________________
૫૬૪
શારદા સુવાસ શંકાઓ થાય તે સ્વાભાવિક છે. તે ઉપરાંત તારે વિવાત્સવ જેવાની અમારી ખૂબ ઈચ્છા છે. તારા માટે અમે કેટલા સુખમય સ્વપ્ન સેવ્યા છે. માટે તું વિવાહ કરવાને સ્વીકાર કર. તારે વિવાહેત્સવ જોઈને અમારી આંખે તૃપ્ત થાય. અમને અમારું ભવિષ્ય સુખમય દેખાય. અમે મૈત્રાદિકને આનંદ લઈ શકીએ ને સ્વજને પણ સુખી થાય.
માતાપિતાની દલીલ સામે નમકુમારને જવાબ - માતાપિતાની વાત સાંભળીને નેમકુમાર ઉશ્કેરાયા અને માતાપિતાને કહેવા લાગ્યા કે હું મારા પૂજ્ય માતાપિતા ! તમે મને લગ્ન કરવા માટે આટલે બધે આગ્રેડ શા માટે કરે છે ? લગ્ન ન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી યાદવકુળ ઉપર લાંછન લાગે તે કઈ રીતે સંભવિત છે? બ્રહ્મચારી પ્રત્યે અવિશ્વાસ કરવાનું કઈ કારણ નથી. અવિશ્વાસ તે દુરાચારી હોય તેને થાય. વળી આપ બધાને વિવાહેત્સવ જેવા માત્રથી સંતોષ થાય તેમ છે તે શું બ્રહ્મચારીને જઈને સંતોષ નહિ થાય? જે આપને આ રીતે વિવાહત્સવ જોઈને આનંદ થતો હોય તે એને અર્થ એ કે બ્રહ્મચર્ય ખરાબ છે ને વિવાહ સારે છે. મારી દષ્ટિએ તે બ્રહ્મચર્ય પૂર્ણ જીવન સર્વોત્તમ છે. જેનામાં બ્રહ્મચર્ય પૂર્ણ જીવન વ્યતીત કરવાની શક્તિ ન હોય તેના માટે લગ્ન કરવું તે જુદી વાત છે પણ મારામાં તે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શક્તિ છે એટલે લગ્ન કરવું તે જરૂરી માનતા નથી. મને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી, માટે હું આપને વિનંતી કરું છું કે મને લગ્ન કરવાનો આગ્રહ ન કરે. હજુ આગળ માતાપિતા નેમકુમારને લગ્ન કરવા માટે શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- જયમંગલ રાજાની આંખ ખુલી ગઈ. સોનું કણ ને કથીર કેણ? રત્ન કણ ને કાચને ટુકડે કોણ? રત્નાવતીની ખેતી કાન ભંભેરણીથી રાજા ચઢી ગયા ને આવેશમાં આવીને જંગલમાં કાઢી મૂકી પણ જ્યારે પિતે ભેટ આપેલી ચીજો પળવારમાં પાછી આપી દીધી તેથી રાજાને રાણી અને પુત્ર પ્રત્યે માન જાગ્યું. હવે રત્નાવતીના સામું જેવું પણું ગમતું નથી પણ જે તેની સાથે પ્રેમથી ન બોલે તે ઝઘડો થાય એટલે એને ઉપરથી બેલાવે છે પણ રાજાનું મન ક્યાંય કરતું નથી. જિનસેનને મહેલમાં બેલાવતાં સંકોચ થાય છે કે જેને મેં કાઢી મૂકી તેને કેમ કહેવાય કે મહેલમાં પધારે. કદાચ મન મકકમ કરીને રાણીને લાવે તે રત્નાવતી ઝઘડો કરે, એટલે રાજા તેને બેલાવી શકતા નથી. જિનસેનને ગુણવાન પુત્ર ભવિષ્યમાં રાજ્યને વારસ બને તે છે માટે તેને પ્રેમથી બોલાવ જોઈએ, પણ જે એને બેલાવું ને રામસેનને ન બોલાવું તો પણ રત્નાવતી ઝઘડે કરે.
પુત્રને આપેલું ઈનામ પાછું લેવું પડ્યું તેનું તે રાજાના દિલમાં ખૂબ દુઃખ સાલે છે, તેથી રાજાને ક્યાંય ચેન પડતું નથી. રાજસભામાં જાય, રાજ્યનું કામકાજ સંભાળે પણ કઈ કાર્યમાં રાજાનું મન લાગતું નથી. રાત દિવસ ચિંતાતુર રહેવા લાગ્યા. દિવસે