________________
શારદા સુવાસ પર વિજય મેળવ કઠીન છે. કઠીનને સાથે તે વીર અને જે કઠીનમાં હારી જાય તે કાયર છે. કેધી માણસ કેધ કરીને બીજાને દબાવે છે પણ ક્ષમાશીલ પિતાની જાતને દબાવે છે, અને એ જ સાચે વીર છે. અંધક મુનિ, ગજસુકુમાલ અણગાર, મેતારજ મુનિ વિગેરે પુરૂએ કસોટી વખતે ક્ષમા રાખી તે એ ક્ષમાશીલ તરીકે પંકાઈ ગયા.
ભગવાન મહાવીર સ્વામીએ ઢગલાબંધ જીવતા માણસના મડદા પાડનાર મહા ઝેરી ચંડકૌશિક સર્પની સામે જઈ એના ડંખ સહીને ક્ષમા રાખી, કરૂણથી “ખૂઝ બૂઝ ઓ ચંડકેશિયા" આ મધુર શદે એને શાંત કરી મહા ક્ષમાશીલ બનાવ્યું, પછી ક્ષમાશીલ છે કે બન્યું કે કીડીઓએ ચટકા ભરીભરીને તેના શરીરને ચાળણું જેવું બનાવી દીધું છતાં સમતાને છેડી નહી, અને મનમાં શું વિચાર કર્યો? અરે હે ચેતન ! સામાન્ય કીડીના ચટકાની વેદના આટલી ભયંકર છે તે શું હું જેને ડંખ મારતે હતો ત્યારે તેને કંઈ વેદના નહી થતી હોય ! બસ, ત્યારે જમણે હાથે દીધું છે તે ડાબા હાથે લે. જેવું દીધું છે તેવું લે! લેવામાં કચાશ રાખીશ નહિ. આ કીડીએ મને ચટકા ભરતી નથી પણ મારા અપકૃત્યમાંથી ઉત્પન્ન થયેલા કર્મો ચટકા ભરે છે. કીડીએ મારી દુશ્મન નથી પણ મારા અપકૃત્યે દુશમન છે. જેણે મને અગાધ સંસાર સાગરમાં ડૂબાડે તે મારે ક્રોધ મારે દુશમન છે. આવી ભાવના ભાવતાં તે મરીને આઠમા દેવલેકમાં દેવ બ. ક્ષમાની કેટલી શક્તિ છે ! આટલા માટે સંતે તમને આ દિવસોમાં સમજાવે છે કે
ક્ષમાપના સાચી કરજે, સાથે શીલ ને સમતા ધરજો,
સાચા દિલથી તમે, મિથ્યા મે દુષ્કૃત વાજે. વ્યાખ્યાન પૂરું થશે પછી બે વાગે આલેચના કરાવવામાં આવશે ત્યારે તમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આદિ સર્વ ને ખમાવશે ત્યારે મિચ્છામિ દુક્કડું બોલશે. આ મિચ્છામિ દુક તમે હૃદયના રણકારથી શુદ્ધ ભાવે બોલજે. બાકી તે સંવત્સરી આવે એટલે આપણે જુની પ્રણાલિકા મુજબ ટામેટા અવાજે મિચ્છામિ દુક્કડં દેવાના. એવા મિચ્છામિ દુક્કડં દેવાથી કંઈ પાપ દુષ્કૃત-મિથ્યા થતા નથી. મિચ્છામિ દુક્કડં દેતાં જે આત્માને પૂર્વે કરેલા પાપને પશ્ચાતાપ ન થતું હોય તે સમજી લેવું કે જેનેને મન માટલ ફેડવી નેમિચ્છામ દુક્કડં દેવા એ સમાન છે. એક જૈન વણિકને દીકરો એક વખત કુંભારવાડામાં ગયે. હાથમાં લાકડી રાખી હતી. તે લાકડી કુંભારે ઘડીને તૈયાર કરીને મૂકેલા માટલા ઉપર મારી, ત્યારે કુંભારે કહ્યું-ભાઈ! આ મારી મઝાની સુંદર બનાવેલી માટલી તે કેમ ફેડી નાંખી? ત્યારે વણિકને દીકરો કહે છે ભાઈ! મારી ભૂલ થઈ ગઈ. મિચ્છામિ દુક્કડં. થોડો આગળ ચાલ્યો ત્યાં બીજા કુંભારના નિભાડા પાસે જઈ લાકડી મારીને ઘડે ફેડયે, એટલે કુંભારે કહ્યુંતે મારે ઘડો કેમ ફેડ ? ત્યારે કહે છે ભૂલ થઈ ગઈ, “મિચ્છામિ દુક્કડં' આ રીતે ચાર પાંચ કુંભારના નિભાડા પાસે ગયો. લાકડીઓ મારીને માટલી ફેડ ગયે ને મિચ્છામિ