાજા શીવાદેવીની ચિંતાનું કારણ સમજતા હતા એટલે ઘણીવાર રાણને સમજાવતા, પણ કઈ રીતે રાણીનું મન માનતું નથી. એ કહે છે કે આપણ નેમકુમાર નમણું છે. એની નમણાશમાં કમીના નથી ને પરાક્રમી પણ ખૂબ છે તે પછી આવી વૈરાગી હાલતમાં રહેશે તે હું એને પરણાવીને જ્યારે વહુનું મુખ જઈશ ? રાજા કહે રાણીજી ! તમે ચિંતા ન કરો. આપણે તેને બોલાવીને તેને મનની વાત જાણી લઈએ. તરત નેમકુમારને બોલાવ્યા. જેમકુમારે આવીને માતાપિતાને વંદન કરીને કહ્યું-આપને મારું શું કામ પડ્યું ? આપ આજ્ઞા આપે, હું તેનું પાલન કરું. રાજાએ નેમકુમારને પાસે બેસાડીને કહ્યું-બેટા ! હવે તું યુવાન થયું છે. આવા શ્રેષ્ઠકુળમાં જન્મ લેવા છતાં હજુ તારું લગ્ન થયું નથી. હવે અવિવાહિત રહેવું તે ઠીક નથી, કારણ કે અવિવાહિત રહેવાથી લેકે યાદવકુળ વિષે અથવા તારા વિષે પણ કોણ જાણે શું શું બેલતા હશે ? આ જગતમાં અવિવાહિત પુરૂષ વિશ્વાસ કરવા એગ્ય મનાતો નથી. સ્ત્રી વિનાના યુવક પ્રત્યે અનેક પ્રકારની