________________
પપર
શારદા સુવાસ બંધુઓ ! તેર વર્ષને બાલુડે તે રમતિયાળ હોય. એને આવું જ્ઞાન કે ભાન કયાંથી હોય? પણ તેર વર્ષના બાલુડાએ કેવું આત્મમંથન કર્યું ! એને કેવી ધર્મની પરીક્ષા કરતા આવડી ! તે તરત ત્યાંથી પાછા આવ્યા ને કાકા-કાકીને કહ્યું કે તમારો ધર્મ સ્વામીનારાયણ ભલે રહ્યો પણ મને ત્યાં કલ્યાણ થાય તેવું દેખાતું નથી, માટે હું તે વટામણ જાઉં છું. એમ કહીને એ તે વટામણ આવ્યા ને મહાસતીજીને કહે છે મને તમારા જે સાધુ બનાવે. મારે જલદી આત્મકલ્યાણ કરવું છે. મહાસતીજીએ કહ્યું–ભાઈ! તમારે મારી પાસે સાધુ ન બનાય. અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાત બિરાજે છે. તમે ત્યાં જાવ, તેથી રવાભાઈ ખંભાત ગયા ને પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબના દર્શન કર્યા, પછી ગુરૂદેવને કહે છે મને આપને શિષ્ય બનાવે. ગુરૂદેવે જોયું કે આ ભાવિને મહાનપુરૂષ બને તે હળુકમી આત્મા છે, એટલે કહ્યું-ભાઈ! હમણાં તું સામાયિક પ્રતિક્રમણ શીખ, પછી દીક્ષા લેવાય. અંતરમાં જલદી દીક્ષા લેવાની લગની લાગી છે એટલે આઠ દશ દિવસમાં તે સામાયિક પ્રતિક્રમણ કંઠસ્થ કર્યા, પછી ગુરૂદેવને કહે છે મને જલ્દી દીક્ષા આપે, ત્યારે ગુરૂદેવે કહ્યું–ભાઈ ! તારા વડીલેની આજ્ઞા સિવાય મારાથી દીક્ષા ન અપાય, માટે એમની રજા લઈ આવ. રવાભાઈ કાકા-કાકીની આજ્ઞા લેવા ગલિયાણું આવ્યા ને દીક્ષાની આજ્ઞા માંગી કાકા-કાકીએ જૈન ધર્મની દીક્ષા ન લેવા ખૂબ વિરોધ કર્યો પણ રવાભાઈ તેમના નિશ્ચયમાં અડગ રહા. અંતે વેરાગીની છત થઈ અને કુટુંબીજનેને રવાભાઈને તીવ્ર વૈરાગ્ય જેને દીક્ષાની આજ્ઞા આપવી પડી. દીક્ષાની આજ્ઞા મળતાં રવાભાઈનું હૈયું હર્ષથી નાચી ઉઠયું.
“ભાગવતી દીક્ષા અંગીકાર કરતાં રવામાંથી થયેલા રત્ન” –સંવત ૧૫૬ના મહા સુદ પાંચમના દિવસે ખંભાત શહેરમાં તેમને દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયે. દીક્ષા લઈને તેમનું સંયમી નામ બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું. ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ક્ષત્રિય ને શિષ્ય પણ ક્ષત્રિય મળ્યા. બંને શૂરવીર ને ધીર પુરૂષે ભેગા થયા પછી શું બાકી રહે! પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ દીક્ષા લઈને પિતાના ગુરૂદેવને ખૂબ વિનય કરવા લાગ્યા. તેઓ ક્યારે પણ ગુરૂથી દૂર બેસતા નહિ. જ્યાં પિતાના ઉપર ગુરૂની દૃષ્ટિ પડે ત્યાં જ બેસતા. કારણ કે દૂર બેસે તે ગુરૂદેવને કંઇ કામ હોય તે સેવાનો લાભ ન મળે ને ? એટલે ક્યારે પણ દૂર જતા નહિ. આ ગુરૂ-શિષ્યની જોડીને જોઈને લેકે એમ જ કહેતાં કે આ મહાવીર ગૌતમની જેડલી છે. મન, વચન અને કાયાથી ગુરૂદેવના ચરણમાં અર્પણ થઈને જ્ઞાન ભણવા લાગ્યા. પૂ ગુરૂદેવની કૃપાથી સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય અને શાસ્ત્રને ઉંડો અભ્યાસ કર્યો. વિનય તે પૂ. ગુરૂદેવના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલું હતું અને ક્ષમાનો ગુણ પણ અજબ હતા.